Gujarat Election 2022: આ વર્ષે 18 વર્ષ પૂરા કરનારા યુવાઓને ચૂંટણી પંચની ગિફ્ટ, 3.24 લાખથી વધારે નવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે.

Gujarat Election 2022: આ વર્ષે 18 વર્ષ પૂરા કરનારા યુવાઓને ચૂંટણી પંચની ગિફ્ટ, 3.24 લાખથી વધારે નવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
Gujarat Assembly Election 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2022 | 1:04 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. ત્યારે હવે નવા મતદાતાઓ પર વિશેષ ફોક્સ કરવામાં આવશે. વિવિધ પક્ષો પણ એવી ચૂંટલણી લક્ષી જાહેરાતો કરશે જેનાથી યુવા અને નવા મતદાતાઓને આકર્ષી શકાય. આ વર્ષે 18 વર્ષ પૂરા કરનારા યુવાઓને ચૂંટણી પંચે ગિફ્ટ આપી છે અને 3.24 લાખથી વધારે નવા મતદારો ઉમેરાયા છે. આંકડાકીય રીતે જોઈએ તો આ ચૂંટણીમાં  ત્રિપાંખિયો જંગ જામવાનો છે જેમાં કુલ 4,90,89,765 મતદારો મહત્વની ભૂમિકા ભજવશે.

ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 10 ઓક્ટોબર અગાઉ જ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આ મતદાર યાદી અનુસાર ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાને ચિન્હીત કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.

Voters in Gujarat election

મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે

પહેલા તબક્કામાં 89 બેઠક પર થશે મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.

બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

લોકશાહીના ઉત્સવમાં એક એક મત કિંમતી

લોકશાહીના ઉત્સવમાં મતદારોનો એક એક મત કિંમતી બની જતો હોય છે, ત્યારે દરેક પક્ષ એવા મતદારોને રિઝવવા પ્રયાસ કરે છે જેઓ તેમને જીતાડવામાં મોટો ભાગ ભજવતા હોય છે. રાજ્યમાં આ વખતે યુવા મતદાતા તેમજ મહિલા મતદાતાઓનું મોટું પ્રમાણ છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો પણ ચૂંટણી લક્ષી જાહેરાતો આ વર્ગને ધ્યાનમાં રાખીને જ કરે તેવી તમામ શકયતા છે અને ચૂંટણીના પરિણામોમાં પણ આ બહોળો મતદાતા વર્ગ ચાવીરૂપ ભૂમિકા ભજવશે. આ વખતે ચૂંટણીમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

18થી 19ના યુવાવય જુથમાં 4.61 લાખ મતદાતા

અંતિમ  મતદારયાદીમાં સમાવેલી વિગતો પ્રમાણે રાજ્યમાં 18થી 19 વયના જુથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે. જે પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. એટલે કે, આ વય જુથમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓએ મતદાર તરીકે વધુ નોંધણી કરાવી છે.

દિવ્યાંગજનો અને વૃદ્ધો માટે ઘેર બેઠા મતદાનની વ્યવસ્થા

આ વખતતે ચૂંટણીમાં  વૃદ્ધોને કે દિવ્યાંગજનોને ખભે બેસાડીને કે ઉંચકીને લાવવામાં આવતા હોય અને દિવ્યાંગજન ઘરે બેસી પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરી શકશે. આ નિર્ણય ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે. જેનો સીધો લાભ 80 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનને થશે. એક આંકડા પ્રમાણે 182 બેઠકોમાં 13 લાખ ઉપર મતદારોને આ વ્યવસ્થાનો સીધો લાભ મળશે અને તેઓ ઘરે બેસીને મતદાન કરી શકશે. અગાઉ આ પ્રકારનો નિર્ણય પંજાબ, ગોવા, મણીપુર અને તેલંગાણામાં કરાયો હતો અને તે બાદ હવે ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે સિનિયર સિટીઝન અને દિવ્યાંગજન ઘરે બેસીને મતદાનની વ્યવસ્થાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે

કુલ 13,06,315  દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોને મળશે સુવિધા

આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો રાજ્યની 182 વિધાનસભા બેઠકમાં 80 વર્ષથી વધુ ઉમરના કુલ 9,01,513 મતદારો છે, જ્યારે જ્યારે દિવ્યાંગ મતદાર 4,04,802 છે. આમ કુલ 13,06,315 મતદારો ઘરે બેઠા પોસ્ટલ પેપરથી મતદાન કરી શકશે. જે માટેનું આયોજન ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવાયું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">