Gujarat Election 2022 Voting Highlights : પ્રથમ તબક્કામાં સરેરાશ 62.89 ટકા મતદાન, અમદાવાદમાં PM મોદીનો 50 કિ.મી. લાંબો રોડ શો, મોદીમય બન્યુ અમદાવાદ
Gujarat Vidhansabha Election Voting Live : આજે ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે, જાણો મતદાનને લગતા તમામ સમાચારો અહીં.
Gujarat Election 2022 Voting LIVE: તમામ પાર્ટીઓના ઝંઝાવાતી પ્રચાર બાદ હવે મતદારો પોતાનો ચુકાદો EVM થકી આપી દેશે. આજે સવારે 8 વાગે મતદાનની શરૂઆત થઈ છે અને સાંજે 5 કલાક સુધી મતદારો મતદાન કરી શકશે. ગુજરાતમાં ચૂંટણીના (vidhan sabha chutni) પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. ગત બે ટર્મમાં થયેલ મતદાનની ટકાવારીની વાત કરીયે તો 2012માં 69.58 ટકા મતદાન અને 2017માં 66.65 ટકા મતદાન થયુ હતુ.
ગત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભાજપને ફટકો પડ્યો હતો અને તેના કારણે જ સત્તા સુધી પહોંચતા ભાજપ હાંફી ગયુ હતુ. જેથી આ વખતે 2017 માં જે નુકસાન થયુ તેને સરભર કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવ્યુ. તો 27 વર્ષથી સત્તાથી અળગી રહેલી કોંગ્રેસ પરિવર્તનની આશયથી આગળ વધી. તો આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પગપેસારો કરવા પુરૂ જોર લગાવ્યુ છે. આ વખતનો જંગ પરિવર્તન સામે પુનરાવર્તનનો છે. ત્યારે મતદારોનો ઝુકાવ કોના તરફ રહેશે તે તો ચૂંટણીના પરિણામો જ બતાવશે.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ, મધ્ય ગુજરાત અને ઉત્તરગુજરાતમાં પીએમ મોદીએ કર્યો ઝંઝાવાતી પ્રચાર
વડાપ્રધાન મોદીએ અમદાવાદ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં દમદાર પ્રચાર કર્યો..પીએમ મોદીએ અમદાવાદમાં ભવ્ય રોડ શો થકી ધુંઆધાર પ્રચાર કર્યો. તો સાબરકાંઠા, છોટાઉદેપુર અને પંચમહાલમાં પણ સભા ગજવી. અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ વન મેન-શો યોજાયો. ગુજરાતના ચૂંટણી ઈતિહાસનો અત્યાર સુધીનો ભવ્યાતિ ભવ્ય પ્રચાર મોદીએ કર્યો. મોદીએ મેરેથોન રોડ-શો થકી અમદાવાદની તમામ બેઠકો અંકે કરવાનો છેલ્લી ઘડીનો માસ્ટર સ્ટ્રોક માર્યો. નરોડાથી ચાંદખેડા સુધી 32 કિમીના જંગી રોડ-શોમાં જનનેતાને પ્રચંડ જનસમર્થન મળ્યું. પંચમહાલના કાલોલમાં ચૂંટણી સભા દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. બોડેલીમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ગરીબો અને આદિવાસીઓ અલગ થલગ પડી ગયા.જ્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડૂતો અને આમ આદમીના કલ્યાણ મુદ્દે કોંગ્રેસ પર નિશાન તાક્યું.
-
આવતીકાલે PM મોદીની અમદાવાદ, પાટણ અને બનાસકાંઠામાં જંગી જનસભા
આવતીકાલે પીએમ મોદી પાટણ અને બનાસકાંઠામાં જનસભા સંબોધશે. પીએમ મોદીની સભાને લઈને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પાટણની HNG યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં સભા સંબોધશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે પાટણની જનસભાનું નિરીક્ષણ કર્યુ છે. પાટણની ચાર વિધાનસભા બેઠક માટે પીએમ મોદી પ્રચાર કરશે.
-
-
કોંગ્રેસમાં મોદીને મોટી ગાળો બોલવાની સ્પર્ધા ચાલે છે- પીએમ મોદી
પંચમહાલના કાલોલમાં ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે- કોંગ્રેસમાં મોદીને કોણ વધારે, મોટી અને તીખી ગાળો બોલે એની સ્પર્ધા ચાલે છે. કોંગ્રેસના આલાકમાને આદરણીય ખડગેજીને અહીંયા મોકલ્યા હતા. ખડગેજીનો તેઓ આદર અને સન્માન કરે છે. પણ ખડગેજીને તો એ જ બોલવું પડે જે એમને ત્યાંથી ભણાવીને મોકલ્યા હોય. પીએમ મોદીએ આગળ કહ્યું કે- કોંગ્રેસ પાર્ટીને ખબર નથી કે આ રામભક્તોનું ગુજરાત છે.. રામભક્તોની સામે એમની પાસે બોલાવડાવવામાં આવ્યું કે- તમે મોદીને 100 માથાવાળો રાવણ કહો.. પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટીને રામ વિરોધી ગણાવતા કહ્યું કે- કોંગ્રેસ પાર્ટી રામના અસ્તિત્વને જ નથી સ્વીકારતી. કોંગ્રેસને અયોધ્યા રામમંદિરમાં પણ વિશ્વાસ નથી. તેવી કોંગ્રેસ પાર્ટી તેમને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણ લઈ આવી.
-
ગુજરાતમાં ત્રિપલ એન્જિનની સરકાર બનશે- અમિત શાહ
વિસનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય પ્રધાન અમિત શાહે ઋષિકેશ પટેલને મંત્રી બનાવવાનો આડકતરો ઇશારો કર્યો છે. વિસનગર ખાતે અમિત શાહે જણાવ્યું કે ગુજરાતમાં ત્રિપલ એન્જિનની સરકાર બનશે. ઋષિકેશ પટેલને જીતીને મોકલશો એટલે તમને સીધે સીધો તૈયાર મંત્રી મળી જશે.
-
Gujarat Election 2022: મતદાન દરમિયાન ચૂંટણી પંચને અલગ અલગ 104 ફરિયાદ મળી
ચૂંટણી પંચને કુલ અલગ અલગ 104 ફરિયાદ મળી છે. EVMને લગતી 6, બોગસ વોટિંગની 2 ફરિયાદ, પાવર કટની લિંબાયતથી ફરિયાદ મળી છે. મોક પોલ દરમિયાન BU 144, 244 CU, 335 VVPAT રીપ્લેસ કરાયા છે. જ્યારે મતદાનમાં લોકોની નિરસતા પણ જોવા મળી હતી. કુલ 6 ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જેમાં નર્મદાના સામોટ, જામનગરના ધ્રાફા અને ભરુચના કેસર ગામમાં એકપણ મત પડ્યો નહોતો.
-
-
19 જિલ્લાની 89 બેઠકોમાં સૌથી વધુ તાપી જિલ્લામાં 72.32 ટકા મતદાન, તો અમરેલીમાં સૌથી ઓછુ 52.73 ટકા મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ મતદાન પૂર્ણ થયું. 788 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે. તમામ ઉમેદવારોના ભાવીનો ફેંસલો 8 ડિસેમ્બરે થશે. પ્રથમ તબક્કાનું અંદાજિત 60.20 ટકા મતદાન નોંધાયું. સૌરાષ્ટ્ર-કચ્છમાં 54 ટકા જેટલું મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 64 ટકા જેટલું મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 10 ટકા જેટલું ઓછુ મતદાન થયું છે.
-
રોડ શો દ્વારા ભાજપ દ્વારા ખેલાયુ ટ્રમ્પ કાર્ડ- રાજકીય વિશ્લેષક
ગુજરાતમાં આ રોડ શો દ્વારા ભાજપ દ્વારા તેનુ ટ્રમ્પ કાર્ડ ખેલવામાં આવ્યુ છે તેવુ રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. રોડ શોમાં જોવા મળી રહ્યુ છે કે પીએમ મોદીનો કરિષ્મા અને પીએમ મોદીનો જાદુ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે.
-
પીએમ મોદીએ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને કરી પુષ્પાંજલિ અર્પણ
વડાપ્રધાન મોદી હાલ તેમના હોમ ગ્રાઉન્ડ પર પીચ પર ઉતરી ગયા છે અને માત્ર અમદાવાદ કે અમદાવાદની જ સીટોને ટાર્ગેટ નથી કરી રહ્યા. પરંતુ બાકી રહેલી તમામ બેઠકોને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પણ તેઓ લોકોને અભિવાદન કરવાનુ ચુક્યા ન હતા. ઉપસ્થિત તમામ લોકોને તેમણે હાથ હલાવી અભિવાદન કર્યુ હતુ.
-
મતદાન દરમિયાન કોંગ્રેસે ચૂંટણી પંચને અલગ અલગ 6 ફરિયાદ કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં મતદાન દરમિયાન કોંગ્રેસે ચૂંટણી પંચને અલગ અલગ છ ફરિયાદ કરી હતી. જેમા જામનગર બેઠક પર ધીમુ મતદાન કરાવવાની ફરિયાદ કરી હતી. તો સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર બુથ કેપ્ચરિંગની ફરિયાદ કરી હતી. તો સુરતના પલસાણાના બાલેશ્વર બુથ પર અધિકારીઓએ રાજકીય ખેસ અને ઝંડા સાથે મતદાન કરવા દેવાની ફરિયાદ કરાઈ હતી. બુથ પર અધિકારીઓએ રાજકીય ખેસ અને ઝંડા સાથે મતદાન કરવા દેવાની ફરિયાદ કરાઈ હતી. બોટાદમાં અલગ અલગ 11 બુથ પર બોગસ મતદાનની ફરિયાદ તેમજ ભાજપની જાહેરસભાના પ્રવચન અંગે પણ ફરિયાદ કરી છે.
-
ગુજરાતમાં ગત ચૂંટણીની સરખામણીએ સરેરાશ 08% ઓછુ મતદાન
ગુજરાતમાં મતદાનની ટકાવારીની સરખામણી ગત વિધાનસભા કરતા સરેરાશ 08 ટકા ઓછું મતદાન#Gujarat #GujaratElections #GujaratElections2022 #TV9News pic.twitter.com/eVYGYvNQ5P
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 60.01 ટકા મતદાન
વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયુ છે. આ સાથે 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા છે. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60.01 ટકા મતદાન નોંધાયુ છે. જે ગત વિધાનસભા ચૂંટણી કરતા 8 ટકા ઓછુ મતદાન છે.
-
શિવરંજની ચાર રસ્તા પરથી જંગી જનમેદની અને હર્ષની ચિચિયારીઓ વચ્ચેથી પસાર થયો પીએમ મોદીનો મેગા રોડ શો
અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો યોજાયો છે. 50 કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન શહેરના અનેર રૂટ પરથી આ રોડ શો પસાર થઈ રહ્યે છે. જેમા શિવરંજની ચાર રસ્તા નજીકથી આ રોડ શો પસાર થયો ત્યારે હર્ષની ચિચિયારીઓ સાંભળવા મળી હતી.
PM Modi Road Show : Road show Crossed from shivranjani char rasta Gujarat | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/H7Zu8DhH0H
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
પીએમ મોદીના ચહેરાવાળા માસ્ક પહેરી ઘર ઘર મોદીનો લોકોએ આપ્યો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો નરોડા પાટીયાથી આગળ વધ્યો. અહીં નાના-નાના બાળકો પીએમ મોદીના ચહેરાવાળા માસ્ક પહેરીને આવ્યા છે. લોકો હાથમાં ફુલોની થાળી લઈને તૈયાર ઉભા છે. બાળકો મોદી-મોદીના નારા લગાવી રહ્યા છે. પીએમનુ સ્વાગત કરવા માટે લોકોમાં અનેરો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ અહીં ડીજેની પણ વ્યવસ્થા કરી છે અને અજીમોશાન શહેનશાહની ધૂન વગાડી રહ્યા છે. એક ઉત્સાહ જેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે.
Understanding the political calculations of the PM #NarendraModi roadshow in #Ahmedabad#Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/ZhirZycYw2
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે રોડ શો થોડીવાર માટે રોકાયો
રોડ શો રૂટ પર ભવ્ય નજારો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદી પણ લોકોનુ અભિવાદન જીલતા જીલતા આગળ વધી રહ્યા છે. રોડ શો રૂટ પર ગુજરાતનો સિંહ આવ્યો જેવા નારા પણ સતત ચાલી રહ્યા છે. આ રોડ શોને થોડીવાર માટે ધીમો પણ કરવામાં આવ્યો હતો અને એક એમ્બ્યુલન્સને પણ રસ્તો કરી દેવામાં આવ્યો હતો. અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત સાથેનુ જોડાણની તાકાત પણ જોવા મળી રહી છે. ઢોલ નગારા, ફટાકડા ફુલોની વર્ષા બધુ જ અહીં જોવા મળી રહ્યુ છે.
PM #NarendraModi convoy gives way to Ambulance during the roadshow in #Ahmedabad #Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/FxPpH33MY1
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
પીએમના અભિવાદન માટે રોડ શો રૂટ પર ગુલાબની પાંખડીઓની સતત વર્ષા
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર પર ગુલાબની પાંખડીઓની વર્રોષા રોડની બંને સાઈડથી સતત કરવામાં આવી રહી છે. શિયાળાનો સમય હોવા છતા મહિલાઓ, બાળકો અને વરીષ્ઠ નાગરિકો પણ રોડ શોમાં ઉમટી પડ્યા છે. લોકો સાથે કનેક્ટ થવાની પીએમ મોદીનો આ અનોખો અંદાજ છે. પીએમ મોદીની લોકપ્રિયતા અનેકગણી છે. તેમની આ લોકપ્રિયતાને કારણે જ તેઓ દરેક ચૂંટણી જીતતા આવ્યા છે. કોઈપણ રાજ્યમાં જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે ભાજપ પીએમ મોદીના ચહેરા પર જ ચૂંટણી લડે છે. કોર્પોરેશનની ચૂંટણીઓ હોય કે વિધાનસભાની ભાજપ હંમેશા પીએમના ચહેરા પર જ ચૂંટણી લડે છે.
Excitement among BJP workers as PM #NarendraModi holds a roadshow in #Ahmedabad#Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/vvQIMP9ZlW
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
રોડશોમાં ઉમટેલી ભીડે મોબાઈલ ટોર્ચ શરૂ કરી પીએમનું કર્યુ અભિવાદન
રોડ શોમાં ઉમટેલી જનમેદની તેમના મોબાઈલની ટોર્ચ શરૂ કરી પીએમનું અભિવાદન કરી રહ્યા છે. તો લોકો ફટાકડા પણ ફોડી રહ્યા છે. પીએમ મોદીની આ અનોખી સ્ટાઈલ છે. લોકો સાથે સંપર્ક સાધવાની. નરેન્દ્ર મોદી તેમના હોમ સ્ટેટ ગુજરાતમાં લોકોના હ્રદયમાં વસે છે. તેમની લોકપ્રિયતા કેટલી છે તેમની સાબિતી રોડ શોમાં ઉમટેલી આ જનમેદની આપી રહી છે. મોદીની આ લોકપ્રિયતા જ ભાજપની તાકાત છે.
-
પીએમ મોદીનો મેગા રોડ શો, અમદાવાદ બન્યુ મોદીમય
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો ચાલી રહ્યો છે. જેમા સમગ્ર અમદાવાદ મોદીમય બન્યુ છે. બાપુનગરમાં સરદાર પટેલની પ્રતિમાને પીએમએ તેમની કાર રોકી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ બાપુનગરથી રોડ શો આગળ વધ્યો છે. અત્યાર સુધીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ સૌથી મોટો રોડ શો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન જીલતા આગળ વધીર રહ્યા છે.
PM નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી#Ahmedabad #Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/qinfapwuDK
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
રોડ શો રૂટ પર વડાપ્રધાનને આવકારવા લોકો બન્યા આતુર, પીએમની કાર પર ફુલોની વર્ષા
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડો શો યોજાયો છે. આ રોડ શો રૂટ પર હજારોની સંખ્યાંમાં જનસાગર ઉમટી પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા લોકો આતુર બન્યા છે. જો કે હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે. લોકો પીએમની કાર પર ફુલોની વર્ષા કરી રહ્યા છે. સમગ્ર રોડ શો રૂટ પર રોડની બંને સાઈડ હજારોની સંખ્યામાં જન સમુદાય ઉમટી પડ્યો છે. પીએમના વધામણા માટે મહિલાઓ ગરબે રમતી પણ નજરે ચડી હતી.
LIVE: કર્ણાવતી મહાનગર ખાતે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની પુષ્પાંજલિ યાત્રા #गुजरात_बोले_भाजपा_फिरसे https://t.co/yPfSY7OCNu
— BJP Gujarat (@BJP4Gujarat) December 1, 2022
-
અમદાવાદના નરોડાથી પીએમનો રોડ શો શરૂ, રોડ શોના રૂટ પર 14 વિધાનસભા બેઠકોને આવરી લેવાશે
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીમો 32 કિલોમીટર લાંબો રોડ શો ચાલી રહ્યો છે. જેમા 14 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે
PM #NarendraModi 32-Km long roadshow starts in #Ahmedabad#Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/bxXH1TFU5A
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 32 કિલોમીટર લાંબો રોડ શો
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો છે. જેમા રોડ શો પહેલા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ સક્રિય બન્યુ છે અને ડ્રોનથી સતત નજર રાખી રહ્યુ છે.
-
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પ્રથમ તબક્કામાં 58% મતદાન નોંધાયુ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાયુ હતુ. જેમા 58 ટકા મતદાન નોંધાયુ છે.
-
લોકશાહીના મહાપર્વમાં ગીરસોમનાથના માધુપુર જાંબુરમાં સિદ્દી સમાજના લોકોએ કર્યુ મતદાન
ગીર સોમનાથના માધુપુર જાંબુરમાં સિદ્દી સમાજના લોકો માટે મતદાન મથકો પર યુનિક મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા.સિદ્દી પૂર્વ આફ્રિકન લોકોના વંશજ છે જેઓ 14મી અને 17મી સદી દરમિયાન ભારતમાં આવ્યા હતા અને હવે તેઓ અહીં રહે છે. તેઓ આજે અનોખા અંદાજમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા પહોંચ્યા હતા. માધુપુર જાંબુરમાં કુલ 3,481 મતદાતાઓ છે જેમાંથી 90 ટકા મતદાતા સિદ્દી સમાજના છે.
-
અમરેલી જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર મધ્યમ ગતિથી મતદાન, બપોરના 3 વાગ્યા સુધીમાં 41% મતદાન નોંધાયુ
અમરેલી જિલ્લાની 5 બેઠકો પર 41 ℅ મતદાન નોંધાયું, બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 41% મતદાન નોંધાયુ છે. ધારી બેઠક પર 40.68 % મતદાન, અમરેલી બેઠક પર 44.70%, લાઠી વિધાનસભા બેઠક પર 45.18 ટકા, સાવરકુંડલા વિધાનસભા બેઠક પર 41.54 % અને રાજુલા વિધાનસભા બેઠક પર 50.13 % મતદાન નોંધાયુ છે.
-
બોટાદ જિલ્લાની બંને બેઠક પર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 43.60% સરેરાશ મતદાન
બોટાદ જિલ્લાની બંને બેઠક પર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 43.60 % મતદાન નોંધાયુ છે. જેમા બોટાદ બેઠક પર 47.47% મતદાન, ગઢડા બેઠક પર 39.33% મતદાન નોંધાયુ છે. બોટાદ બેઠક પર 1,38,628 મતદાન થયું. ગઢડા બેઠક પર 1,03,771 મતદાન થયું.
-
નર્મદા જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 63.88 % સરેરાશ મતદાન
નર્મદા જિલ્લામાં 3 વાગ્યા સુધીમાં બંને બેઠકો પર 63.88 % મતાદન નોંધાયુ છે. નાંદોદમાં 61.59 % અને ડેડિયાપાડામાં 66.30 % મતદાન નોંધાયુ છે.
-
ગીરસોમનાથ જિલ્લામાં 3 વાગ્યા સુધીમાં 50.89% સરેરાશ મતદાન નોંધાયુ
ગીરસોમનાથ જિલ્લામાં 3 વાગ્યા સુધીમાં 50.89 % મતદાન થયુ છે. જેમા સોમનાથમાં 55.01%, કોડિનારમાં 49.34%, તાલાલામાં 49.34% ઉનામાં 49.46% સરેરાશ મતદાન થયુ છે.
-
કચ્છ જિલ્લાની 6 બેઠકો પર બપોરે 3 વાગ્યા સુધીમાં 45.45 % સરેરાશ મતદાન
કચ્છની 6 વિધાનસભા બેઠકો પર બપોરે 3 વાગ્યા સુધીમાં 45.45 ટકા મતદાન થયું, જેમા અબડાસામાં સૌથી વધારે 50.21% મતદાન થયુ છે. અંજાર વિધાનસભામાં 48.99 % મતદાન થયુ છે. જિલ્લામથક ભુજમાં મતદાન થયુ છે. જ્યારે પૂર્વ કચ્છના મુખ્ય મથક ગાંધીધામમાં 34.11 ટકા મતદાન નોંધાયુ છે તો માંડવી બેઠર પર 47.88 ટકા અને રાપરમાં 45.92 ટકા મતદાન નોંધાયુ છે.
-
પ્રથમ ત્રણ કલાકના મતદાનના આંકડા મુજબ સૌથી વધુ તાપીમાં 64.27% સરેરાશ મતદાન
પ્રથમ 3 કલાક ના મતદાનના આંકડા જોઈએ તો સૌથી વધુ તાપીમાં 64.27% અને સૌથી ઓછું જામનગર 42.26 ટકા મતદાન નોંધાયું છે.
પ્રથમ તબક્કામાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જિલ્લા પ્રમાણે મતદાન ની ટકાવારી 48.48 છે. જેમા જિલ્લા પ્રમાણે વિગતો જોઈએ તો
- અમરેલી 44.62
- ભરૂચ 55.45
- ભાવનગર 45.91
- બોટાદ 43.67
- ડાંગ 58.55
- દેવભૂમિ દ્વારકા 46.55
- ગીર સોમનાથ 50.89
- જામનગર 42.26
- જુનાગઢ 46.03
- કચ્છ 45.45
- મોરબી 53.75
- નર્મદા 63.88
- નવસારી 55.10
- પોરબંદર 43.12
- રાજકોટ 46.67
- સુરત 47.01
- સુરેન્દ્રનગર 48.60
- તાપી 64.27
- વલસાડ 53.49 ટકા સરેરાશ મતદાન નોંધાયુ છે.
-
ભરૂચ વિધાનસભાની 5 બેઠકોનું બપોરે 3 કલાક સુધી સરેરાશ 50.58% મતદાન
ભરૂચ વિધાનસભાની 5 બેઠકોનું બપોરે 3 કલાક સુધી સરેરાશ 50.58% મતદાન નોંધાયુ જેમા 42.78 ટકા, અંકલેશ્વરમાં 48.74 ટકા, વાગરામાં 48.30 ટકા, જંબુસરમાં 55.78 ટકા અને ઝઘડિયામાં ઝઘડિયા 59.44 મતદાન નોઁધાયુ છે.
-
ભાવનગરમાં સરેરાશ 45.91 ટકા મતદાન નોંધાયુ
ભાવનગર જિલ્લા વિધાનસભા મતદાર વિભાગમા સવારે 8:00 થી 3:00 વાગ્યા દરમિયાન જિલ્લાનુ સરેરાશ 45.41 % મતદાન નોંધાયુ છે.
-
મોરબીમાં બપોર ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 50.57 ટકા મતદાન
મોરબી માળિયા 65 માં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 50.57 ટકા મતદાન ,વાંકાનેર કુવાડવા 67 માં 54.82 ટકા અને ટંકારા પડધરી 66 માં 56.25 ટકા મતદાન. મોરબી જિલ્લામાં કુલ ત્રણ બેઠક પર 53.86 ટકા મતદાન.
-
પાલ ચિતરિયાની અંદર આદિવાસીઓએ અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા હતા- પીએમ મોદી
વડાપ્રધાને કહ્યુ માત્ર રાશન જેવી વ્યવસ્થામાં અમારે આટલા બધા સુધારા કરવા પડ્યા. વિકસીત ગુજરાત બનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ એટલુ જ મહત્વ છે. માળખાકીય સુવિધાઓ સુધારવાની દિશામાં કામ ચાલી રહ્યુ છે. પાલ ચિતરિયાની અંદર આદિવાસીઓએ અંગ્રેજોના દાંત ખાંટા કરી નાખ્યા હતા. જલિયાવાલા બાગ જેવી ઘટના એ હતી. પરંતુ કોંગ્રેસે ક્યારેય ક્યાંય ઈતિહાસમાં એમનો ઉલ્લેખ ન કર્યો. એ આદિવાસીઓનુ સ્મારક ભાજપની સરકારે બનાવ્યુ. એમના યોગદાનને કોંગ્રેસે ક્યારેય સ્વીકાર્યુ ન હતુ. ભાજપની સરકાર આ યોગદાનને સ્વીકારે છે.
-
કોંગ્રેસના શાસનમાં 4 કરોડ ભૂતિયા રાશન કાર્ડ હતા, તે બધા બંધ કર્યા- પીએમ મોદી
વડાપ્રધાને જણાવ્યુ કે 80 કરોડ લોકોને કોરોનાના ત્રણ વર્ષ દરમિયાન મફત અનાજ આપવાની વ્યવસ્થા કરી. ગરીબોના નામે પહેલાના જમાનામાં અનાજ આવતુ તો રસ્તામાં જ ભ્રષ્ટાચારીઓ ચાંઉ કરી જતા. આજે ટ્રકનો નંબરથી લઈને બધુ ટ્રેકિંગ થાય. આ બધા ગોરખધંધા બંધ થઈ ગયા એટલે બધાને મારી સાથે વાંકુ પડે છે. 20 કરોડ ફર્જી રાશન કાર્ડ રદ કર્યા છે. ભાજપ સરકારે રાશન કાર્ડને આધારકાર્ડ સાથે જોડ્યા. સાચા માણસને જે એના હક્કનું મળવુુ જોઈએ. તેના માટેના પ્રયાસો કર્યા. કોંગ્રેસના શાસનમાં 4 કરોડ ભૂતિયા રાશન કાર્ડ હતા, તે બધા બંધ કર્યા
-
કોંગ્રેસની સરકારે શહેરી ગરીબ કે નિમ્ન મધ્યમ વર્ગ માટે ક્યારેય કોઈ યોજના નહોંતી બનાવી- પીએમ મોદી
શહેરમાં ઘર બનાવવાની વ્યવસ્થા લાવ્યા છીએ, કોંગ્રેસની સરકારે શહેરી ગરીબ કે નિમ્ન મધ્યમ વર્ગ માટે ક્યારેય કોઈ યોજના નહોંતી બનાવી. સાબરકાંઠામાં 21000 કરતા વધારે ગરીબોના મકાનો બનાવ્યા છે. જેમા ગેસ કનેક્શન, વીજળી, શૌચાલય, મા યોજનાનું કાર્ડ, સહિતની તમામ સુવિધાઓ આપી છે.
-
10 લાખ બહેનોએ જનની શિશુ સુરક્ષાનો લાભ લીધો છે-પીએમ મોદી
વડાપ્રધાને કહ્યુ આયુષ્યમાન કાર્ડ યોજના દ્વારા 5 લાખ રૂપિયાની સહાય સરકાર આપી રહી છે. માતાઓની વેદના તમારો આ દિલ્હીમાં બેસેલો દીકરો દૂર કરે છે. ગમે તેવી માંદગીમાં કોઈપણ હોસ્પીટલમાં કાર્ડ લઈને જાઓ તો તમને સારવાર મળી રહે છે. અત્યાર સુધીમાં દેશમાં દેશમાં 4 કરોડ નાગરિકોએ આયુષ્યમાન કાર્ડનો લાભ લીધો છે. જેના દુ:ખના દિવસોમાં મોદી પહોંચી ગયા હોય તેમને માતાઓ-બહેનોના આશિર્વાદ મળે જ. 10 લાખ બહેનોએ જનની શિશુ સુરક્ષા યોજના હેઠળ લાભ લીધો છે.
-
ગુજરાત સરકારની જનની શિશુ સુરક્ષા યોજનાને કારણે શિશુ મૃત્યુદર ઘટ્યો- પીએમ મોદી
ગુજરાતમાં પશુપાલન વૈજ્ઞાનિક રીતે આગળ વધે, ગુજરાતમાં પશુ યુનિવર્સિટ બનાવી, નવી કૃષિ યુનિવર્સિટી બનાવી. આપમા ગુજરાતમાં બાલભોગ યોજના, ખિલખિલાટ યોજના આ બધી માતાઓ અને બાળકો માટે યોજનાઓ ચાલે છે. માતાની સુવાવડ સુરક્ષિત થાય તેના માટે જનની શિશુ સુરક્ષા યોજના ચલાવીએ છીએ. જેના કારણે બાળ મૃત્યુદર ખૂબ તેજીથી ઘટી રહ્યો છે. આ પ્રયોગ હવે આખા દેશમાં કરી રહ્યા છીએ.
-
ઉત્તર ગુજરાતમાં 20 વર્ષમાં 8 ગણી મગફળી પાકતી થઈ ગઈ- પીએમ મોદી
વડાપ્રધાને કહ્યુ ખેડૂતોએ મારી સૂક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈની વાત સ્વીકારી. 20 વર્ષમાં સાબરકાંઠામાં મગફળીની વાવણી બે ગણી થઈ ગઈ. સાબરકાંઠામાં મગફળી 8 ગણી પાકતી થઈ ગઈ. 20 વર્ષ પહેલા શાકભાજી બહુ ગણ્યાગાંઠ્યા ખેતરોમાં વવાતી હતા., આજે ત્રણ ગણા ખેતરોમાં શાકભાજીની વાવણી થાય છે. આ દિલ્હીના લોકો ગુજરાતના દૂધની ચા પીવે છે. આ દિલ્હીના લોકો ગુજરાતનું મીઠુ ખાય અને પાછા અહીં આવીને અપશબ્દો બોલીને નમક હલાલી કરે છે.
-
દરેક ગુજરાતીના દિલો દિમાગમાં ભાજપ માટે ભરોસો છે-પીએમ મોદી
આજે ગુજરાતના લોકના દિલ દિમાગમાં ભાજપ માટે એક ભરોસો છે. જ્યાં ભરોસો હોય ત્યાં ક્યારેય આશિર્વાદમાં ખોટ ન પડે. અને ગુજરાતે ક્યારેય આશિર્વાદ આપવામાં ખોટ રાખી નથી. 8 વર્ષ થયા તમે મને દિલ્હી મોકલ્યો અને તમે મને એક મિનિટ પણ છોડ્યો નથી. તમારો આ પ્રેમ, આશિર્વાદ મને નિત્ય નવી તાકાત આપે છે, નવી ઉર્જા આપે છે. સમસ્યાઓના સમાધાન શોધવામાં મદદરૂપ થાય છે.
-
હિંમતનગરમાં વિજય સંકલ્પ સંમેલનમાં પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
વડાપ્રધાને કહ્યુ વિકાસના માર્ગે જઈને આપણે વિકસીત ગુજરાત બનાવીએ. જ્યારે દિલમાં રાષ્ટ્રનીતિ હોય, દિલમાં રાષ્ટ્ર પરિવાર હોય, દિલમાં 125 કરોડની જનતા હોય ત્યારે અમારે માટે રાજનીતિ નહીં રાષ્ટ્રનીતિ એ જ સર્વોપરી છે.
-
ગીર સોમનાથ જિલ્લામાં બપોરના એક વાગ્યા સુધીમાં 35.99 ટકા સરેરાશ મતદાન
ગીર સોમનાથ જિલ્લામાં બપોરના એક વાગ્યા સુધીમાં 35.99 % સરેરાશ મતદાન થયું છે. જિલ્લામાં સૌથી વધુ મતદાન સોમનાથ સીટ પર 37.85 ટકા નોંધાયુ છે. જ્યારે કોડીનાર સીટ પર 35.11 મતદાન નોંધાયુ છે. તો તાલાલા બેઠક પર 35.28 ટકા મતદાન નોંધાયુ છે. ઉના 35.56 ટકા મતદાન નોંધાયુ છે.
-
ભરૂચ જીલ્લામાં બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ 35.40 % મતદાન
ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર બપોરે 1 વાગ્યા સુધીમાં 35.98 ટકા મતદાન નોંધાયુ છે. જેમા જંબુસર બેઠક પર 35.80, વાગરા બેઠક પર 35.90, ઝઘડિયા બેઠક પર 41.47 ટકા, ભરૂચ વિધાનસભા બેઠક પર 30.73 ટકા, અંકલેશ્વર વિધાનસભા બેઠક પર 33.82 ટકા મતદાન નોંધાયુ છે.
-
સુરેન્દ્રનગર જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધીમાં 34.18 % મતદાન નોંધાયુ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ રહ્યુ છે. જેમા બપોરે 1 વાગ્યા સુધીમાં જિલ્લામાં 34.18 ટકા મતદાન નોંધાયુ છે. જિલ્લામાં બપોર સુધીમાં સૌથી વધુ મતદાન ધ્રાંગધ્રા મતવિસ્તારમાં 36.86% ટકા અને સૌથી ઓછુ મતદાન વઢવાણ વિધાનસભા મતવિસ્તાર વિભાગમાં 30.92% નોંધાયુ છે. અન્ય વિધાનસભા મતવિસ્તાર જોઈએ તો 60 દસાડા વિધાનસભામાં 36.29 % ચોટિલા વિધાનસભા મતવિસ્તારમાં 33.71 ટકા, લીંબડી વિધાનસભા મતવિસ્તારમાં 33.21 ટકા મતદાનની ટકાવારી નોંધાઈ છે.
-
Morbi Voting Live : મોરબીમાં અલાયદુ મતદાન મથક બનાવાયું
મોરબીમાં અલાયદુ મતદાન મથક બનાવવામાં આવ્યુ છે. મોરબીની ઓળખ સમા સીરામીક ઉદ્યોગની થીમ પર મતદાન મથક મોડેલ બનાવાયું છે. મોરબીમાં સીરામીકથી તૈયાર થતી તમામ વસ્તુઓ ડિસ્પ્લેમાં મૂકાઈ છે. સીરામીક ઉદ્યોગનું પ્રદર્શન કરતું મોરબીનું એકમાત્ર મતદાન મથક છે.
-
Narmada Voting Live : ડેડીયાપાડા મતવિસ્તારમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો
નર્મદા જિલ્લામાં આદિવાસી અનામત બે બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. જો કે ડેડીયાપાડા મતવિસ્તારમાં આવતા સમોટ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. આ ગામના મતદાન કેન્દ્ર પર અત્યાર સુધીમાં એક પણ મત પડ્યો નથી. આ ગામમાં 1600 જેટલા મતદારો છે. તંત્રએ સમજાવવાની પણ કોશિશ કરી હતી. જો કે ગ્રામજનો એકના બે ન થયા.
-
Gujarat Election Voting Live : 1 વાગ્યા સુધીમાં 35 ટકા થયુ મતદાન
-
Bharuch Voting Live : અંકલેશ્વરમાં બે સગા ભાઈઓ સામ- સામે લડી રહ્યા છે ચૂંટણી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખરાખરીનો જંગ જામ્યો છે. અહીં બે સગા ભાઈઓ સામ સામે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપમાંથી ઈશ્વરસિંહ પટેલ મેદાને છે તો બીજી તરફ કૉંગ્રેસમાંથી વિજયસિંહ પટેલે મતદાન કર્યું છે. બંને ભાઈઓએ જીતનો વિશ્વસ વ્યક્ત કર્યો છે.
-
Rajkot Voting Live : ગોંડલના મતદારોમાં મતદાનને લઈ ઉત્સાહ
પ્રથમ તબક્કાના ચૂંટણીમાં અત્યાર સુધીમાં 35 ટકા મતદાન થયુ છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલના મતદારોમાં મતદાનને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Voters in Gondal of #Rajkot encourage voters to cast vote during #GujaratElections#Gujarat #TV9News pic.twitter.com/alfMZ7p9Vy
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Surendranagar Voting Live : ભાજપ ઉમેદવાર સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ
સુરેન્દ્રનગરમાં ભાજપ ઉમેદવાર જગદીશ મકવાણા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર જયેશ ચૌહાણે DSP અને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે .રતનપર વિસ્તારમાં ઉમેદવાર મતદાન મથક પર મતદારો સાથે ઢોલ લઈ પહોંચતા કાર્યવાહી કરવામાં આવી છે. ઢોલી પર રૂપિયા ઉડાવતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. જેને લઈને ભાજપ ઉમેદવાર જગદીશ મકવાણાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે.
-
Gujarat Election 2022 : ગુજરાતના લોકો ભોળા છે, પરંતુ મુર્ખ નથી – હર્ષ સંઘવી
ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે,બહારના લોકો આવીને ગુજરાતના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી. 8 તારીખે સુરતથી દિલ્હી કોણ કોણ જાય છે તે જોજો. ગુજરાતના લોકો ભોળા છે, પરંતુ મુર્ખ નથી.
Gujarat MoS (Home) Harsh Sanghavi lashes out at opposition ; ‘Outsiders can’t come and fool people of Gujarat’: Harsh Sanghavi#Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/amPmChNBe1
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Bhavnagar Voting Live : સીદસરમાં સખી મતદાન મથક બનાવાયુ
ભાવનગરના સીદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં સખી મતદાન મથક બનાવાયું. મહિલા મતદારોને આકર્ષવા માટે પિંક થીમ પર મતદાન મથક તૈયાર કરાયું. મતદાન કેન્દ્ર, મતદાન કેન્દ્ર બહાર કરાયેલી રંગાળી તેમજ ગુલાબી કલરની વિવિધ વસ્તુઓથી મતદાન મથકને સજાવયું હતું. એટલું જ નહીં મતદાન કેન્દ્ર પર હાજર મહિલા કર્મચારીઓ પણ ગુલાબી ડ્રેસમાં સજ્જ થઈને આવ્યા હતા.
-
Amreli Voting Live : શિયાળબેટ ગામમાં લોકશાહી પર્વનો અનેરો ઉત્સાહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં અમરેલીના શિયાળબેટ ગામમાં લોકોએ મતદાન કર્યું.
People cast their votes during the first phase of Gujarat Assembly elections, at Shiyalbet village in Amreli . #Gujarat #GujaratAssemblyPolls #GujaratElections2022 pic.twitter.com/Gko9nCZsWs
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Junagadh Voting Live : માણાવદરમાં EVM ખોટવાતા 30 મિનીટથી મતદાન બંધ
માણાવદરની એક સરકારી શાળામાં EVM ખોટવાતા 30 મિનીટથી મતદાન પ્રક્રિયા બંધ છે.
EVM stopped working since last 30 minutes in a government school in #Junagadh#Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/SeDUe2WCZq
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Morbi Voting Live : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 38.61 ટકા મતદાન થયું
મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર અત્યાર સુધીમાં 38.61 ટકા મતદાન થયું છે. જેમાં મોરબીમાં 36.23 ટકા, ટંકારા 40.81 ટકા અને વાંકાનેરમાં 39.10 ટકા મતદાન થયુ છે.
-
Jamnagar Voting Live : સાંસદ પૂનમ માડમે જામનગરમાં કર્યુ મતદાન
જામનગરમાં સાંસદ પૂનમ માડમે મતદાન કરીને પોતાની ફરજ લોકશાહી પરત્વેની નિભાવી સાથે જ મતદારોને પણ વધારેમાં વધારે મતદાન કરવા માટે અપીલ કરી હતી.
સાંસદ પૂનમ માડમે મતદાન કરીને પોતાની ફરજ લોકશાહી પરત્વેની નિભાવી સાથે જ મતદારોને પણ વધારેમાં વધારે મતદાન કરવા માટે અપીલ કરી હતી . #Jamnagar #Gujarat #GujaratAssemblyPolls #GujaratElections2022 pic.twitter.com/66jSqkXaDH
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Rajkot Voting Live : મતદાન દરમિયાન કિર્તિદાન ગઢવી પાસે ID પ્રુફ ન હોવાથી અટવાયા
રાજકોટમાં લોકગાયક કિર્તિદાન ગઢવી મતદાન કરવા પહોંચ્યા હતા. જો કે તેમની પાસે હાર્ડકોપીમાં ID પ્રુફ ન હોવાથી તેઓ અટવાયા હતા. તો બીજી તરફ કિર્તીદાન ગઢવીએ કરી ચૂંટણીપંચની નિંદા પણ કરી. ડીજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે મોબાઇલમાં સોફ્ટકોપી માન્ય ન રહેતી હોવાથી ચૂંટણી પંચને તેઓએ રજૂઆત કરી હતી. આપને જણાવી દઈએ કે, કિર્તીદાન ગઢવી મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
Folk singer Kirtidan Gadhvi criticized the election commission as he couldn’t cast his vote#Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/5rHl5rt0Ts
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Bhavnagar Voting Live : ભાવનગરમાં પરષોત્તમ સોલંકીએ મત આપ્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ભાવનગરમાં કોળી આગેવાન અને ભાજપના કદ્દાવર નેતા પરષોત્તમ સોલંકીએ મત આપ્યો. આ સાથે તેણે ભાજપ મહતમ બેઠકો જીતશે એવો દાવો પણ કર્યો.
-
Junagadh Voting Live : જુનાગઢમાં મતદાન દરમિયાન હોબાળો
જુનાગઢમાં મતદાન દરમિયાન હોબાળો થયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ ગેસ નો બાટલો લઈ મત આપવા આવતા વિરોધ થયો છે. મોંઘવારી જેવા અનેક મુદ્દાને ધ્યાને રાખી અમિત પટેલ મતદાન કરવા પહોંચ્યા હતા. સમગ્ર મામલો ધ્યાન આવતા સ્થાનિક પોલીસ પણ મતદાન મથકે દોડી આવી.
Ruckus during voting in #Junagadh as Congress city president goes for voting with Gas Cylinder#Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/ad0UjmBt2L
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Rajkot Voting Live : હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ કર્યું મતદાન
રાજકોટ જિલ્લામાં સવારથી મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ પણ મતદાન કર્યું છે. નાનામૌવા રોડ પર આવેલી શાળા નંબર 93 માં તેમણે મતદાન કર્યુ. આ સાથે તેણે ગુજરાતની જનતાને મતદાન કરવા પણ અપીલ કરી છે.
-
Surendranagar Voting Live : વઢવાણ બેઠક પર અત્યાર સુધી 25 ટકાથી વધુ મતદાન
સુરેન્દ્રનગરના વઢવાણ બેઠક પર અત્યાર સુધી 25 ટકાથી વધુ મતદાન થયુ છે. ભાજપ ઉમેદવાર જગદીશ સથવારાએ પણ મતદાન કર્યું છે. તો સાથે તેણે સુરેન્દ્રનગરની 5 બેઠક પર જીતનો દાવો પણ વ્યક્ત કર્યો. આપને જણાવી દઈએ કે, વર્ષ 2017માં માત્ર વઢવાણ બેઠક પર ભાજપને જીત મળી હતી. આ બેઠક પર ફરી ભાજપ જીતશે તેવો જગદીશ સથવારાને વિશ્વાસ છે.
-
જુનાગઢ મતદાન : AAP નેતા રેશમા પટેલે કર્યું મતદાન
જુનાગઢમાં સવારથી જ મતદારોમાં લોકશાહીના પર્વને લઈ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બેબીલેન્ડ સ્કૂલ ખાતે AAP ના નેતા રેશમા પટેલે ઝાડૂ લઈને મતદાન કર્યું હતુ. આ દરમિયાન તેણે કહ્યું કે, “ભ્રષ્ટાચારના કચરાને સાફ કરવા લોકોને મતદાન માટે અપીલ કરી”.
-
Gujarat Election 2022 : જેટલો કાદવ ઉછાળશો, એટલું કમળ વધુ ખીલશે – PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. કલોલમાં સંબોધન કરતા કોંગ્રેસને આડે હાથ લીધી, તેમણે કહ્યુ કે, જેટલો કાદવ ઉછાળશો, એટલું કમળ વધુ ખીલશે. તો વધુમાં મલ્લિકાર્જૂન ખડગેના રાવણ નિવેદન પર કહ્યું કે, તેમને ખબર નથી આ રામની ભૂમિ છે. આ કોંગ્રેસ પાર્ટી અયોધ્યામાં રામમંદિરમાં પણ વિશ્વાસ નથી. એવી પાર્ટી મને ગાળો આપવા માટે રામાયણમાંથી રાવણ લયાવી.
-
Bhavnagar Voting Live : પાલિતાણામાં ભાજપ અને AAP ના કાર્યકરો વચ્ચે મારામારી
પાલિતાણામાં ભાજપ અને AAP ના કાર્યકરો વચ્ચે મારામારીના સમાચાર મળી રહ્યા છે. વણકરવાસ વિસ્તારમાં મતદાન સમયે મારામારીના દ્રશ્યો સામે આવ્યો છે.
-
Rajkot Voting Live : ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કર્યું મતદાન
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે રાજકોટમાં મતદાન કર્યું. તેમણે કહ્યું કે, રમેશભાઈની વિચારધારા ભાજપ સાથે જોડાયેલી હતી, હું તમામ સમાજના વિકાસની આશા રાખું છું.
Rameshhbai’s ideology was connected to BJP, I just hope for all samajs’ development: Khodaldham Chief Naresh Patel #GujaratElections2022 #GujaratAssemblyPolls #TV9News pic.twitter.com/2mWg9ooptq
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Surat Voting Live : અલ્પેશ કથિરીયાએ કુમાર કાનાણીના લીધા આશીર્વાદ
સુરતમાં અલ્પેશ કથિરીયાએ કુમાર કાનાણીના આશીર્વાદ લીધા. તેમણે કહ્યું કે, “કાકા જીતશે તો હું ખભે બેસાડીને કરીશ ઉજવણી”. આપને જણાવી દઈએ કે, મતદાન સમયે અલ્પેશ કથિરીયાએ કુમાર કાનાણીના આશીર્વાદ લીધા હતા.
-
Gujarat Election 2022 : દિલીપ સંઘાણીએ લોકશાહીના પર્વ પર હાર્દિક પટેલને સલાહ આપી
ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ લોકશાહીના પર્વ પર હાર્દિક પટેલને સલાહ આપી છે. અમરેલીમાં મતદાન સમયે કહ્યું, હાર્દિક ભાજપની વિચારધારાને વળગી રહેશે તો ફાયદો થશે. નહીં તો નુકસાન થશે. ભાજપની વિચારધારા સાથે નહી જોડાય તો સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે. ભાજપની વિચારધારા સ્વીકારીને ભાજપે હાર્દિકને સભ્ય બનાવ્યો છે. આંદોલનની નહીં. વધુમાં કહ્યું, ભાજપમાં વાલીયો લૂંટારો આવે તો પણ વાલ્મિકી બની જાય છે.તો ભાજપનું ભવિષ્ય સારું છે. તો હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધાર રાખે છે.
-
Jamkhambhaliya Election Live : ભાજપના સાંસદ પરિમલ નથવાણીએ મતદાન કર્યું
ભાજપના સાંસદ પરિમલ નથવાણીએ ચૂંટણીના પ્રથમ તબક્કામાં જામખંભાળિયાના મતદાન મથકમાં મતદાન કર્યું.
BJP MP Parimal Nathwani casts his vote in the first phase of elections in the polling station of Jamkhambhaliya, #GujaratElections2022@mpparimal #GujaratAssemblyPolls #GujaratElections #TV9News pic.twitter.com/tzuhDYUkRK
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Surat Voting Live : કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે સુરતમાં મતદાન કર્યું
કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે સુરતમાં મતદાન કર્યું. તેમણે કહ્યું કે, રાજ્યમાં લોકો ડબલ એન્જિનવાળી સરકાર માટે મતદાન કરી રહ્યા છે. દરેક સમુદાયના લોકો મતદાન કરી રહ્યા છે અને અમે સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવીશું.
#GujaratElections2022 | Union minister Darshana Jardosh casts vote in #Surat. She says “People are voting for double-engine govt in the state. People from every community have been voting and we’ll be forming govt with an absolute majority.” #Gujarat #GujaratAssemblyPolls pic.twitter.com/vvSactdn18
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Bharuch Voting Live : ભરૂચના સાંસદ મનસુખભાઈએ પરિવાર સાથે મતદાન કર્યું
ભરૂચના સાંસદ મનસુખભાઈએ રાજપીપળામાં પરિવાર સાથે મતદાન કર્યું.
#Bharuch MP @MansukhbhaiMp casts his vote with family in #Rajpipla #GujaratAssemblyPolls #GujaratElections #GujaratElections2022 #TV9News pic.twitter.com/StiZsNteLv
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Dang Voting Live : ડાંગના આહવામાં મતદાન બુથ ખાલીખમ જોવા મળ્યા
ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન સમયે ડાંગના આહવામાં લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. મોટીદબાસ ગામે પુલ અને રસ્તાની માગને લઈ લોકોએ રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવ્યા હતા. મતદાન બુથ પર એક પણ મતદાર મતદાન કરવા ન જતા બુથ ખાલી જોવા મળ્યા હતા. પોલીસની સમજાવટ બાદ પણ લોકો મતદાન માટે તૈયાર નહોતા થયા અને પોતાની માગને લઈ અડગ રહ્યા હતા.
-
Surat Voting Live : લાઈટ બંધ થતા મતદાન પણ બંધ, કોંગ્રેસના નેતા અસદ કલ્યાણી ધરણા પર બેઠા
સુરતની ઉત્તર વિધાનસભા બેગમપુરા વિરમગામી મહોલ્લાની શાળામા લાઈટ જતા વોટિંગ બંધ થયુ છે. લાંબી લાઈનોમાં ઉભેલા મતદારો મતદાન કર્યા વગર જ પાછા ફર્યા. જેને પગલે કોંગ્રેસના નેતા અસદ કલ્યાણી ધરણા પર બેઠા છે.
-
Navsari Voting Live : બારડોલીમાં ભાજપના ઉમેદવાર ઈશ્વર પરમારે કર્યું મતદાન
સુરતના બારડોલીમાં ભાજપના ઉમેદવાર ઈશ્વર પરમારે મતદાન કર્યું છે. તેમણે મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. આ તરફ સુરત જિલ્લાની મહુવા બેઠકના ઉમેદવાર મોહન ઢોડિયા અને માંડવી બેઠક ઉમેદવાર કુંવરજી હળપતિએ પણ મતદાન કર્યું હતું. બારડોલી બેઠક પર 273 જેટલા પોલીંગ બુથ છે. જે તમામ બુથ પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. તમામ બુથો પર 30 જેટલા ઝોનલ અને આસિસ્ટન્ટ ઓફિસરોને તૈનાત રખાયા છે. સાથે જ પોલીસ અધિકારીઓ મળીને 2 હજાર જેટલા અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
-
Valsad Voting Live : ઉમરગામમાં ઈકોફ્રેન્ડલી મતદાન મથક બનાવાયું
વલસાડના ઉમરગામમાં ઈકોફ્રેન્ડલી મતદાન મથક બનાવાયું. મતદારોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તેવો હેતુથી ગ્રીન બુથ બનાવવામાં આવ્યું. બુથને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું…સમગ્ર પરિસરમાં ફુલના કુંડા અને ફુલથી રંગોળી બનાવવામાં આવી હતી.
-
Dwarka Voting Live Updates : દ્વારકામાં પબુભા માણેકે કર્યું મતદાન
દ્વારકામાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકે મતદાન કર્યું છે. આપને જણાવી દઈએ કે, ભાજપના ઉમેદવાર પબુભા માણેક જેઓ સતત સાત ટર્મથી ચૂંટાઈને આવે છે. આ દરમિયાન પબુભા માણેકે કહ્યું કે, લોકો દરેક જ્ઞાતિના તેમને દર વખતે હર હંમેશ મતદાન કરી ચૂકી અને જંગી બહુમતીથી જીતાડે છે.
-
Amreli Voting Live : સાવરકુંડલામાં લોકશાહી પર્વની ભવ્ય ઉજવણી
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં લોકશાહી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસૂરીયા પરિવાર સાથે મતદાન કર્યુ.પાનસૂરીયા પરિવારે સાફા બાંધી ઢોલ સાથે મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. લોકશાહીના પર્વને મતદાન કરીને ઉજવણી કરવાનું આહ્વાન કર્યું.
-
ગુજરાત ઈલેક્શન 2022 વોટિંગ : મતદાનને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ
સવારથી જ મતદાનને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન કેન્દ્રો બહાર હાલ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.
People wait in a queue to cast their votes during the first the phase of #GujaratAssemblyElections#Surendranagar #GujaratElections2022 #TV9News pic.twitter.com/FahTTNLvuq
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Kutch Voting Live : ગાંધીધામ બેઠકના ભાજપ ઉમેદવાર માલતી મહેશ્વરીએ કર્યું મતદાન
કચ્છની ગાંધીધામ બેઠકના ભાજપના મહિલા ઉમેદવાર માલતી મહેશ્વરીએ પોતાના જન્મ દિવસની ઉજવણી સાથે લોકશાહીના પર્વની ઉજવણી કરી. તેમણે કેક કાપી ગાંધીધામ મતદાન મથકમાં મતદાન કર્યું. આ સાથે માલતી મહેશ્વરીએ લોકોને મતદાન કરવા અપીલ કરી છે.
-
Gujarat Election Voting : અત્યાર સુધી સરેરાશ 19 ટકા મતદાન થયુ
પ્રથમ તબક્કાના મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહનો માહોલ. અત્યાર સુધી સરેરાશ 19 ટકા મતદાન થયુ. મતદાન કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી રહી છે. જેમાં તાપીમાં સૌથી વધુ 26.47 ટકા મતદાન થયુ છે.
-
Rajkot Voting Live : AAP ઉમેદવાર દિનેશ જોષી સાયકલ પર સવાર થઈ મતદાન કરવા પહોંચ્યા
રાજકોટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે મતદાનની સાથે-સાથે અનોખી રીતે મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો છે. રાજકોટની હાઈપ્રોફાઈલ ગણાતી પશ્ચિમ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ જોષી સાયકલ પર મતદાન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સાયકલની આગળ તેલનો ડબ્બો અને સાયકલની પાછળ ગેસનો બાટલો લઈને મતદાન કરવા પહોંચ્યા હતા.
-
Bhavnagar Voting Live : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાનો મત આપ્યો
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લાના હનોલ ગામમાં તેમનો મત આપ્યો.
Union Health minister Mansukh Mandaviya interacts with villagers, before casting his vote, in Hanol village in #Bhavnagar district. #GujaratElections2022 | #GujaratAssemblyPolls #Gujarat pic.twitter.com/rjHc0PskeL
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Gujarat Election Voting : કથાકાર મોરારીબાપુએ ભાવનગર ખાતે કર્યું મતદાન
ભાવનગરના મહુવામાં કથાકાર મોરારી બાપુએ મતદાન કર્યું. તલગાજરડાની કેન્દ્રવતી શાળામાં બુથ નંબર 2 પર મોરારીબાપુએ પોતાના મતધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ કહ્યું, લોકશાહીમાં મતદાનને મહાદાન ગણવામાં આવે છે. માટે મોરારીબાપુએ તલગાજરડા અને રાજયના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી હતી.
પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ ભાવનગર ખાતે કર્યું મતદાન . #Gujarat #Bhavnagar #GujaratAssemblyPolls #GujaratElections2022 pic.twitter.com/TmwGY2NrBj
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Navsari Voting Live : ભાજપના ઉમેદવાર પિયુષ પટેલે મતદાન કર્યું
ભાજપના ઉમેદવાર પિયુષ પટેલે મતદાન કર્યું હતું. મહત્વનું છે કે, ચૂંટણી પહેલા ઉમેદવાર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો.
BJP candidate Piyush Patel cast his vote. The candidate was allegedly attacked ahead of the polls #Gujarat #GujaratAssemblyPolls #GujaratElections2022 #TV9News pic.twitter.com/ho6B85sssc
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Rajkot Voting Live : રાજકોટના રાજવી માંધાતાસિંહે કર્યું મતદાન
રાજકોટના રાજવી માંધાતાસિંહે મતદાન કર્યું. વિન્ટેજ કારમાં પરિવાર સાથે તેઓ મતદાન મથક પહોંચ્યા.
Mandhatasinh Jadeja Thakor Saheb and Kadambari Devi – members of the erstwhile royal family in Rajkot cast their votes today in the first phase of #GujaratElection2022 . They arrived at the polling station in a vintage car.#GujaratAssemblyPolls #GujaratElections2022 pic.twitter.com/KYvoHdH2tC
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Surat Voting Live : સુરતમાં મેયર સાયકલ પર મતદાન કરવા નિકળ્યા
સુરતમાં મેયર સાયકલ પર મતદાન કરવા માટે નિકળ્યા. ‘છે આ સૌની જવાબદારી, મત આપે સૌ નર નારી’ ના સૂત્ર સાથે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, હું રાજ્યના તમામ લોકોને અપીલ કરુ છું કે, લોકો સહપરિવાર પોતાના બુથ પર જઈને મતાધિકારનો ઉપયોગ કરે.
-
Gujarat Election Voting : ચૂંટણી પંચના અધિકારીઓ મતદાન મથકો પર રાખી રહ્યા છે કડક તકેદારી
ગાંધીનગરમાં ચૂંટણી પંચના અધિકારીઓ વેબ-કાસ્ટિંગ રૂમમાંથી કડક તકેદારી રાખી રહ્યા છે.
LIVE: Election Commission officials keeping a strong vigil from the Web-casting room set up in #Gandhinagar #Gujarat #GujaratAssemblyPolls #GujaratElections2022 #TV9News pic.twitter.com/88YpynCt3V
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Rajkot Voting Live : રીબડામાં કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો અનિરુધ્ધસિંહનો આક્ષેપ
રીબડામાં કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો અનિરુધ્ધસિંહે આક્ષેપ લગાવ્યો છે. તો સાથે જ 80 વર્ષથી વધુ ઉંમરના વુદ્ધોને ઘરેથી મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા ન હોવાનુ પણ તેમણે જણાવ્યુ છે.
-
Gujarat election live update : રાજકોટમાં વજુભાઈ વાળાએ કર્યું મતદાન
ગુજરાત ઈલેક્શન 2022 વોટિંગ : કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું.
Former governor of #Karnataka Vajubhai Vala shows his finger marked with indelible ink after casting his vote during the first phase of Gujarat Assembly elections, in #Rajkot . #Gujarat #GujaratAssemblyPolls #GujaratElections2022 pic.twitter.com/fdPrsx9cuC
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Surat Voting Live : સાળંગપુરના મહંત હરિ પ્રકાશદાસજી મતદાન કરવા પહોંચ્યા
સાળંગપુરના મહંત હરિ પ્રકાશદાસજી મતદાન કરવા સુરત પહોંચ્યા છે.
સુરત : સાળંગપુરના મહંત હરિ પ્રકાશદાસજી મતદાન કરવા પહોંચ્યા. #Surat #Gujarat #GujaratAssemblyPolls #GujaratElections2022 pic.twitter.com/an63tu9nBk
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Rajkot voting Live : કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ધોરાજીમાં કર્યું મતદાન
રાજકોટના ધોરાજીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યુ છે. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ આદર્શ સ્કૂલમાં મતદાન કર્યું છે. કોંગી નેતાએ કહ્યું કે, ઉપલેટા અને ધોરાજીમાં 65 ટકાથી વધુ મતદાન થશે. તો સાથે લલિત વસોયાએ લોકોને મતદાન કરવા પણ અપીલ કરી.
-
Rajkot Voting Live : માલધારી સમાજના અગ્રણી અનોખી રીતે મતદાન મથક પર પહોંચ્યા
મતદાનના અવનવા રંગો જોવા મળી રહ્યા છે, ત્યારે રાજકોટમાં માલધારી સમાજના અગ્રણી અને કોંગ્રેસના નેતા રણજીત મુંઘવા વિરોધ સાથે અનોખી રીતે મતદાન કરવા પહોંચ્યા.
Unique Voting: Dressed in traditional clothes, Maldhari samaj leader on way to the polling booth with his Livestock#Rajkot #GujaratAssemblyPolls #GujaratElections2022 #TV9News pic.twitter.com/HFYH1efStm
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Kutch Voting Election : વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ ભૂજમાં મતદાન કર્યુ
ભૂજમાં વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ પરિવાર સાથે મતદાન કર્યુ. તો સાથે લોકશાહીના પર્વમા લોકોને જોડાવવા માટે પણ અપીલ કરી.
#Gujarat Assembly Speaker Nimaben Acharya casts her vote for the first phase of #GujaratElections2022, at a polling station in #Bhuj. #GujaratAssemblyPolls pic.twitter.com/u3ZoBl38Bx
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Porbandar Voting Live : ભાજપ ઉમેદવાર બાબુ બોખીરિયાએ કર્યું મતદાન
પોરબંદરમાં ભાજપ ઉમેદવાર બાબુ બોખીરિયાએ મતદાન કર્યું. રૂપાળીબા કન્યા શાળામાં પરિવાર સાથે તેમણે મતદાન કર્યું. આપને જણાવી દઈએ કે તેની સાથે બહોળી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો પણ જોડાયા હતા.
-
Gujarat 1 Phase Voting Live : મતદાનને લઈ ભરૂચવાસીઓમાં પણ ઉત્સાહનો માહોલ
પ્રથમ તબક્કાના મતદાનને લઈ ભરૂચવાસીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં સવારથી જ મતદારોની લાંબી કતારો લાગી છે, તો વરિષ્ઠ નાગરિકો પણ મતદાન મથક પર પહોંચી રહ્યા છે.
Senior citizens cast their vote at a polling booth in #Bharuch amid the first phase of polling that’s underway in the state. #GujaratAssemblyPolls #GujaratElections2022 #Gujarat pic.twitter.com/5vNzOseI6n
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Bharuch Voting Live : ઝઘડિયાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ મતદાન કર્યું
ભરૂચમાં ઝઘડિયાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ મતદાન કર્યું. આપને જણાવી દઈએ કે, ધારોલી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
-
Bharuch Voting Live : કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રીએ અંકલેશ્વરમાં મતદાન કર્યું
કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ભરૂચના અંકલેશ્વરમાં મતદાન કર્યું.
Mumtaz Patel, daughter of late senior #Congress leader Ahmed Patel casts her vote at a polling booth in #Ankleshwar, #Bharuch. #Gujarat #GujaratElection2022 #GujaratAssemblyPolls pic.twitter.com/c6IeJAyqdZ
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Amreli Voting Live : અમરેલીમાં લગ્ન પહેલા વરરાજા પોતાનો મત આપવા પહોંચ્યા
અમરેલીમાં લગ્ન પહેલા વરરાજા પોતાનો મત આપવા પહોંચ્યા હતા.
Dressed up groom reached to cast his vote ahead of the wedding procession in #Amreli#GujaratElections #GujaratAssemblyPolls2022 #TV9News pic.twitter.com/vvuxWSN5s5
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Jamnagar Voting Live : પાર્ટીની બાબતો કૌટુંબિક બાબતોથી અલગ હોય – રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અને ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાના સસરા અનિરુદ્ધસિંહ જાડેજાએ મતદાન કર્યું. સાથે જ કહ્યું કે, પાર્ટીની બાબતો કૌટુંબિક બાબતોથી અલગ હોય છે. અમારે અમારી પાર્ટી સાથે રહેવું જોઈએ, કોઈ પારિવારિક સમસ્યા નથી.
Party matters are different from family matters. We should stay with our party, no family problem: Anirudhsinh Jadeja, cricketer Ravindra Jadeja’s father & BJP’s @RivabaJadeja‘s father-in-law#GujaratElections #GujaratAssemblyPolls2022 #TV9News pic.twitter.com/9WpQbB5a1I
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Una Voting Live : ઉનામાં એક જ મતદાર માટે મતદાન મથક ઉભુ કરાયુ
ઉનામાં એક જ મતદાર માટે મતદાન મથક ઉભુ કરાયુ છે. તો સાથે જ મતદાન અધિકારીઓ પણ ફરજ પર મુકાયા છે.
#GirSomnath: Polling officials at a polling booth set up for a single voter in the Una constituency during the first phase of Gujarat Assembly elections. #Gujarat #GujaratAssemblyPolls #GujaratElections2022 pic.twitter.com/bLbyBE9M5j
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Gujarat Election Live Updates : 10 વાગ્યા સુધીમાં અંદાજિત 9 ટકા થયુ મતદાન
ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં 10 વાગ્યા સુધીમાં અંદાજિત 9 ટકા મતદાન થયુ છે.
9% voter turnout recorded till 10 AM in the first phase of #GujaratElections2022#Gujarat #TV9News pic.twitter.com/tn7o2FEzVi
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Porbandar Voting Live : અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં મતદાન કર્યું
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં મતદાન કર્યું.
#Congress ‘ Arjun Modhwadia cast his vote in #Porbandar. #Gujarat #GujaratAssemblyPolls pic.twitter.com/lqOullXaSN
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Gujarat Election 1 Phase Voting : નર્મદા અને સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ઉત્સાહ
નર્મદા અને સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં મતદાનને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Voters enthusiastic at rural areas in #Narmada & #Surendranagar
#GujaratElections#GujaratAssemblyPolls2022 #Gujarat #TV9News pic.twitter.com/fK7kAI7I7H
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Surat Voting Live : કેબિનેટ મંત્રી પૂર્ણશ મોદીએ સુરતમાં મતદાન કર્યું
ગુજરાતના કેબિનેટ મંત્રી પૂર્ણશ મોદીએ સુરતમાં મતદાન કર્યું.
#Gujarat cabinet minister @purneshmodi casts his vote at a polling booth in #Surat in the first phase of #GujaratAssemblyPolls . pic.twitter.com/MCY7Ib4bRk
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Junagadh Voting Live : મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખી પહેલ
જૂનાગઢમાં મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.
જૂનાગઢ : મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખી પહેલ, પશુઓની પ્રાથમિક સારવાર અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન, લોકો પોતાના પશુ સાથે મતદાન કરવા પહોંચ્યા. #Junagadh #Gujarat #GujaratAssemblyPolls pic.twitter.com/2UoCSOf16X
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Rajkot Voting Live : ગોંડલમાં ભાજપના ઉમેદવાર ગીતાબાએ કર્યું મતદાન
રાજકોટમાં ગોંડલમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યુ છે. ભાજપના ઉમેદવાર ગીતાબાએ સ્વામિનારાયણ ગુરૂકુળમાં મતદાન કર્યું. તો સાથે વધુમાં વધુ મતદાન માટે ગીતાબાએ અપીલ કરી છે.
-
Surat Voting Live : હર્ષ સંઘવીએ લોકશાહીના તહેવારની ઉજવણી કરવા અપીલ કરી
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં મતદાન કર્યું. સાથે ગુજરાતની જનતાને લોકશાહીના તહેવારની ઉજવણી કરવા અપીલ કરી છે.
I appeal Janta of #Gujarat to celebrate the festival of democracy today: #Gujarat MoS (Home) @sanghaviharsh #GujaratElections #GujaratAssemblyPolls2022 #TV9News pic.twitter.com/deiG2JK2Sy
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Gujarat Election 2022 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતની જનતાને વોટ કરવા અપીલ કરી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાને વોટ કરવાની અપીલ કરી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ગુજરાતના સાત કરોડ લોકો પરિવર્તન માટે એક થયા છે.મતદાનમાં ભાગ લેવો એ લોકશાહીનો આત્મા છે.આ વખતે ગુજરાતમાં પ્રથમવાર મતદાન કરી રહેલા યુવા મિત્રોનું ખૂબ સ્વાગત છે.
गुजरात की 7 करोड़ जनता परिवर्तन के लिए एकजुट है।
मतदान में भागीदारी लोकतंत्र की आत्मा होती है।
इस बार गुजरात में पहली बार वोट डाल रहे युवा साथियों का बहुत-बहुत स्वागत।
લોકશાહીના આ પર્વને વધુમાં વધુ મતદાન કરીને સફળ બનાવવા ગુજરાતની જનતાને અપીલ છે.
— Mallikarjun Kharge (@kharge) December 1, 2022
-
Gujarat Election 2022 : રાજ્યમાં ભાજપની સરકાર બનશે- નાણામંત્રી કનુ દેસાઈ
વલસાડમાં ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે અને રાજ્યની જનતાએ ભાજપને મત આપવાનું નક્કી કર્યું છે. લોકોને ભાજપમાં વિશ્વાસ છે અને રાજ્યમાં આગળ વિકાસ થશે. રાજ્યમાં ભાજપની સરકાર બનશે.
#GujaratElections2022 | Valsad: Gujarat has been progressing and the people of the state have decided to vote for the BJP. People have trust in BJP and there’ll be development further in the state. BJP will form the govt in the state: Gujarat Finance minister Kanubhai Desai pic.twitter.com/ODTOLFgRFy
— ANI (@ANI) December 1, 2022
-
Morbi Voting Live : મોરબી ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ કર્યું મતદાન
મોરબી ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ પરિવાર સાથે મતદાન કર્યું.
#Morbi BJP candidate @Kanti_amrutiya casts his vote with family, #GujaratElections#GujaratAssemblyPolls2022 #Gujarat #TV9News pic.twitter.com/G3I1rKzmja
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Gujarat Election Voting Live Updates : પ્રથમ કલાકમાં અંદાજિત 5 ટકા થયુ મતદાન
ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનને લઈ લોકોમાં હાલ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રથમ કલાકમાં અંદાજિત 5 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ જિલ્લામાં થયું મતદાન ડાંગ માં 7.76 ટકા તો સૌથી ઓછું જિલ્લામાં થયું મતદાન ભરૂચમાં 3.44 ટકા થયુ છે. જો જિલ્લા મુજબ વાત કરીએ તો…
-
Rajkot Voting Live : રાજકોટ પશ્વિમ બેઠકના ભાજપના ઉમેદવાર દર્શિતા શાહે કર્યુ મતદાન
લોકશાહીના પર્વમાં મતદારોમાં હાલ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ પશ્વિમ બેઠકના ભાજપના ઉમેદવાર દર્શિતા શાહે મતદાન કર્યું છે.
-
Navsari Voting Live : વાંસદા કોંગ્રેસના ઉમેદવાર અનંતકુમાર પટેલે કર્યું મતદાન
નવસારી જિલ્લામાં મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે. વાંસદા કોંગ્રેસના ઉમેદવાર અનંતકુમાર પટેલે પણ મતદાન કર્યું.
‘Voters seem quite enthusiastic’ Vansda #Congress candidate Anantkumar Patel reached to cast his vote for the first phase of #GujaratElections2022#GujaratAssemblyPolls #Gujarat #TV9News pic.twitter.com/Zb67ynpKt0
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Rajkot Voting Live : ગોંડલની શાળા નં- 5માં EVM ખોટવાયું
રાજકોટના ગોંડલની શાળા નં-5માં EVM ખોટવાયું છે. બુથ નંબર 135 માં EVM ખોટવાતા મતદારો પરેશાન થયા છે. તો સાથે જ EVM ખોટવાતા મતદારોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
-
Gujarat Election 2022 Voting : ઉમરગામમાં 100 વર્ષીય કમુબેન પટેલે મતદાન કર્યું
વલસાડના ઉમરગામમાં 100 વર્ષીય કમુબેન લાલાભાઈ પટેલે આજે પ્રથમ તબક્કામાં મતદાન કર્યું હતું.
100-year-old Kamuben Lalabhai Patel cast her vote in #Umargam today, in the first phase of #GujaratElections2022 . #Valsad #Gujarat pic.twitter.com/psv1wwEjgy
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Valsad Voting Live : વલસાડમાં EVM બંધ થતા મતદાન અટક્યુ
વલસાડના રેલવે યાર્ડમાં આવેલા મતદાન બુથમાં EVM બંધ થતા મતદાન અટક્યુ છે.
-
Surat Voting live : ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરતમાં કર્યું મતદાન
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સુરતમાં મતદાન કર્યું છેે.
#Gujarat BJP chief @CRPaatil casts his vote for the first phase of #GujaratElections at a polling station in #Surat. #GujaratAssemblyPolls | #GujaratElections2022 pic.twitter.com/Eprp7XYSbN
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Gujarat Election Voting Live Updates : પ્રથમ કલાકમાં અંદાજે 5 ટકા થયુ મતદાન
સવારે 8 વાગ્યાથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયુ છે.પ્રથમ કલાકમાં અંદાજે 5 ટકા મતદાન થયુ છે.
Approximately 5% of votes recorded in the first hour of the first phase of #GujaratAssemblyPolls#TV9News pic.twitter.com/vBXszxdAXC
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Rajkot Election Live : જયેશ રાદડિયાએ રાજકોટમાં કર્યું મતદાન
ભાજપ ઉમેદવાર જયેશ રાદડિયાએ રાજકોટના મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
Jetpur MLA @ijayeshradadiya casts his vote for the first phase of #GujaratElections at a polling station in #Rajkot #GujaratAssemblyPolls #Gujarat #TV9News pic.twitter.com/n27XsOT7ue
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Surat Voting live : સુરતમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ ફેલાવી
સુરતમાં સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાન જાગૃતિ ફેલાવી.
Students of Swaminarayan Gurukul spread voting awareness for Gujarat Assembly elections, in #Surat. #Gujarat #GujaratAssemblyPolls pic.twitter.com/SAR0Q83Yn8
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Gujarat Election 1 Phase Voting : 1274 બૂથ સંપૂર્ણ રીતે મહિલા સંચાલિત
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું છે કે, 182 થી વધુ મતદાન મથકો PWD કર્મચારીઓ દ્વારા સંચાલિત છે. તેવી જ રીતે તમામ મહિલા કર્મચારીઓ 1,274 બૂથ પર હાજર છે. ગુજરાતમાં 4 લાખ PWD મતદારો અને 9.8 લાખ વરિષ્ઠ નાગરિક મતદારો છે.
-
Gujarat Election 2022 : ચૂંટણીને લઈ લોકશાહી થીમ પર રંગોળી કરાઈ
લોકશાહીના પર્વને લઈ મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી પર લોકશાહી થીમ પર રંગોળી તૈયાર કરવામાં આવી છે.
ગાંધીનગર : મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી પર ચૂંટણી લઇ અવસર લોકશાહી થીમ પર રંગોળી કરાઈ, મુખ્ય ચૂંટણી કમિશનર ઓફિસર શણગારવામાં આવી છે . #Gandhinagar #Gujarat #GujaratAssemblyPolls pic.twitter.com/pfTMfmYUny
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Gujarat Election 1 Phase Voting : મતદાન માટે સવારથી જ મતદારોની લાંબી કતારો લાગી
ગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. 2 કરોડથી વધુ મતદારો કુલ 788 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
-
Gujarat Election Voting : રાહુલ ગાંધીએ મતદારોને કરી અપીલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી મતદારોને અપીલ કરી છે, તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનોને અપીલ છે કે વોટ કરો. ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે, મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકશાહીના આ તહેવારને સફળ બનાવો. કોંગ્રેસ આવે છે.
गुजरात के सभी भाई बहनों से अपील है, वोट करें…
रोज़गार के लिए सस्ते गैस सिलेंडर के लिए किसानों की कर्ज़ा माफी के लिए
गुजरात के प्रगतिशील भविष्य के लिए, भारी संख्या में मतदान करें और लोकतंत्र के इस पर्व को सफल बनाएं।#કોંગ્રેસ_આવે_છે
— Rahul Gandhi (@RahulGandhi) December 1, 2022
-
Navsari Voting Live : 150થી વધુ બેઠકો જીતીને ભાજપ સરકાર બનાવશે- કેબિનેટ મંત્રી નરેશ પટેલ
ભુપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલે ગણદેવી વિધાનસભા બેઠકના મજીગામમાં પોતાનો મત આપ્યો છે. મતદાન બાદ મીડિયા સાથે વાતચીત કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત ફરી એકવાર ભાજપનો ગઢ સાબિત થશે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી આંદોલનની કોઈ અસર નથી. તેમણે દાવો કર્યો હતો કે KBJP 150થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવશે.
-
Gujarat Election Voting: CM ભૂપેન્દ્ર પટેલે યુવા મતદારોને મત આપવા કરી અપીલ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે, હું રાજ્યના યુવા મતદારો અને પ્રથમ વખતના મતદારોને કહેવા માંગુ છું કે તમારે તમારા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ. આગામી 25 વર્ષમાં ગુજરાતને દિવ્ય અને ભવ્ય બનાવવાની આ તક ચૂકશો નહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે હું સૌ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરી લોકતંત્રને મજબૂત બનાવવા યોગદાન આપવાની અપીલ કરું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ આ સંદર્ભે મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી શુભકામના પાઠવી છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 1, 2022
-
Gujarat Election 2022 : ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 66.65 ટકા થયુ હતુ મતદાન
-
Gujarat Election Voting Live : ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મતદાન કરવા કરી અપીલ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મતદાન કરવા લોકોને અપીલ કરી છે.
Voters appear to be in favor to vote maximum: #Gujarat BJP chief @CRPaatil #GujaratAssemblyPolls #GujaratElections2022 #TV9News pic.twitter.com/hdqNA0d2Ze
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Rajkot Voting Live : કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કર્યુ મતદાન
રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મતદાન કર્યું છે. મહત્વનું છે કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પક્ષપલટો કરી આપમાં જોડાયા હતા અને બાદમાં ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી. કોંગ્રેસે તેને રાજકોટ પૂર્વ બેઠક પરથી મેદાને ઉતાર્યા છે.
રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કર્યુ મતદાન . #Rajkot #Gujarat #GujaratAssemblyPolls pic.twitter.com/8Eivui69mS
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Rajkot Voting Live : ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીએ પત્ની સાથે મતદાન કર્યું
ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીએ પત્ની અંજલિ રુપન સાથે રાજકોટમાં મતદાન કર્યું.
Former #Gujarat CM @vijayrupanibjp casts his vote with his wife Anjali Rupani#Gujarat #GujaratAssemblyPolls #GujaratElections2022 #TV9News pic.twitter.com/khmb0Rs64E
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Gujarat Election Voting live : પુર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વોટ આપવા અપીલ કરી
ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને વોટ આપવા અપીલ કરી. કહ્યું કે, લોકશાહીની રક્ષા માટે મતદાન જરૂરી છે. મને વિશ્વાસ છે કે ભાજપ 7મી વખત ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. PM મોદી માટે લોકોનો પ્રેમ અને આદર છે, તેઓ બીજે ક્યાંય જશે નહીં.
I am confident that BJP is going to form the Govt in #Gujarat for the seventh time. People have love & respect for PM Modi, they won’t go anywhere else: Ex-Guj CM @vijayrupanibjp#GujaratElections #TV9News pic.twitter.com/oVBSUNi0Xz
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Jamnagar Voting Live : મને જામનગરના લોકો પર વિશ્વાસ છે – રિવાબા જાડેજા
રાજકોટમાં મતદાન કરી જામનગર ઉત્તર બેઠકના ભાજપ ઉમેદવાર રિવાબા જાડેજાએ કહ્યું કે, કોઈ મુશ્કેલી નથી. એક જ પરિવારમાં અલગ અલગ વિચારધારાના લોકો હોઈ શકે છે. મને જામનગરના લોકો પર વિશ્વાસ છે, અમે સર્વાંગી વિકાસ પર ધ્યાન આપીશું, અને આ વખતે પણ ભાજપ સારા માર્જિનથી જીતશે.
#GujaratAssemblyPolls | There’s no difficulty. There can be people of different ideologies in same family. I’ve trust in people of Jamnagar, we will focus on overall development, and this time as well BJP will win with a good margin: #BJP ‘s Rivaba Jadeja after casting her vote.
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Tapi Eelection Live Updates : નિઝર બેઠકના BJP ઉમેદવાર જયરામ ગામીતે કર્યું મતદાન
તાપીના નિઝર બેઠકના ભાજપ ઉમેદવાર જયરામ ગામીતે મતદાન કર્યું.
તાપી : નિઝર બેઠકના બીજેપી ઉમેદવાર જયરામ ગામીતે કર્યું મતદાન. #Tapi #Gujarat #GujaratAssemblyPolls pic.twitter.com/rbpFMCBKGQ
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
ગુજરાતની જનતા પરિવર્તનના મૂડમાં છે : અર્જુન મોઢવાડિયા
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, લોકોએ ભાજપને હટાવવાનો સંકલ્પ લીધો છે. તો સાથે તેણે ગુજરાતની જનતા પરિવર્તનના મૂડમાં હોવાનું પણ જણાવ્યુ છે.
-
Junagadh Voting Live : ભાજપના ઉમેદવાર સંજયભાઈ કોરાડિયાએ મતદાન કર્યું
જુનાગઢ ભાજપના ઉમેદવાર સંજયભાઈ કોરાડિયાએ તેમની પત્ની સાથે મતદાન કર્યું છે.
#Junagadh BJP candidate Sanjaybhai Koradia casts his vote with his wife #Gujarat #GujaratAssemblyPolls #GujaratElections2022 #TV9News pic.twitter.com/M7WfQ8Mu5E
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Morbi Voting Live : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર મતદાન શરૂ
મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર મતદાન શરૂ થયુ છે. મતદાન શરૂ થતાની સાથે જ લોકોમાં મતદાન કરવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર મતદાન શરૂ , મતદાન શરૂ થતાની સાથે જ લોકોમાં મતદાન કરવા ઉત્સાહ જોવા મળ્યો. #Morbi #GujaratAssemblyPolls #Gujarat pic.twitter.com/jUYuZah8Ak
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Gujarat Election 2022 : કેન્દ્રીય મંત્રી પરુષોત્તમ રૂપાલાએ મતદાન કરતા પહેલા મહાદેવના લીધા આશીર્વાદ
અમરેલીમાં કેન્દ્રીય મંત્રી પરુષોત્તમ રૂપાલા મતદાન કરતા પહેલા ઈશ્વરીયા મહાદેવ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.
અમરેલી : કેન્દ્રીય મંત્રી પરુષોત્તમ રૂપાલાએ મતદાન કરતા પહેલા ઈશ્વરીયા મહાદેવ મંદિરે દર્શન કર્યા . #Amreli #Gujarat #GujaratAssemblyPolls #GujaratElections2022 pic.twitter.com/EiumlASvLF
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Amreli Voting live : અમરેલીના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર સવાર થઈને મતદાન મથક પહોંચ્યા
અમરેલી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર સવાર થઈને મતદાન મથક પહોંચ્યા હતા અને પોતાનો કિંમતી મત આપ્યો.
#Amreli: Congress MLA Paresh Dhanani leaves his residence, to cast his vote, with a gas cylinder on a bicycle underscoring the issue of high fuel prices.#GujaratAssemblyPolls #GujaratElections2022 #TV9News pic.twitter.com/FP39y1C6cG
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Navsari Voting Live : મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે નવસારીમાં મતદાન કર્યું
મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે પોતાના પરિવાર સાથે નવસારીમાં મતદાન કર્યું.
#MadhyaPradesh Governor Mangubhai Patel and his wife cast their votes at a polling booth in #Navsari, in the first phase of #GujaratAssemblyPolls #Gujarat pic.twitter.com/CIkLojyKND
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Morbi Voting Live : મતદાનને લઈ મોરબીના મતદારોમાં ઉત્સાહ
ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે મોરબીના મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી કતારો જોવા મળી રહી છે.
People in #Gujarat are casting their votes in the first phase of #GujaratElections today.
Visuals from a polling station in #Morbi. pic.twitter.com/DQKcViiwPq
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Rajkot Voting Live : રિવાબા જાડેજાએ રાજકોટમાં પોતાનો મત આપ્યો
જામનગરની ઉત્તર બેઠક પરથી લડી રહેલા રિવાબા જાડેજાએ રાજકોટમાં પોતાનો મત આપ્યો.
#GujaratAssemblyPolls | #BJP ‘s #RivabaJadeja casts her vote in #Rajkot. She is contesting from #Jamnagar North. #GujaratElections2022 #Gujarat pic.twitter.com/FqXTpTVl9a
— Tv9 Gujarati (@tv9gujarati) December 1, 2022
-
Gujarat Election First Phase Voting : 2 કરોડથી વધુ મતદારો નક્કી કરશે 788 ઉમેદવારોનું ભાવિ
તમામ પાર્ટીઓના ઝંઝાવાતી પ્રચાર બાદ હવે મતદારો પોતાનો ચુકાદો EVM થકી આપી દેશે. આજે પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે.
-
Gujarat Election : ગુજરાત વાળાઓ હજી સમજી જાવ…! રવિન્દ્રસિંહ જાડેજાએ બાળાસાહેબ ઠાકરેનો વીડિયો શેર કર્યો
ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાએ બાળાસાહેબ ઠાકરેનો એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં બાળાસાહેબ ઠાકરે કહી રહ્યા છે કે,નરેન્દ્ર મોદી ગયા તો ગુજરાત ગયા.
Abhi bhi time hai samaj jao gujaratiyo🙏🏻 #respect #balasahebthackeray pic.twitter.com/bwjO3Jj7iq
— Ravindrasinh jadeja (@imjadeja) November 30, 2022
-
Gujarat Election Voting : ગૃહ પ્રધાન અમિત શાહે મતદાન કરવા કરી અપીલ
ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું છે કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું, જેનો દરેક ભારતીયને ગર્વ છે. પરંતુ ગુજરાતની જનતાએ ચૂંટેલી મજબૂત સરકારને કારણે આ શક્ય બન્યું છે. પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરું છું કે વિકાસની આ યાત્રા ચાલુ રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને મોટી સંખ્યા સાથે મતદાન કરીએ.
છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું, જેનો દરેક ભારતીયને ગર્વ છે. પરંતુ ગુજરાતની જનતાએ ચૂંટેલી મજબૂત સરકારને કારણે આ શક્ય બન્યું છે.
પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરું છું કે વિકાસની આ યાત્રા ચાલુ રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને મોટી સંખ્યા સાથે મતદાન કરીએ.
— Amit Shah (@AmitShah) December 1, 2022
-
Gujarat Election 1 Phase Voting : કોંગ્રેસે ટ્વિટ દ્વારા મતદારોને કરી અપીલ
ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન માટે કોંગ્રેસે ટ્વિટ દ્વારા મતદારોને અપીલ કરી છે. કોંગ્રેસે ટ્વિટ કરીને લખ્યું છે કે,ઉજ્જવળ ભવિષ્ય માટે, અન્યાય,અત્યાચાર અને ભ્રષ્ટાચારથી છૂટકારો મેળવવા માટે, તમામ અધિકારો મેળવવા માટે ચાલો મતાધિકારનો ઉપયોગ કરીએ અને કોંગ્રેસની સરકાર બનાવીએ.
ઉજ્જવળ ભવિષ્ય માટે, અન્યાય,અત્યાચાર અને ભ્રષ્ટાચારથી છૂટકારો મેળવવા માટે, તમામ અધિકારો મેળવવા માટે ચાલો મતાધિકારનો ઉપયોગ કરીએ અને કોંગ્રેસની સરકાર બનાવીએ#કોંગ્રેસ_આવે_છે#VoteForCongress pic.twitter.com/2Q6GgMX837
— Gujarat Congress (@INCGujarat) December 1, 2022
-
Junagadh Voting Live : મતદાનને લઈ જુનાગઢના મતદારોમાં ઉત્સાહ
ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થોડીવારમાં શરૂ થશે, ત્યારે મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જુનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ મતદારોની કતારો લાગી છે.
-
Gujarat Election Voting : વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા
ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 89 મોડલ મતદાન મથક દિવ્યાંગ સંચાલિત છે. જ્યારે 89 ઈકો ફ્રેન્ડલી, 611 સખી મતદાન મથકો તેમજ 18 યુવા સંચાલિત મતદાન મથકો છે.
-
Gujarat Election 2022 Voting : વડાપ્રધાન મોદીએ યુવા મતદારોને મતદાન કરવા કરી અપીલ
વડાપ્રઝાન મોદીએ ટ્વિટ કરીને મતદારોને મતદાનની અપીલ કરી છે. તેમણે લખ્યું કે, આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.
— Narendra Modi (@narendramodi) December 1, 2022
-
Gujarat Election 2022 : પ્રથમ તબક્કામાં કેટલા મતદારો ?
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. જો કુલ મતદારોની વાત કરીએ તો 2 કરોડ 39 લાખ 76 હજાર 670 છે. જેમાં પુરૂષ મતદારો 1 કરોડ 24 લાખ 33 હજાર 362 અને મહિલા મતદારો 1 કરોડ 15 લાખ 43 હજાર 308 છે. જેમાં 18થી 19 વર્ષની વયના 5,74,560 , 99 વર્ષથી વધુ વયના 4,945 મતદારો છે. તો કુલ 163 જેટલા NRI મતદારો મતદાન કરશે.
-
Surat Voting Live : સુરતમાં 16 વિધાનસભા બેઠક પર આજે મતદાન
ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં સુરતમાં 16 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થશે. સુરત શહેર-જિલ્લામાં 4,637 મતદાન મથકો છે. વરાછામાં 199માંથી 193, કરંજમાં 176 માંથી 168, કામરેજમાં 520માંથી 383,સુરત ઉત્તરમાં 163માંથી 54, કતારગામમાં 293માંથી 90 મત કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયા છે. આપને જણાવી દઈએ કે, શહેર-જિલ્લામાં કુલ 1,903 ક્રિટિકલ મત કેન્દ્રો જાહેર કરાયા છે. 526 મત કેન્દ્રો પર માઈક્રો ઓબ્ઝર્વર મુકાયા છે. તો મત કેન્દ્રો પર વેબકાસ્ટીંગ સાથે CRPF પણ તૈનાત કરવામાં આવ્યા છે.
-
Gujarat Election Voting : વ્યારા બેઠક પર 2 લાખથી વધારે મતદારો કરશે મતદાન
આજે પ્રથમ તબક્કાના મતદાનમાં વ્યારા અને નિઝર બેઠક પર મતદાન હાથ ધરાશે. આપને જણાવી દઈએ કે, વ્યારામાં 7 અને નિઝર બેઠક પર 6 ઉમેદવારો મેદાને છે. કુલ 2,82,471 મતદારો નિઝર બેઠક પર મતદાન કરશે.
-
Gujarat Vidhansabha Chutni : રાજકોટમાં મતદાન પહેલાની રાત્રે કારમાંથી 10 લાખની રોકડ મળી
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલાની રાત્રે રાજકોટમાંથી 10 લાખની રોકડ મળી આવી છે. પોલીસ ચેકિંગ કરતા ખીરસરા ચેક પોસ્ટ પરથી મોટી માત્રામાં રોકડ મળી આવી છે. ચૂંટણી વિભાગે ઇન્કમ ટેક્સ વિભાગને આ અંગે જાણ કરી છે.
-
Gujarat Election Voting : પ્રથમ તબક્કામાં કુલ 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતદાન કરશે. જો વિગતે વાત કરીએ તો પ્રથમ તબક્કામાં કુલ 1,24,33,362 પુરૂષ અને 1,15,43,308 મહિલા મતદારો છે. તો કુલ 788 ઉમેદવારોમાંથી 70 મહિલા અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. સાથે જ પ્રથમ તબક્કામાં કુલ 339 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીના મેદાનમાં છે.
-
Gujarat Election First Phase Voting : થોડીવારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થશે
ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કા માટે થોડી વારમાં મતદાન પ્રક્રિયા શરૂ થશે. પ્રથમ તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. આ વખતે મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા કેટલીક વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
-
Gujarat Election 2022 LIve : નવસારી જિલ્લામાં મતદાન પહેલા ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો
નવસારીમાં ઝરી ગામે મતદાન પહેલા ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો થયો છે. ઘરે જતા સમયે અજાણ્યા શખ્સોએ ઉમેદવાર અને તેમના સમર્થકો પર જીવલેણ હુમલો કર્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થકોએ હુમલો કર્યો હોવાના આક્ષેપ લાગ્યા છે. જો કે પિયુષ પટેલની કારમાં પણ તોડફોડ કરી હતી. હુમલાના પગલે પિયુષ પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. સમગ્ર મામલે ભાજપ ઉમેદવાર પિયુષ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Published On - Dec 01,2022 6:42 AM