Gujarat Election 2022 : ધોલેરામાં દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ અને 2 લાખ નોકરીઓના અવસર પેદા થશે : પીએમ મોદી

Gujarat Assembly Election : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતમાં જાણે પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણો ચૂંટણીને લગતા તમામ સમાચાર અહીં

Gujarat Election 2022 : ધોલેરામાં દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ અને 2 લાખ નોકરીઓના અવસર પેદા થશે : પીએમ મોદી
Gujarat Election 2022 LIve

| Edited By: Chandrakant Kanoja

Nov 23, 2022 | 9:36 PM

ગુજરાત એેસેમ્બલી ઈલેક્શન 2022 :  ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ક્યારેય પોતાના મતવિસ્તારમાં  કારમાં પણ ન જોતા મળતા નેતાઓ હવે પગપાળા જનતાની નજીક પહોંચી રહ્યા છે. એક તરફ ભાજપે સ્ટાર પ્રચારકોની ગુજરાતમાં ફોજ ઉતારી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના ભાજપના દિગ્ગજો આજે જનસભા થકી ગુજરાત ગજવશે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ ડોર-ટુ-ડોર પ્રચાર થકી મતદારોને રીઝવવા મથામણ કરી રહી છે. તો આમ આદમી પાર્ટી પણ ચૂંટણીનો જંગ જીતવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. એક તરફ ગુજરાતમાં આચારસંહિતા છે અને બીજી તરફ લાખોના રકમ તેમજ દારૂની હેરાફેરી થતા પોલીસ દોડતી થઈ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 23 Nov 2022 08:54 PM (IST)

  Gujarat Election 2022 : માછીમાર ભાઈઓનું જીવન આસાન બને,એમની કમાણી વધે એ માટે કામ કરી રહ્યાં છીએ :પીએમ મોદી

  પીએમ મોદીએ જણાવ્યું કે અમારા માછીમાર ભાઈઓનું જીવન આસાન બને, એમની કમાણી વધે એ માટે અમે કામ કરી રહ્યાં છીએ.ગુજરાતની સંસ્કૃતિ ઉપરાંત માતા-બહેનો માટે સુરક્ષા અને સન્માનનું વાતાવરણ જોઈને દેશના લોકો કહે છે કે.કાશ હિંદુસ્તાનના ખૂણે-ખૂણે પણ આવી સ્થિતિ હોયએક મા એના દીકરાને જેમ આશીર્વાદ આપે એમ હિંદુસ્તાનના ખૂણે-ખૂણેથી માતાઓ-બહેનોએ મને આશીર્વાદ આપ્યા છે. એ આશીર્વાદ મારા કામની પ્રેરણા છે.એ આશીર્વાદ મારી સુરક્ષાની ગેરંટી છે..એ આશીર્વાદ સમાજ માટે જીવવા-મરવાની પ્રેરણા આપવાની તાકાત ધરાવે છે.દુનિયાના કોઈ દેશ કરતાં સૌથી વધુ મહિલા પાયલોટ ક્યાંય હોય તો ભારતમાં મહિલા પાયલોટ વિમાન ઉડાવે છે.

 • 23 Nov 2022 08:44 PM (IST)

  Gujarat Election 2022 : ધોલેરામાં દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ અને 2 લાખ નોકરીઓના અવસર પેદા થશે : પીએમ મોદી

  ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાવનગરમાં જનસભાને સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ધોલેરામાં દોઢ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનું છે અને આ પ્રોજેક્ટને કારણે ઓછામાં ઓછા 2 લાખ નોકરીઓના અવસર પેદા થવાના છે.જો સપનાં જોવાનું સામર્થ્ય હોય, સંકલ્પ લેવાની પ્રતિબદ્ધતા હોય અને સંકલ્પ માટે ખપી જવાની કોશિશ હોય તો સિદ્ધિ પ્રાપ્ત થઈને રહેતી હોય છે.ગુજરાત એક મોટી હરણફાળ ભરવાનું છે. વિશ્વનું મોટામાં મોટું ગ્રીન હાઇડ્રોજન હબ ગુજરાતના દરિયાકિનારે થવાનું છે. આજે ગુજરાતના દરિયાકિનારે 15000 મેગાવોટ કરતાં વધારે વીજળીનું ઉત્પાદન થાય છે. દુનિયાના કોઈ દેશ કરતાં સૌથી વધુ મહિલા પાયલોટ ક્યાંય હોય તો ભારતમાં મહિલા પાયલોટ વિમાન ઉડાવે છે.

  આ ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યું કે, એક મા એના દીકરાને જેમ આશીર્વાદ આપે એમ હિંદુસ્તાનના ખૂણે-ખૂણેથી માતાઓ-બહેનોએ મને આશીર્વાદ આપ્યા છે. એ આશીર્વાદ મારા કામની પ્રેરણા છે. એ આશીર્વાદ મારી સુરક્ષાની ગેરંટી છે.એ આશીર્વાદ સમાજ માટે જીવવા-મરવાની પ્રેરણા આપવાની તાકાત ધરાવે છે. ગુજરાતની સંસ્કૃતિ ઉપરાંત માતા-બહેનો માટે સુરક્ષા અને સન્માનનું વાતાવરણ જોઈને દેશના લોકો કહે છે કે.. કાશ હિંદુસ્તાનના ખૂણે-ખૂણે પણ આવી સ્થિતિ હોય

 • 23 Nov 2022 08:29 PM (IST)

  Gujarat Election 2022 Live : ભાજપ એટલે સમસ્યાઓનું સ્થાયી સમાધાન : પીએમ મોદી

  ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાવનગરમાં જનસભાને સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એટલે સમસ્યાઓના સ્થાયી સમાધાન માટે દિવસરાત જહેમત કરનારી પાર્ટી છે. કોંગ્રેસ પાસે પાણીની સમસ્યાના બે જ ઉપાય હતા. એક પોલિટિકલ લાગવગ હોય તો હેન્ડપંપ લગાવવાનો અને બરાબર જો કટકીનું કામ મળતું હોય તો ટેન્કર ચલાવવાનું

 • 23 Nov 2022 08:03 PM (IST)

  Gujarat Election 2022 Live : પીએમ મોદી ગુરુવારે ચાર જનસભા સંબોધશે 

  ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપે સ્ટાર પ્રચારકોની ગુજરાતમાં ફોજ ઉતારી છે. વડાપ્રધાન મોદી સહિતના ભાજપના દિગ્ગજો આજે જનસભા થકી ગુજરાત ગજવશે. જેમાં પીએમ મોદી ગુરુવારે ચાર સભાને સંબોધશે, જેમાં પીએમ મોદી સવારે 10 વાગે પાલનપુર, બપોરે 12.15 વાગે મોડાસા, બપોરે 1.45 વાગે દહેગામ અને બપોરે 3.00 વાગે બાવળામાં જાહેર સભાને સંબોધિત કરશે.

  ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઉમેદવારોની ચૂંટણી પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દહેગામના ગાંધીનગર રોડ પર રાજભવન હિલ્સ પાસેના મેદાનમાં બપોરે 1:00 વાગે આવવાના છે. વડાપ્રધાનના આગમનને લઈ દહેગામ શહેર તથા તાલુકા ભાજપ દ્વારા તડામાંર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

 • 23 Nov 2022 07:21 PM (IST)

  પાંડેસરા વિસ્તારમાં કોંગ્રેસની સભામાં મોદી મોદીના લાગ્યા નારા

  સુરતના મજુરા વિધાનસભામાં આવેલ પાંડેસરા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈન દ્વારા સભા રાખવામાં આવી હતી. આ સભામાં મોદીના નારા લગાવવામાં આવ્યા હતા. મોદી મોદીના નારા લાગતા આ સભા કોંગ્રેસ દ્વારા આટોપી દેવામાં આવી હતી.

 • 23 Nov 2022 06:47 PM (IST)

  ચૂંટણી પહેલા જેતપુર કોગ્રેંસને વધુ એક ઝટકો,શારદાબેન વેગડાએ આપ્યું રાજીનામું

  રાજકોટમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જેતપુર કોગ્રેંસને વધુ એક ઝટકો લાગ્યો છે. જેમાં મહિલા કોંગ્રેસના મહામંત્રી શારદાબેન વેગડાએ સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. થોડા દિવસ પહેલા જેતપુર અને જામકંડોરણા તાલુકા પ્રમુખ રાજીનામાં આપી ચુક્યા છે, જેતપુર બેઠક ઉપર જ્યારથી કોગ્રેંસે ઉમેદવાર જાહેરાત કરી ત્યારથી કોગ્રેંસમાં નારાજગીનો દોર છે. જેતપુર બેઠક પર કોગ્રેંસ દ્વારા દિપક વેકરિયાને ટિકિટ આપી છે, "સંઘર્ષમાં હું અને ટિકિટમાં તું નહિ ચાલે બેનર સાથે રાજીનામું આપ્યું છે. શારદાબેન વેગડાએ ટિકિટ માટે પણ દાવેદારી નોંધાવી હતી, પ્રદેશ મહામંત્રી શારદાબેન વેગડાએ વિશાળ મહિલાઓની સભા યોજી રાજીનામુ આપ્યું છે.

 • 23 Nov 2022 06:19 PM (IST)

  વડોદરામાં હવે હવાઈ જહાજ પણ બનશે : પીએમ મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં પ્રચાર કરી ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યોના સહારે ફરી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો... સાથે જ વડોદરાના વિકાસનું વિઝન પણ રજૂ કર્યું. વડાપ્રધાને જણાવ્યું કે ભાજપ સરકારના રાજમાં ગુજરાત આજે ઓટો હબ, પેટ્રો હબ, કેમિકલ હબ અને ફાર્મા હબ બની ગયું છે. વડોદરામાં 300 કરોડ કરતા વધુ મુડીરોકાણવાળી ડઝનબંધ કંપનીઓ છે, ઘણી જગ્યાઓએ એકપણ નથી હોતી. તેમણે કહ્યું કે વડોદરામાં સાઈકલ બને છે, બાઈક પણ બને છે, રેલવે બને છે અને હવે હવાઈ જહાજ પણ બનશે. વડોદરા, હાલોલ, કાલોલ, દાહોદ એમ તમામને જોડતો હાઈટેક એન્જિયરિંગ કોરીડોર પણ બની રહ્યો છે.

 • 23 Nov 2022 06:17 PM (IST)

  ગુજરાતના નાગરિકો ગુજરાતને વિકસિત બનાવશે : પીએમ મોદી

  વડોદરાથી પીએમ મોદીએ રેલીને સંબોધન કરતા કહ્યું કે, આ વિકસિત ગુજરાત નરેન્દ્ર પણ નહીં બનાવે, ભૂપેન્દ્ર પણ નહીં બનાવે. આ ગુજરાતના નાગરિકો ગુજરાતને વિકસિત બનાવશે, ગુજરાતના કોટિ-કોટિ નાગરિકો વિશ્વના સમૃદ્ધ દેશના જેટલા પણ માપદંડ હોય એ બધા જ માપદંડમાં ગુજરાત પણ પાછળ ના હોય એવું વિકસિત ગુજરાત બનવું જોઈએ. તમે મને સત્તા પર નથી બેસાડ્યો. તમે મને સેવાનું કામ સૌંપ્યું છે અને હું એક સેવાદાર તરીકે કામ કરું છું. આ વખતે નરેન્દ્ર-ભૂપેન્દ્ર બધાં રેકોર્ડ તોડવાના છે. આ વખતે ગુજરાતની ચૂંટણી જનતા જનાર્દન લડી રહી છે. દુનિયામાં સસ્તામાં સસ્તો ડેટા ભારતમાં છે. ગુજરાતમાં માતા-બહેનો માટે સુરક્ષિત વાતાવરણ છે. કોંગ્રેસના રાજમાં ગુજરાતમાં ભયનું વાતાવરણ હતું. વડોદરા, હાલોલ, કાલોલ, દાહોદને જોડતો એન્જિનિયરિંગ કોરીડોર બનશે. 8 વર્ષ પહેલા અર્થવ્યવસ્થા દસમા નંબરે હતી, આજે પાંચમાં નંબરે છે.

 • 23 Nov 2022 06:00 PM (IST)

  પીએમ મોદી માટે વિશેષ ક્ષણ, દાહોદમાં 103 વર્ષના સુમનભાઇએ આશીર્વાદ આપ્યા

  ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં ભાજપે સ્ટાર પ્રચારકોની ગુજરાતમાં ફોજ ઉતારી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના ભાજપના દિગ્ગજો આજે જનસભા થકી ગુજરાત ગજવી રહ્યા છે. જેમાં પીએમ મોદીની દાહોદ મુલાકાત દરમ્યાન એક વિશેષ દ્રશ્ય જોવા મળ્યું હતું. જેમાં દાહોદના 103 વર્ષના સુમનભાઇએ પીએમ મોદીને ગળે વળગીને તેમને આશીર્વાદ આપ્યા હતા. આ ફોટોગ્રાફને નરેન્દ્ર મોદીએ પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. તેમજ લખ્યું છે કે ” દાહોદથી એક વિશેષ ક્ષણ, 103 વર્ષના સુમનભાઇએ મને આશીર્વાદ આપ્યા.

 • 23 Nov 2022 05:18 PM (IST)

  Gujarat Election 2022 Live : નર્મદા જિલ્લામાં 98 મતદારોએ બેલેટ પેપરથી નિવાસ સ્થાને જ મતદાન કર્યું

  ગુજરાતના નર્મદા જિલ્લામાં 80  વર્ષથી વધુ વયના માન્ય ઠરેલા 113 મતદારો પૈકી 98  મતદારોએ પોતાના નિવાસ સ્થાને જ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. જેમાં નર્મદા જિલ્લામાં 01 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેમાં નર્મદા જિલ્લાના નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવાનો સંદેશો આપતા વયોવૃદ્ધ મતદારો નર્મદા જિલ્લામાં વૃદ્ધો તેમનું મતદાન સુગમ્યયુક્ત વાતવરણમાં સરળતાથી કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે નાંદોદ અને દેડિયાપાડા બંને વિધાનસભા વિસ્તારમાં મળી કર્મચારીઓની કુલ 12 ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી છે.

 • 23 Nov 2022 05:08 PM (IST)

  યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી બ્રિજેશ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું

  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ યથાવત રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી બ્રિજેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. પાટીદાર આંદોલન સમયથી જ હાર્દિક પટેલની સાથે રહેલા તેમના ખાસ સાથીદાર બ્રિજેશ પટેલે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. બ્રિજેશ પટેલ છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ હતા. નારાજગીને લઇ બ્રિજેશ પટેલે કોંગ્રેસનો સાથ છોડ્યો છે. બ્રિજેશ પટેલ ઉપરાંત જયેશ પટેલ, રવિ પટેલ, ધવલ પટેલ, નિકુંજ ગજેરા સહિતના 25થી વધુ યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે. આણંદના પેટલાદમાં બે આગેવાનોએ કોંગ્રેસ છોડ્યું છે. દંતાલી ગામના પૂર્વ સરપંચ અને ઉપસરપંચે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. સ્વામી સચિદાનંદ આશ્રમ ખાતે બંને આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

 • 23 Nov 2022 05:05 PM (IST)

  મહિધરપુરામાંથી 75 લાખની રોકડ રકમ મળવા મુદ્દે રાજનીતિ તેજ

  સુરતના મહિધરપુરામાંથી 75 લાખની રોકડ રકમ મળવા મુદ્દે રાજનીતિ તેજ થઈ છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ભાજપ પર પ્રહાર કર્યા છે. બનાસકાંઠાના કાંકરેજમાં સભાને સંબોધતા જગદીશ ઠાકોરે ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યાં અને કહ્યું કે જે કાર્યવાહી થતી હોય તે કરો. પણ એક બે લોકોને ટાર્ગેટ કરીને નહીં. અમે ઇટનો જવાબ પથ્થરથી આપીશું. સાથે જ ચૂંટણી પંચ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે કોંગ્રેસને સભામાં અમુક પ્રકારની જ છૂટ અપાય છે. જ્યારે ભાજપ મનફાવે તેમ સભા અને પ્રચાર કરી શકે છે.

 • 23 Nov 2022 04:25 PM (IST)

  નવસારીના વાંસદામાં ઉમેદવારોનો અનોખો પ્રચાર

  વિધાનસભા ચૂંટણીના પ્રચારના મેદાનમાં વડાપ્રધાન મોદી ઉતરતા ચૂંટણીનો માહોલ જોરદાર જામ્યો છે. ત્યારે નવસારીના વાંસદામાં ઉમેદવારો અનોખો પ્રચાર કરી રહ્યા છે. ક્યાંક ઉમેદવારની પત્ની પ્રચારમાં ઉતરી છે. તો ક્યાંક ચાય પે ચર્ચા થઇ રહી છે. તો કયાંક ઉમેદવાર વડીલો સાથે ભોજન લઈ ચૂંટણીનો પ્રચાર કરતા જોવા મળ્યા. આ તરફ ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ ગામના લોકોના ઘરે ઘરે જઈને વડીલો સાથે ભોજન લઈ ચૂંટણી પ્રચાર કર્યો હતો. તો અનંત પટેલને ચૂંટણીનો જંગ જીતાડવા ખુદ પત્ની ચૂંટણી પ્રચારમાં ઉતરી છે. ઉમેદવાર અનંત પટેલની પત્ની વૈશાલી પટેલ ઘરે વહેલા જમવાનું બનાવી મહિલાઓની ટીમ સાથે ગામે ગામે પ્રચાર કરી રહી છે.

 • 23 Nov 2022 04:23 PM (IST)

  કોંગ્રેસ આદિવાસીઓને દેવાના ડુંગરમાં નાખી દેતુ : PM

  કોંગ્રેસના જમાનામાં લોન મેળા કરતા અને એમાય પહેલી કટકી નેતાઓની હોય. લોન આપ્યા પછી આદિવાસી માણસ દેવામાં ડુબી જતો. પણ આજે અમે એની જીંદગી બદલી દીધી. મારો આદિવાસી યુવક ડોક્ટર બને, મેડિકલ કોલેજ દાહોદમાં ઊભી થાય એ કામ અમે કર્યુ છે. આ વિકાસની દિશા આપણે પકડેલી છે.

 • 23 Nov 2022 04:19 PM (IST)

  આખા દેશમાં દોડે એવા એન્જીન દાહોદમાં બનશે: PM મોદી

  દેશના પ્રધાનમંત્રી કોઇ બને તેને દાહોદની ગલીઓના નામ આવડે તેવુ કોઇએ સાંભળ્યુ નહી હોય. મુખ્યમંત્રીને પણ ખબર ના હોય પણ આ તમારા પ્રધાનમંત્રીને બધુ ખબર છે. પણ હવે તો આખા હિંદુસ્તાનમાં દોડે એવા એન્જીન દાહોદમાં બનાવાના છે. મને ખાતરી છે કે દાહોદમાં એવા એન્જીન બનશે કે વિદેશમાં તે અહીંથી એક્સપોર્ટ થશે. આ મારા દાહોદના લોકોની મહેનત કામ કરવાની છે. તમને તમારા જીવનમાં બધુ મળી રહે તે માટે દિવસ રાત ઉજાગરા કરુ છે.

 • 23 Nov 2022 04:08 PM (IST)

  મે દાહોદમાં પોલિટેકનિક શરુ કરી ત્યારે લોકોને વિશ્વાસ નહોતો થતો-PM

  મે દાહોદમાં પહેલી પોલિટેકનિક શરુ કરી ત્યારે લોકોને વિશ્વાસ નહોતો થતો કે આ મારુ દાહોદ સિટી સ્માર્ટ સિટી બનશે. એક સમય હતો જ્યારે દાહોદમાં પાણી માટે વલખા પડતા હતા.આજે દાહોદમાં પાણીની ચિંતાની મુક્તિનું કામ કરી દીધુ છે.

 • 23 Nov 2022 03:54 PM (IST)

  ભાજપ સરકારે આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનાવી દુનિયાને સંદેશ આપ્યો: PM

  ગુજરાતમાં ખૂબ મોટો આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજની કોંગ્રેસે ચિંતા ના કરી. ચૂંટણી આવે એટલે મોટી મોટી વાતો કરીને જતા રહે. આજે આઝાદીના 75 વર્ષ થયા પણ કોંગ્રેસને ક્યારેય આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો. ભાજપે જ દેશમાં પ્રથમ વાર મહિલા આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવીને દુનિયાની અંદર એક સંદેશ આપ્યો છે.

 • 23 Nov 2022 03:47 PM (IST)

  દાહોદમાં PM મોદીએ સંબોધી સભા, કહ્યુ 'મારા માટે જનતા ઇશ્વરનો અવતાર છે'

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં સભા સંબોધન દરમિયાન જણાવ્યુ કે, મારા માટે જનતા ઇશ્વરનો અવતાર છે. કોંગ્રેસ અને ભાજપમાં ફરક જ આ છે. કોંગ્રેસ જીત પાકી હોય તો તમારી સામે પણ ન જુએ. ભાજપ જીત 200 ટકા પાકી હોય તોય પગે પડે.ગુજરાતના લોકોએ જે મારુ ઘડતર કર્યુ છે. એમાં વિવેક અને નમ્રતા અમારામાં ભરેલી છે. એટલે જ તમે અમને સત્તા પર નથી બેસાડ્યો. તમે મને સેવાનું કામ સોંપ્યુ છે. હું એક સેવક તરીકે સેવાદાર તરીકે કામ કરુ છુ.

 • 23 Nov 2022 03:30 PM (IST)

  વડાપ્રધાનની સભા દરમિયાન મહિલા પોલીસકર્મી બેભાન થઈ

  મહેસાણામાં વડાપ્રધાનની સભા દરમિયાન સ્ટેજ પાસે ફરજ પર રહેલી મહિલા પોલીસકર્મી બેભાન થઈ ગઇ હતી. મહિલા પોલીસકર્મી બેભાન થતા PM મોદીએ થોડો સમય સભા અટકાવી હતી. જે પછી મહિલા પોલીસકર્મીને સારવાર માટે લઇ જવાઇ હતી.

 • 23 Nov 2022 03:21 PM (IST)

  વડાપ્રધાન 27 નવેમ્બરે સુરતમાં અબ્રામા રોડ પર સભા સંબોધશે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદારોના ગઢમાં સભા ગજવશે. સુરતના અબ્રામા રોડ ખાતે જનસભાને સંબોધન કરશે. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન 27 નવેમ્બરના રોજ સભાને સંબોધન કરશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સવા લાખથી વધુ કાર્યકર્તાઓ હાજર રહે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સાથે 5 વિધાનસભા માટે પ્રચાર કરવાના છે. જેમાં ઓળપાડ, કરંજ, કામરેજ, વરાછા અને ઉત્તર બેઠક સામેલ છે.

 • 23 Nov 2022 03:20 PM (IST)

  કાલાવડમાં પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સે ફ્લેગમાર્ચ યોજી

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પોલીસ પણ સતર્ક બની છે..ત્યારે જામનગરમાં પણ પોલીસ એક્શનમાં આવી છે. કાલાવડમાં પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સે ફ્લેગમાર્ચ યોજી હતી. શહેરના સિનેમા રોડ, મેઇન બજાર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કાઢવામાં આવી હતી. આ ફ્લેગમાર્ચ દરમિયાન પોલીસે અને પેરામિલિટરી ફોર્સે શહેરના વિવિધ મતદાન મથકની મુલાકાત લીધી હતી અને સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી. સાથે સાથે વડીલો સાથે મુલાકાત કરી શહેરની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી હતી.

 • 23 Nov 2022 02:29 PM (IST)

  કોંગ્રેસે અયોધ્યા મંદિરનો મામલો કોર્ટમાં લટકાવી રાખ્યો હતો: અમિત શાહ

  સુરેન્દ્રનગરમાં સભા સંબોધતા અમિત શાહે કહ્યુ કે, યોધ્યા મંદિર માટે તો અનેક લોકોએ બલિદાન આપ્યા છે. કોંગ્રેસે અયોધ્યા મંદિરનો મામલો કોર્ટમાં લટકાવી રાખ્યો હતો. જો કે નરેન્દ્ર મોદીના કારણે અયોધ્યા મંદિરનો શિલાન્યાસ પણ થઇ ગયો છે.

 • 23 Nov 2022 02:19 PM (IST)

  ભાજપે ગરીબોનું જીવન સ્તર ઊંચુ કર્યુ: અમિત શાહ

  અમિત શાહે જસદણ બાદ સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધી. જેમાં તેમણે જણાવ્યુ કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે વડાપ્રધાન મોદી ગરીબોના જીવનનું સ્તર ઊંચુ લાવ્યા છે. બહેનોને પણ ગેસ સિલિન્ડર આપવાનું કામ કર્યુ છે. નર્મદા ડેમની ઊંચાઇ વધારવા માટે વડાપ્રધાન ઉપવાસ કરવા પડ્યા હોવાનું પણ અમિત શાહે જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પાણીની સમસ્યા દુર થઇ છે. PM મોદીની મહેનતથી જ ગામડે ગામડે પાણી પહોંચ્યુ છે.

 • 23 Nov 2022 02:13 PM (IST)

  શામપરા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

  ભાવનગર નજીક આવેલા શામપરા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં તેમણે મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ગામમાં નેતાઓના પ્રચાર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. સ્થાનિકોનું કહેવું છે કે ગામની જમીન પર સરકારે શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ ઉભી કરી આપી છે. પરંતુ આ શાળાઓના નામ અન્ય ગામના લખવામાં આવ્યા છે. ગામની મોડેલ સ્કૂલનું નામ સુધારીને ‘મોડેલ સ્કૂલ શામપરા' કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. આ સિવાય પોલીસ અને આર્મીમાં જવાની તૈયારી કરતા યુવકો માટે મેદાન ફાળવવામાં આવે અને ગામના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માગ છે. જો તેમની માગો નહીં સંતોષાય તો તેઓ મતદાન નહીં કરે.

 • 23 Nov 2022 01:43 PM (IST)

  અત્યાર સુધીના બઘા રેકોર્ડ તોડવાના છે - PM મોદી

  ઉપરાંત PM મોદીએ કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં મહેસાણામાં શિક્ષણ ક્ષેત્રે અનેક સુધારા થયા છે. મહેસાણામાં હવે સૈનિક સ્કૂલ પણ બનવાની છે.  મહેસાણા જિલ્લો હવે ઓટો હબ બની રહ્યું છે. તો વધુમાં કહ્યું કે જુના બધા રેકોર્ડ તુટી જાય અને પોલિંગ બુથ પર વધુમાં વધુમાં મતદાન કરવાનુ છે. ખાલી વિધાનસભા નહીં પણ ગામે- ગામ આપણે જીતવાનુ છે.

 • 23 Nov 2022 01:36 PM (IST)

  પશુપાલન ક્ષેત્રે ગુજરાતમાં ઘણા કામ થયા - PM મોદી

  તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પશુપાલન ક્ષેત્રે પણ ગુજરાતમાં ઘણા કામ થયા છે. 14 હજાર કરોડના ખર્ચ પશુઓ માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દૂધના ક્ષેત્રમાં પણ ગુજરાતે અનેક રેકોર્ડ તોડ્યા.  સામાન્ય માનવીના જીવનની આપણે ચિંતા કરી છે.

 • 23 Nov 2022 01:25 PM (IST)

  મહેસાણામાં વીજળી આપવાને બદલે કોંગ્રેસે ગોળીઓ વરસાવી - PM મોદી

  વધુમાં PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસના સમયમાં વીજળી કનેક્શનમાં પણ ભ્રષ્ટાચાર થતો હતો. મહેસાણામાં વીજળી આપવાને બદલે કોંગ્રેસે ગોળીઓ વરસાવી. ભાજપ સરકાર ગુજરાતમાં એક-એક સમસ્યાનું નિવારણ લાવી. ગુજરાતમાં 80 હજાર કિલોમીટર ટ્રાન્સમીટર તાર ગોઠવ્યા.  સોલાર રૂફટોપમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાતમાં 800 મેગા વોટથી  વીજળી પાણીથી પેદા થાય છે. તો વિપક્ષ પર વાર કરતા PM મોદીએ કહ્યું કે, હવે વીજળીની વાત કરતા લેકોને ખબર નથી કે કઈ રીતે ગુજરાતમાં વીજળી પહોંચી છે.

 • 23 Nov 2022 01:21 PM (IST)

  યુવાનોએ ફરી એક વાર ભાજપ સરકાર બનાવવાનો નિર્ધાર કર્યો - PM મોદી

  તો વધુમાં PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસે એવી સ્થિતિ બનાવી હતી કે ગરીબ હંમેશા માગતા જ રહ્યાં. ગુજરાતમાં દુષ્કાળના દિવસો કેવા હતા તે યુવાનોને ખબર નથી. કુદરતી પ્રકોપ વચ્ચે આપણે ગુજરાતને આગળ વધાર્યું. નવી પેઢીએ વિકાસના દિવસો જ જોયા છે. ગુજરાતમાં યુવાનોએ ફરી એક વાર ભાજપ સરકાર બનાવવાનો નિર્ધાર કર્યો છે. ભૂતકાળમાં ચૂંટણી ટાણે પાણી-વીજળીની ચર્ચા થતી હતી. પરંતુ 20 વર્ષમાં પાણી અને વીજળીનો મુદ્દો જ વિપક્ષને નથી મળતો.

 • 23 Nov 2022 01:14 PM (IST)

  કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા ભાગલા પાડ્યા - PM મોદી

  મહેસાણામાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મહેસાણા રાજકીય રીતે જાગૃત જિલ્લો છે. આ ચૂંટણી ભૂપેન્દ્ર અને નરેન્દ્ર નહીં ગુજરાતની જનતા લડી રહી છે. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે પક્ષે ભૂતકાળમાં કેવી રીતે સરકાર ચલાવી તે સૌ કોઈ જાણે છે. કોંગ્રેસનું મોડેલ એટલે જાતિવાદ. કોંગ્રેસનું મોડેલ એટલે અરબો- ખરબોના ભ્રષ્ટાચાર. તો કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા ભાગલા પાડ્યા.

 • 23 Nov 2022 01:05 PM (IST)

  Gujarat Election 2022 : બનાસકાંઠા ભાજપમાં ભંગાણ, 150થી વધુ કાર્યકર્તાઓ જોડાયા કોંગ્રેસમાં

  બનાસકાંઠા ભાજપમાં ભંગાણ સર્જાયું છે. બનાસકાંઠની કાંકરેજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોરની જનસભામાં 150થી વધુ ભાજપના કાર્યકર્તાઓએ કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો. આ જનસભા થરા ખાતે રાખવામાં આવી હતી. અમૃત ઠાકોરની સભામાં ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ હાજર રહ્યા હતા. કાંકરેજ વિધાનસભા બેઠકના ઉમેદવાર અમૃત ઠાકોર જગદીશ ઠાકોરના નાના ભાઈ છે અને તેના પ્રચાર માટે જનસભા રાખવામાં આવી હતી. પરંતુ 150થી વધુ કાર્યકર્તાઓએ ભાજપ સાથે છેડો ફાડતા રાજકીય માહોલ વધુ ગરમ બન્યો છે

 • 23 Nov 2022 12:56 PM (IST)

  ગુજરાત ઈલેક્શન 2022 : PM મોદી મહેસાણા પહોંચ્યા

  વડાપ્રધાન મોદી મહેસાણા પહોંચ્યા છે, થોડીવારમાં તેઓ જનસભાને સંબોધન કરશે.

 • 23 Nov 2022 12:51 PM (IST)

  કોંગ્રેસે કોરોના રસીને લઈને પણ રાજકારણ કર્યું - અમિત શાહ

  સંબોધનમાં વધુમાં અમિત શાહે કહ્યું કે, કોરોના રસીને લઈને પણ કોંગ્રેસે રાજકારણ કર્યું, તેમને સૌરાષ્ટ્રમાં ઘૂસવા દેતા નહીં. તો વધુમાં કહ્યું કે,  સૌથી વધુ રોકાણ અને લઘુ ઉદ્યોગ ગુજરાતમાં છે. તો દેશના 100 ટકામાંથી  30 ટકા એક્સપોર્ટ માત્ર ગુજરાતમાંથી થાય છે.

 • 23 Nov 2022 12:43 PM (IST)

  ગુજરાતના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરે છે કોંગ્રેસ - અમિત શાહ

  તો નર્મદા યોજનાને લઈ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, ગુજરાતના ઘા પર મીઠું ભભરાવવાનું કોંગ્રેસ કામ કરે છે. તે નર્મદા યોજનામાં બાધારૂપ મેઘા પાટકર હમણાં જ રાહુલ ગાંધીની પદયાત્રામાં જોડાયા હતા.અરવિંદ કેજરીવાલે તો મેઘા પાટકરને ટિકિટ પણ આપી. તો વધુમાં કહ્યું કે, પહેલા રાજ્યમાં ગુંડાઓની તકલીફ હતી, હવે ક્યાંય દેખાતા નથી. જ્યાં શાંતિ ન હોય ત્યાં વિકાસ ન થાય.

 • 23 Nov 2022 12:34 PM (IST)

  જસદણ કુંવરજીભાઈ બાવળિયાના કામની બેઠક છે - અમિત શાહ

  જસદણમાં સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે, જસદણ સભાની સીટ નથી તેમના કામની સીટ છે. કુંવરજીભાઈને મેં પહેલા વિધાનસભામાં કામ કરતા જોયા છે. તમારો એક મત ગુજરાતનું આગામી ભવિષ્ય નક્કી કરશે. કોંગ્રેસ વર્ષો સુધી સૌરાષ્ટ્રને તરસ્યુ રાખ્યું. સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ભાજપે દૂર કરી. પહેલા ગાંધીનગરમાંથી પાણી માટે ટ્રેન મોકલવી પડતી હતી. તો નર્મદા યોજનાને પણ કોંગ્રેસે રોકી હતી.

 • 23 Nov 2022 12:18 PM (IST)

  Gujarat Election : જસદણમાં ગૃહપ્રધાન અમિત શાહ ની સભાને પગલે કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ

  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જસદણ બેઠક પર સભા સંબોધવાના છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજર રહ્યા છે. જસદણ બેઠકની વાત કરીએ તો અહીંથી ભાજપે કુંવરજી બાવળિયાને ટિકિટ આપી છે. નોંધનીય વાત એ છે કે, આ બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવાર તરીકે ભોળાભાઈ ગોહેલને ઉતાર્યા છે. ભાજપ અને કૉંગ્રેસના બંને ઉમેદવાર કોળી સમાજમાંથી આવતા હોય જસદણ બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે.. ત્યારે અમિત શાહની સભાને પગલે કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 • 23 Nov 2022 11:52 AM (IST)

  Gujarat Election 2022 Live : સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

  ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને "ભારત તોડો યાત્રા" ગણાવી. ભાજપના પ્રચાર માટે સુરત આવેલા સંબિત પાત્રાએ કહ્યું રાહુલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધીને જોડવાનું ફાવતું નથી, તેમને ફક્ત તોડવાનું જ ફાવે છે. રાહુલ ગાંધીની યાત્રામાં કલાકારો તેમની જાતે નથી આવતા. તેમને પ્રલોભનો આપીને લાવવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધીને અનેક વખત રિલૉન્ચ કર્યા, પણ રોકેટમાં ઈંધણ જ નથી તો કેવી રીતે રિલૉન્ચ થઈ શકે.

 • 23 Nov 2022 11:37 AM (IST)

  ગુજરાત ઈલેક્શન : 75 લાખની રોકડ ઝડપાવા મુદ્દે પોલીસે ED ને સોંપી તપાસ

  સુરતના મહિધરપુરામાંથી 75 લાખની રોકડ ઝડપાવા મુદ્દે પોલીસે હવે EDને તપાસ સોંપી છે. ED તપાસ કરશે કે આ રૂપિયા કોના છે અને કોને મોકલવાના હતા. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે તેમાં એક દિલ્લીના ઉદય ગુર્જર અને બીજો રાંદેરનો મોહમ્મદ ફૈઝ છે. આ બંને શખ્સો કારમાં 75 લાખ રોકડ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન મહિધરપુરામાં પોલીસે ઝડપી પાડ્યા હતા. કારમાંથી કોંગ્રેસના પેમ્ફલેટ્સ મળી આવ્યા છે.  જેના પરથી એવી શક્યતા સેવાઈ રહી છે કે આ રૂપિયા ચૂંટણીમાં કોંગ્રેસ માટે લવાયા હોઈ શકે છે.

 • 23 Nov 2022 11:12 AM (IST)

  Gujarat Assembly Election : રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનું દર્દ છલકાયું

  રાધનપુરમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનું દર્દ છલકાયું હતું. અલ્પેશે જણાવ્યું કે, તેઓ જ્યાં જાય છે.ત્યાં બધા કહે છે કે તેઓ બહારના છે. તેમને ખબર નથી કે તેઓ ક્યાંના છે. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ભાજપે ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. પરંતુ તેમની ઈચ્છા રાધનપુરથી ચૂંટણી લડવાની હતી. જેથી રાધનપુરની સભામાં અલ્પેશ ઠાકોરે મનની વ્યથા ઠાલવી હતી.

 • 23 Nov 2022 11:09 AM (IST)

  Gujarat Election : ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને ગુજરાતીઓનો માન્યો આભાર

  બનાસકાંઠાના થરાદમાં ગઈકાલે ગૃહપ્રધાન અમિત શાહે સભા ગજવી હતી. જેમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. જેનો એક વીડિયો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ શેર કર્યો. જેના પર અમિત શાહે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે ભાજપ અને ગુજરાતની જનતા વચ્ચેનો સંબંધ અતૂટ છે. આ અભૂતપૂર્વ સમર્થન માટે ખૂબ ખૂબ આભાર.મહત્વનું છે કે થરાદમાં શંકર ચૌધરી ભાજપના ઉમેદવાર છે. અમિત શાહે તેમના માટે પ્રચાર કર્યો હતો.

 • 23 Nov 2022 10:42 AM (IST)

  Gujarat Election : ભાજપના ધૂરંધર નેતાઓ કરી રહ્યા છે ધરખમ પ્રચાર

  વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ધૂરંધર નેતાઓ ધરખમ પ્રચાર થકી સમગ્ર ગુજરાત ધમરોળી રહ્યા છે,  ત્યારે વડાપ્રધાન મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા અને યોગી આદિત્યનાથ સહિતના નેતાઓ ફરી જંગી જાહેરસભા ગજવશે. વડાપ્રધાન મોદી મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં પ્રચંડ પ્રચાર કરશે.  તો અમિત શાહ જસદણ, દસાડા અને બારડોલીમાં સભા સંબોધશે. ભાજપ અધ્યક્ષ નડ્ડા ગઢડામાં જાહેરસભાને સંબોધિત કરશે. જે બાદ તેઓ જૂનાગઢ અને સુરતમાં જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે.  તો ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારકા, હળવદ અને સુરતમાં આક્રમક પ્રચાર કરશે.

 • 23 Nov 2022 10:11 AM (IST)

  Gujarat Election 2022 : ભાવનગરના શામપરા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર

  ભાવનગર નજીક આવેલા શામપરા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.  ગામના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં તેમણે મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ગામમાં નેતાઓના પ્રચાર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. સ્થાનિકોનું કહેવું છે કે ગામની જમીન પર સરકારે શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ ઉભી કરી આપી છે. પરંતુ આ શાળાઓના નામ અન્ય ગામના લખવામાં આવ્યા છે. ગામની મોડેલ સ્કૂલનું નામ સુધારીને ‘મોડેલ સ્કૂલ શામપરા' કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. આ સિવાય પોલીસ અને આર્મીમાં જવાની તૈયારી કરતા યુવકો માટે મેદાન ફાળવવામાં આવે અને ગામના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માગ છે.

 • 23 Nov 2022 10:08 AM (IST)

  Gujarat Election : ચૂંટણીના માહોલ વચ્ચે દારૂની રેલમછેલમ

  વિધાનસભા ચૂંટણી પહેલા રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી કરી છે.  એરપોર્ટ પોલીસે 449 પેટી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે. ગુંદાળાના પાટીયા નજીકથી આ જથ્થો દારૂનો જથ્થો ઝડપાયો છે.  માહિતી મુજબ કુલ 5388 બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. કુલ 31 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.

 • 23 Nov 2022 10:04 AM (IST)

  Gujarat Assembly Election : બળવાખોર રામસિંહ ઠાકોર ભાજપમાંથી સસ્પેન્ડ

  બળવાખોર રામસિંહ ઠાકોરને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  સાંસદ ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ઠાકોર સસ્પેન્ડ થયા છે. ભાજપ સામે અપક્ષ ચૂંટણી લડતા રામસિંહને  સસ્પેન્ડ કરાયા હોવાની વિગત સામે આવી છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે રામસિંહ ઠાકોર સામે કાર્યવાહી કરી છે. ખેરાલુથી ભાજપની ટિકિટ નહીં મળતા રામસિંહ ઠાકોર નારાજ થયા હતા.

 • 23 Nov 2022 09:48 AM (IST)

  ગુજરાત ઈલેક્શન 2022 : PM મોદી બે દિવસમાં 8 સભાઓ ગજવશે

  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે વડાપ્રધાન મોદી સહિતના નેતાઓની ફોજ ઉતારી છે. આજે PM મોદી મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં PM મોદી પ્રચાર કરશે. ગત ચૂંટણીમાં મહેસાણા જિલ્લાની 7 માંથી 5 બેઠક,વડોદરા જિલ્લાની 10 બેઠકમાંથી 8 બેઠક, ભાવનગરની સાત બેઠકમાંથી 6 બેઠક પર ભાજપે જીત મેળવી હતી.

 • 23 Nov 2022 09:41 AM (IST)

  Gujarat Assembly Election : કોંગ્રેસના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

  વડોદરાના ડભોઇના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાયલી વિસ્તારમાં લોકોને પ્રચાર દરમિયાન રૂપિયા વહેંચવામાં આવતા બાલકૃષ્ણ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે લોકોને રૂપિયાની નોટો આપતો વીડિયો વાયરલ થતા કોંગ્રેસના ઉમેદવાર સામે ફરિયાદ નોંધાઈ છે.

 • 23 Nov 2022 09:38 AM (IST)

  Gujarat Election 2022 : ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં ફરી એકવાર 75 લાખની રોકડ ઝડપાઈ

  વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાના અમલ વચ્ચે સુરતમાં ફરી એકવાર લાખોની રોકડ ઝડપાઈ છે. સુરતના મહિધરપુરામાં એક કારમાંથી 75 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ રોકડ રકમ કોંગ્રેસ પાર્ટી માટે હોવાની શક્યતા છે. કારણ કે કારમાંથી કોંગ્રેસના પેમ્ફલેટ્સ મળી આવ્યા છે. મુંબઈ પાસિંગની આ કારમાં બે શખ્સો રૂપિયા લઈને જઈ રહ્યા હતા.  બે શખ્સોમાં એક રાજસ્થાનનો રહેવાસી અને બીજો સુરતના રાંદેર વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Published On - Nov 23,2022 9:30 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati