Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકો પર ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ, રાજકીય પક્ષો પ્રચારમાં જોતરાશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાની બેઠકો પર માટે ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં આજે છેલ્લી ઘડીએ ભાજપ-કોંગ્રેસ સહિત અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેમજ શુક્રવારથી પ્રથમ તબક્કાની બેઠક માટે રાજકીય પક્ષો ઝંઝાવાતી પ્રચારનો પ્રારંભ કરશે

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકો પર ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ, રાજકીય પક્ષો પ્રચારમાં જોતરાશે
Gujarat Political Party Campaign
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2022 | 8:14 PM

Gujarat Election 2022 : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આ વખતે ચૂંટણી રસપ્રદ એટલે પણ બની છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જયારે આજે પ્રથમ તબક્કાની બેઠકો પર માટે ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં આજે છેલ્લી ઘડીએ ભાજપ-કોંગ્રેસ સહિત અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેમજ શુક્રવારથી પ્રથમ તબક્કાની બેઠક માટે રાજકીય પક્ષો ઝંઝાવાતી પ્રચારનો પ્રારંભ કરશે

પીએમ મોદીનો 28-29 નવેમ્બર અને 2-3 ડિસેમ્બરના રોજ રોડ શો

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી 28-29 નવેમ્બર અને 2-3 ડિસેમ્બરના રોજ રોડ શો અને ડોર-ડોર તું ડોર કેમ્પેઇન કરશે. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન પીએમ મતદારોને સ્લિપનું વિતરણ પણ કરશે. પીએમ તેમની જાહેર સભામાં આસપાસના વિસ્તારોમાં ઘરે ઘરે જનસંપર્ક કરશે. વડા પ્રધાન, ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, નીતિન ગડકરી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત કુલ 54 નેતાઓ ગુજરાત ચૂંટણીમાં અલગ-અલગ સ્થળોએ મતદારોને સ્લિપનું વિતરણ કરશે.

PM મોદી 25 રેલી કરીને 150 બેઠક કવર કરશે

ત્યારબાદ બીજા તબક્કાના મતદાન પૂર્વે 2-3 ડિસેમ્બરે ફરી પ્રચાર કરશે. 20 નવેમ્બરે વડાપ્રધાન સૌરાષ્ટ્રની મુલાકાત લેવાના છે. સૌરાષ્ટ્રમાં તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી આ ચારેય સ્થળ પર જનસભા સંબોધીને પ્રચાર કરશે.. 28-29 નવેમ્બર અને 2-3 ડિસેમ્બરે પણ PM મોદી રોડ શો, ડોર-ટુ-ડોર કેમ્પેઈન સાથે આસપાસના વિસ્તારોમાં જનસંપર્ક કરી પ્રચાર કરશે… PM મોદી 25 રેલી કરીને 150 બેઠક કવર કરશે. આમ મોદી પ્રચાર માટે ઘરે-ઘરે જનસંપર્ક, સોશિયલ મીડિયા, જનસભાને સહારે ચૂંટણીની વૈતરણી પાર પાડવા જઈ રહ્યા છે.

આ છે IPL 2025નો સૌથી નાની ઉંમરનો કેપ્ટન, જુઓ ફોટો
ઘરમાં ગરોળીનું દેખાવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
તમારો ફોન એક મહિનામાં કેટલી વીજળી વાપરે છે?
Plant in pot : ઘરે કૂંડામાં ઉગાડો કૃષ્ણ કમળ ફૂલનો છોડ
આજનું રાશિફળ તારીખ : 16-03-2025
શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?

રાહુલ ગાંધી આગામી 21મી નવેમ્બરના રોજ રાજકોટ આવશે

આ તરફ કોંગ્રેસે પણ રહી રહીને તીર કામઠાંનું તીર ખેંચ્યું છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ શહેરમાં જનસભા અને સંબોધન કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 21મી નવેમ્બરના રોજ રાજકોટ આવશે. આ માટે કોંગ્રેસ તૈયારીમાં લાગી ગઈ છે.

રાહુલ માટે ભીડ એકઠી કરવી એ પણ પડકાર રહેશે

કોંગ્રેસની કોઈપણ જનસભામાં ભીડ એકત્ર કરવા માટે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની મહત્વની ભૂમિકા હોય છે રાહુલ ગાંધીની સભામાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે…પરંતુ છેલ્લી ઘડીએ પ્રચારમાં આવી રહેલા રાહુલ માટે ભીડ એકઠી કરવી એ પણ પડકાર રહેશે..

g clip-path="url(#clip0_868_265)">