Gujarat Election 2022 : ગુજરાતમાં ‘રાજ્યાભિષેક’ માટે રાજકીય પાર્ટીઓ મેદાને, ભાજપના પ્રચારની કમાન સંભાળશે PM મોદી

Mamta Gadhvi
| Edited By: | Updated on: Nov 15, 2022 | 10:31 PM

ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે, એક તરફ ભાજપ 27 વર્ષના શાસને કાયમી રાખવા મથામણ કરી રહી છે, તો કોંગ્રેસ પણ જોરશોરથી પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ AAP  પણ પંજાબ બાદ ગુજરાતમાં પગપેસારો કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.

Gujarat Election 2022 : ગુજરાતમાં 'રાજ્યાભિષેક' માટે રાજકીય પાર્ટીઓ મેદાને, ભાજપના પ્રચારની કમાન સંભાળશે PM મોદી
Gujarat Election 2022 Live

Gujarat Assembly Election : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 હજાર 362 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ગઈકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. સૌથી વધુ ઉમેદવારી ફોર્મ સુરત જિલ્લામાં ભરાયા છે. સુરત જિલ્લાની 16 બેઠકો માટે 256 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે ડાંગની 1 બેઠક પર સૌથી ઓછા 11 ફોર્મ ભરાયા છે. તો બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે, ત્યારે અમદાવાદમાં આજે ભાજપનાં 11 ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે, એક તરફ ભાજપ 27 વર્ષના શાસને કાયમી રાખવા મથામણ કરી રહી છે, તો કોંગ્રેસ પણ જોરશોરથી પ્રચાર થકી મતદાતાઓને રીઝવવા પ્રયાસ કરી રહી છે. તો AAP  પણ પંજાબ બાદ ગુજરાતમાં પગપેસારો કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Nov 2022 08:22 PM (IST)

    Gujarat Election 202: ભરૂચ: મામલતદારે BTPનો વાંધો રદ કર્યો

  • 15 Nov 2022 08:21 PM (IST)

    Gujarat Election 202: છોટા ઉદેપુરથી કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવાએ ભર્યું ફોર્મ

  • 15 Nov 2022 08:19 PM (IST)

    Gujarat Election 202: ખંભાળિયા : કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમનું છલકાયું દર્દ

  • 15 Nov 2022 08:19 PM (IST)

    Gujarat Election 202: જેતપુરમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખે ટિકિટ ન મળતા આપ્યુ રાજીનામુ

  • 15 Nov 2022 08:17 PM (IST)

    Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માના ભાજપ પર આકરા પ્રહાર

  • 15 Nov 2022 08:14 PM (IST)

    અમદાવાદઃ સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકીની સ્પિચનો વીડિયો વાયરલ

  • 15 Nov 2022 08:11 PM (IST)

    Gujarat Election 2022 Live: બાપુનગરથી ભાજપના દિનેશ કુશવાહાએ નોંધાવી દાવેદારી

    આ તરફ અમદાવાદની બાપુનગર બેઠક પરથી ભાજપના દિનેશ કુશવાહાએ દાવેદારી નોંધાવી. શક્તિ પ્રદર્શન સાથે દિનેશ કુશવાહા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ તેમની સાથે જોડાયા હતા. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ દિનેશ કુશવાહાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમે જંગી બહુમતીથી જીતીશું સાથે જ તેમણે કહ્યું કે અમારી સામે કોઈ જ પડકાર નથી અને અમારી જીત નિશ્ચિત છે..

  • 15 Nov 2022 06:55 PM (IST)

    Gujarat Election 2022 Live: વટવા બેઠક પર કોંગ્રેસે જાહેર કરેલા બલવંતસિંહ ગઢવીનો ભારે વિરોધ

    અમદાવાદની વટવા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે બલવંતસિંહ ગઢવીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જો કે તેમનો વિરોધ થતા કોંગ્રેસ આ બેઠકમાં ઉમેદવારને લઈને ફેરવિચારણા કરી શકે છે. વટવા બેઠક પર સ્થાનિક ઉમેદવારની માગ સાથે કોંગ્રેસમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. બોટાદ બાદ હવે વટવા વિધાનસભા બેઠકની પણ કોંગ્રેસમાં ફેરવિચારણા થઈ રહી છે. કોંગ્રેસે જાહેર કરેલા બલવંત ગઢવીનો ભારે વિરોધ થતા ઉમેદવાર બદલાઈ શકે છે.

  • 15 Nov 2022 06:18 PM (IST)

    Gujarat Election 2022 Live: ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી 

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીના કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ, કમલનાથ, સચિન પાયલટ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશ ઠાકોર અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા આ યાદીમાં સામેલ છે.

  • 15 Nov 2022 06:02 PM (IST)

    Gujarat Election 2022 Live: મોરબી: ટંકારા મામલતદાર કચેરીએ સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત

    મોરબીન ટંકારામાં ફોર્મમાં ભૂલ હોવાના કોંગ્રેસન લલિત કગથરાના આક્ષેપ બાદ તપાસ કરાઈ હતી. જેમા બંને ઉમેદવારોને સાંભળ્યા બાદ ટંકારા RO ડીસી પરમારે ફોર્મ માન્ય રાખ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે મોટી ક્ષતિ કે ખોટી માહિતી ફોર્મમાં નહીં ભરી હોવાનુ કહી ફોર્મ માન્ય રાખ્યુ હતુ. આખરે હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો. અગાઉ કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરાએ ફોર્મ રદ કરવાની માગ કરી હતી. ભાજપના ઉમેદવારના ફોર્મમાં ખામી હોવાનો કગથરાએ આક્ષેપ કર્યો હતો.

  • 15 Nov 2022 05:57 PM (IST)

    Gujarat Election 2022 Live: ભાજપના ઉમેદવારના ફોર્મમાં ભૂલ હોવાનો કોંગ્રેસના લલિત કગથરાનો આક્ષેપ

    મોરબીઃ ટંકારાથી ભાજપના ઉમેદવારના ફોર્મમાં ભૂલ હોવાનો કોંગ્રેસના લલિત કગથરાનો આક્ષેપ

    ફોર્મમાં એક પણ જગ્યા ખાલી છોડવાની ના હોયઃ કગથરા

    ભાજપનું ફોર્મ રદ થવા પાત્ર છેઃ લલિત કગથરા

  • 15 Nov 2022 05:52 PM (IST)

    Gujarat Election 2022: ભાજપનો ગઢ ગણાતી મણિનગર બેઠક પરથી અમૂલ ભટ્ટે ભર્યુ ઉમેદવારી પત્ર

    અમદાવાદમાં પૂરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. અમદાવાદમાં મણિનગર બેઠક પર ભાજપે આ વખતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને ટિકિટ આપી છે. અમૂલ ભટ્ટ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે બાઈક રેલી પણ યોજી હતી. એટલુ જ નહીં ઐતિહાસિક બેઠકો સાથે ભાજપ સરકાર બનાવશે તેવો દાવો પણ કર્યો હતો. અમૂલ ભટ્ટએ વધુમાં જણાવ્યુ કે આ ચૂંટણી 20274માં પીએમ મોદીના હાથ વધુ મજબુત કરવા માટેની ચૂંટણી છે. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે અમે 2022માં એવી જીત મેળવીશુ જેના પડઘા 2024માં પડશે.

  • 15 Nov 2022 05:48 PM (IST)

    Gujarat Election 2022: ખેડાના નડિયાદથી ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ ભર્યુ ઉમેદવારી ફોર્મ

    ખેડાના નડિયાદમાં ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ આજે તેમનુ ઉમેદવારી ફોર્મ દાખલ કર્યુ હતુ. નડિયાદ ભાજપના ઉમેદવાર અને નરેન્દ્ર મોદીથી લઈ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ ફોર્મ ભર્યા પહેલા રેલી યોજી હતી જેમા 13 ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. રેલીના પ્રારંભે જ પંકજ દેસાઈને બી.એ.પી.એલના કોઠારી સ્વામીએ આશિર્વાદ આપ્યા હતા.

  • 15 Nov 2022 05:46 PM (IST)

    Gujarat Election 2022: નરોડા બેઠક પરથી પાયલ કુકરાણીએ વિજય મુહુર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું

    અમદાવાદની નરોડા બેઠકથી ભાજપના યુવા ચહેરો અને તબીબ પાયલ કુકરાણીએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. નરોડા બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ. પાયલ કુકરાણીએ જંગી રેલી બાદ તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. અમદાવાદના મેયર કિરીટ પરમાર અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી રહેલા માયા કોડનાની ખાસ હાજર રહ્યાં હતા. વ્યવસાયે ડૉક્ટર પાયલ કુકરાણીના પિતા વર્ષોથી ભાજપ અને સંઘ પરિવાર સાથે જોડાયેલા છે. તેમના પિતા નરોડા વોર્ડમાં મહામંત્રીથી લઈ અને અનેક હોદ્દા પર રહ્યાં છે. તો તેમના માતા રેશ્મા કુકરાણી સૈજપુર બોધા વોર્ડના ભાજપના કોર્પોરેટર છે.

  • 15 Nov 2022 05:13 PM (IST)

    અમરાઈવાડીના કોંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે ભર્યું ફોર્મ

    અમદાવાદમાં અમરાઈવાડીના કોંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ લેમ્બોર્ગીની કાર લઇને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારની DC મોડીફાઈડ લેમ્બોર્ગીની કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી. પાટીદાર પ્રભુત્વવાળી અમરાઇવાડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કટોકટીનો જંગ છે. ઉલ્લેખનીય છે કે 2019ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલની નજીવા અંતરથી હાર થઇ હતી.

  • 15 Nov 2022 04:46 PM (IST)

    ભાજપ ઉમેદવાર કાળુ ડાભીએ ફોર્મ ભર્યું

    ભાજપ ઉમેદવાર કાળુ ડાભીએ ધંધુકા બેઠક માટે ફોર્મ ભર્યું છે. કાળુ ડાભીએ જંગી જાહેર સભા યોજી અને રેલી કાઢી બાદમાં ફોર્મ ભર્યું હતુ. કાળુ ડાભીની જાહેર સભામાં સંતો,મહંતો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા હતા.

  • 15 Nov 2022 04:05 PM (IST)

    નરોડા બેઠકથી ભાજપના પાયલ કુકરાણીએ ફોર્મ ભર્યું

    અમદાવાદની નરોડા બેઠકથી ભાજપના યુવા ચહેરો અને તબીબ પાયલ કુકરાણીએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું. નરોડા બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ. પાયલ કુકરાણીએ જંગી રેલી બાદ ઉમેદવારી કરી હતી. અમદાવાદના મેયર કિરીટ પરમાર અને પૂર્વ પ્રધાન માયા કોડનાની ખાસ હાજર રહ્યાં હતા. ડૉક્ટર પાયલ કુકરાણીના પિતા વર્ષોથી ભાજપ અને સંઘ પરિવાર સાથે જોડાયેલા છે. પિતા નરોડા વોર્ડમાં મહામંત્રીથી લઈ અને અનેક હોદ્દા પર રહ્યાં છે.  તો તેમના માતા રેશ્માન કુકરાણી સૈજપુર બોધા વોર્ડના ભાજપના કોર્પોરેટર છે.

  • 15 Nov 2022 03:48 PM (IST)

    નરોડા બેઠક પરથી નિકુલસિંહ તોમર લડશે ચૂંટણી

    અમદાવાદની નરોડા બેઠક પરથી નિકુલસિંહ તોમર લડશે ચૂંટણી. NCP-કોંગ્રસ ગઠબંધન હેઠળ નિકુલસિંહ તોમર ઉમેદવાર છે. ત્યારે નિકુલસિંહ તોમર કોંગ્રેસના મેન્ટેડ પર ચૂંટણી લડશે. ફોર્મ ભરતા પહેલા નિકુલસિંહ તોમરે રેલી યોજી શક્તિપ્રદર્શન કર્યુ હતુ. નિકુલસિંહ તોમર કુબેરનગર વોર્ડના કોર્પોરેટર છે.

  • 15 Nov 2022 03:34 PM (IST)

    ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું

    ભરૂચમાં ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. અગાઉ BTPના મહેશ વસાવાએ રિતેશ વસાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. મહેશ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે રિતેશ વસાવા ખ્રિસ્તી હોવા છતાં અનુસૂચિત જનજાતિ તરીકે ફોર્મ ભર્યું છે. મહેશ વસાવાના વાંધા બાદ મામલતદારે ચકાસણી કરી BTPનો વાંધો રદ કર્યો છે. મામલતદારે મહેશ વસાવાનો વાંધો રદ કરતા BTP હવે આ નિર્ણયને કોર્ટમાં પડકારશે.

  • 15 Nov 2022 03:32 PM (IST)

    વટવા વિધાનસભા પર ઉમેદવારનો વિવાદ અને વિરોધ યથાવત

    અમદાવાદની વટવા વિધાનસભા પર ઉમેદવારનો વિવાદ અને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. સ્થાનિક ઉમેદવારની માગ સાથે વિરોધ યથાવત છે. વિરોધ જોતા પ્રદેશ કોંગ્રેસ અને હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે. બોટાદ બાદ અમદાવાદની વટવા વિધાનસભાની પણ ફેર વિચારણા શરુ થઇ છે. બળવંત ગઢવીનો ભારે વિરોધ થતાં ઉમેદવાર બદલાઈ શકે છે. બોપલમાં રહેતા બલવંતસિંહ ગઢવીને વટવાથી ટિકિટ મળતા વિવાદ સર્જાયો છે.

  • 15 Nov 2022 03:02 PM (IST)

    ડીસા ભાજપના ઉમેદવારએ નોંધાવી ઉમેદવારી

    બનાસકાંઠાની ડીસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવાણી માળીએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી. પ્રવીણ માળીની ઉમેદવારી સમયે રાજ્ય સભાના સાંસદ સહિત, ધારાસભ્ય અને સમર્થકો જોડાયા.

  • 15 Nov 2022 02:46 PM (IST)

    ભાજપના રમણલાલ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું

    મહેસાણા વિજાપુર બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. અહીં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બેઠક પરથી ભાજપના રમણલાલ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરાય તે પહેલા સી.આર.પાટિલની અધ્યક્ષતામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રમણલાલ પટેલે દાવો કર્યો હતો કે, 2017ની ચૂંટણીના આંદોલન સમયે લોકો મને ચૂંટ્યો હતો. આ વખતે અકલ્પનીય લીડ સાથે જીત થશે.

  • 15 Nov 2022 02:08 PM (IST)

    ઉના બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પૂંજા વંશના ફોર્મમાં ખામી સામે આવી

    ઉના બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પૂંજા વંશના ફોર્મમાં ખામી સામે આવી છે. ઉનાથી ભાજપ ઉમેદવાર કાળુ રાઠોડે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસ ઉમેદવાર પૂંજા વંશે માહિતી છૂપાવ્યાનો કાળુ રાઠોડે આક્ષેપ કર્યો છે. પૂંજા વંશનું ફોર્મ અમાન્ય કરવા કાળુ રાઠોડે માગ કરી છે.

  • 15 Nov 2022 01:28 PM (IST)

    Gujarat Election Live : 'વિરમગામના લોકો જેટલું આપશે તેનાથી સવાયું આપીશ' - હાર્દિક પટેલ

    હાર્દિક પટેલ ઉમેદવારી પત્રક ભરે તે પહેલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાર્દિક પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.  હાર્દિક પટેલે કહ્યું કે, 28 વર્ષના છોકરાને પક્ષે મોટી જવાબદારી આપી છે. સાથે જ કહ્યું હતું કે, વિરમગામના લોકો જેટલું આપશે તેનાથી સવાયું આપીશ. સાથે જ 1,25,000નો પગારને પાંજરાપોળ અને શિક્ષણ પાછળ વાપરી નાખીશ તેવું વચન પણ આપ્યું હતું. હાર્દિક પટેલે પોતાના નિવેદનમાં લાખાભાઈ ભરવાડ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, જ્યારે પણ સામે પક્ષના ધારાસભ્યને વિકાસના કામને લઈને સવાલ કરવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે, મારુ કોઈ સાંભળતું નથી. અને અરજી કરી છે રજૂઆત કરી છે, જો અરજી અને રજૂઆત કરવી હોત તો ટપાલી રાખી લઈએ શા માટે ધારાસભ્ય બનાવ્યા છે.

  • 15 Nov 2022 12:38 PM (IST)

    ગુજરાત વિધાનસભા ચૂંટણી : જાણો ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારો કેટલી સંપત્તિના છે માલિક

  • 15 Nov 2022 12:35 PM (IST)

    Gujarat Assembly Election: નિકુલસિંહ તોમર કોંગ્રેસના મેન્ટેડ પર લડશે ચૂંટણી

    અમદાવાદ નરોડા બેઠક પરથી નિકુલસિંહ તોમર ચૂંટણી લડશે. આ બેઠકને લઈ ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. નિકુલસિંહ તોમર કોંગ્રેસના મેન્ટેડ પર આ ચૂંટણી લડશે.  ફોર્મ ભરતા પહેલા નિકુલસિંહ તોમરે રેલી યોજી. નિકુલસિંહ તોમર કુબેરનગર વોર્ડના કોર્પોરેટર છે.

  • 15 Nov 2022 12:30 PM (IST)

    Gujarat Election : વેજલપુર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલે ભર્યું ફોર્મ

    અમદાવાદની વેજલપુર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું.શક્તિ પ્રદર્શન સાથે રાજેન્દ્ર પટેલ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. કોંગ્રેસના રાજેન્દ્ર પટેલ સામે ભાજપના અમિત ઠાકરની સીધી ટક્કર જોવા મળશે. આ સાથે રાજેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યકત કર્યો કે શહેરી વિસ્તારના મતદારોની ભાજપ તરફી માન્યતા તોડીશ.

  • 15 Nov 2022 12:21 PM (IST)

    Gujarat Election Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર માટે ફરી આવશે ગુજરાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે. તેઓ ફરી એકવાર 19મી નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવવાના છે અને ધૂંઆધાર પ્રચાર કરવાના છે. પીએમ મોદી દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને વાપીમાં સભાને સંબોધશે. મળતી માહિતી અનુસાર વાપીમાં પીએમ મોદી ભવ્ય રોડ-શો યોજશે. એટલું જ નહિં વાપીમાં વિશાળ રોડ-શો યોજ્યા બાદ વલસાડમાં ભવ્ય સભામાં પણ સંબોધન કરશે. પીએમ મોદીના આ પ્રવાસને લઇ કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.. અને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

  • 15 Nov 2022 12:09 PM (IST)

    Gujarat Election Live : ભાજપના ઉમેદવારોએ નામાંકન બાદ શરૂ કર્યો પ્રચાર

    રંગીલા રાજકોટમાં ભાજપના ઉમેદવારોએ નામાંકન બાદ પૂરજોશમાં પ્રચાર કાર્ય શરૂ કર્યું છે. રાજકોટ પૂર્વ બેઠકથી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડની સાથે જ પ્રધાન અરવિંદ રૈયાણી ખભેખભો મિલાવીને ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા છે. ભાજપમાં અનેક સ્થળે ધારાસભ્યોની ટિકિટ કપાતા નારાજગી સામે આવી છે. જો કે પ્રધાન અરવિંદ રૈયાણી ભાજપના ઉમેદવારને સમર્થન આપી જનસંપર્કમાં જોડાયા છે. અરવિંદ રૈયાણીએ ટિકિટ ન મળતા નારાજ થયેલા નેતાઓને સલાહ આપી કે વ્યક્તિ નહીં કમળ મહત્વનું છે.

  • 15 Nov 2022 12:05 PM (IST)

    Gujarat Vidhansabha Election : અર્બુદા સેનાએ ચૂંટણીને લઇ કર્યો મહત્વનો નિર્ણય

    પૂર્વ ગૃહરાજ્યપ્રધાન વિપુલ ચૌધરી ચૂંટણી નહીં લડે. મહેસાણાની અર્બુદા સેનાએ ચૂંટણીને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. અર્બુદા સેનાએ જાહેરાત કરી છે કે તે ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષને સમર્થન નહીં કરે. તેનો કોઈ સભ્ય ચૂંટણી નહીં લડે. અર્બુદા સેના બિન રાજકીય સંગઠન તરીકે સામાજિક મુદ્દા પર જ કામગીરી કરશે. આજના સંમેલનમાં પણ કોઈ રાજકીય ચર્ચા કરવામાં ન આવી હોવાનો અર્બુદા સેનાએ દાવો કર્યો છે..મહત્વનું છે કે વિપુલ ચૌધરી અર્બુદા સેનાના અધ્યક્ષ છે અને હાલમાં તેઓ જેલમાં બંધ છે.

  • 15 Nov 2022 11:33 AM (IST)

    Gujarat Election Live : ચૂંટણી પહેલા ડભોઇ કોંગ્રેસમાં મોટું ભંગાણ

    ચૂંટણી પહેલા ડભોઇ કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યુ છે. ડભોઇ ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાએ કોંગ્રેસને ઝટકો આપ્યો છે. સાઠોદ ગામના 700 કાર્યકરો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. ઉમેદવાર શૈલેષ મહેતા ફોર્મ ભરે તે પહેલા કોંગ્રેસને ઝટકો આપ્યો છે.

  • 15 Nov 2022 11:27 AM (IST)

    Gujarat Vidhansabha : ચાર બેઠક પર હજુ પણ ભાજપનું કોકડુ ગુંચવાયુ

    હજુ 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જાહેરાત બાકી છે. ત્યારે માંજલપુરમાં કોને ટિકિટ આપવી તેને લઇને પક્ષમાં અસમંજસની સ્થિતિ છે. યોગેશ પટેલનું પત્તુ કપાય તો બળવો થવાની પ્રબળ શક્યતા છે. અન્ય કોઇ ઉમેદવાર આવે તો પક્ષને મોટું નુકસાન થઇ શકે છે. માંજલપુરમાં 50થી વધુ દાવેદારી નેતાઓએ નોંધાવી હતી. તો આ તરફ અર્બુદા સેનાના વલણને લઇને બે બેઠકો પર કોકડુ ગુંચવાચું છે. માણસા અને ખેરાલુમાં ચૌધરી પટેલનો પ્રભાવ વધુ છે. માણસામાં પાટીદાર કે ચૌધરીને ટિકિટ આપવી તે પ્રશ્ન છે. માણસામાં OBC મતદારો મોટા પ્રમાણમાં છે, ત્યારે કોંગ્રેસે OBC ઉમેદવારને ટિકિટ આપી છે. ખેરાલુમાં ભૂતકાળમાં ચૌધરી ઉમેદવારો ફાવ્યા હતા. માણસામાંથી ચૌધરી ઉમેદવારને ટિકિટ ન અપાય તો ખેરાલુમાં અપાય તેવી શક્યતા છે. કારણકે માણસા વિધાનસભા બેઠક રાજકીય રીતે સંવેદનશીલ મનાય છે.

  • 15 Nov 2022 11:23 AM (IST)

    Gujarat Election Live : ગાંધીનગર જિલ્લામાં પહેલી વખત ભાજપે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા

    ગાંધીનગર ઉત્તરથી ભાજપે રીટા પટેલને મેદાને ઉતાર્યા છે. આજે રીટા પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે. મહત્વનું છે કે ગાંધીનગર જિલ્લામાં પહેલી વખત ભાજપે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ગાંધીનગરના મેયર રહી ચૂકેલા રીટા પટેલે જંગી લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

  • 15 Nov 2022 11:17 AM (IST)

    Gujarat Vidhansabha Election : વાવ બેઠક કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભરશે ફોર્મ

    ગુજરાત ઈલેક્શન 2022 : વાવ બેઠક કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર થોડીવારમાં ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા ભાભરથી રેલી કાઢી તેમણે શક્તિ પ્રદર્શન કર્યુ છે. દેશી ઢોલ અને DJ ના તાલે ટ્રેક્ટરમાં બેસીને ગેનીબેને રેલી કાઢી છે. સુઈગામ પ્રાંત કચેરીમાં ઉમેદવારી નોંધાવશે.

  • 15 Nov 2022 11:08 AM (IST)

    Gujarat Election Updates: વેજલપુરમાં કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર પટેલનું શક્તિ પ્રદર્શન

    વેજલપુર વિધાનસભા કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર પટેલે ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ ઉમેદવાર વાહન રેલી સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા.  વેજલપુર વિધાનસભામાં મુસ્લિમ મતો બહુમતીમાં છે,  જ્ઞાતિગત સમીકરણો કોંગ્રેસની તરફેણમાં હોવાથી અહીં ખરાખરીનો જંગ જામશે. કોંગ્રેસના રાજેન્દ્ર પટેલ સામે ભાજપે વેજલપુરમાં અમિત ઠાકરેને મેદાનમાં ઉતાર્યા છે.

  • 15 Nov 2022 10:58 AM (IST)

    Gujarat Assembly Election : ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલ થોડીવારમાં ભરશે ઉમેદવારી ફોર્મ

    ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલ થોડીવારમાં ઉમેદવારી ફોર્મ ભરશે. વિરમગામ બેઠકથી હાર્દિક પટેલ ભાજપના ઉમેદવાર છે.

  • 15 Nov 2022 10:53 AM (IST)

    Gujarat Election Live : જેલમાં બંધ વિપુલ ચૌધરી લડી શકે છે ચૂંટણી

    જેલમાં બંધ વિપુલ ચૌધરી ચૂંટણી લડે તેવી શક્યતા છે. આજે માણસાના ચરાડામાં અર્બુદા સેનાનું સ્નેહમિલન મળનાર છે, ત્યારે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. વિપુલના જોડાવાથી ઉત્તર ગુજરાતની 8 બેઠક પર અસર થઈ શકે છે.

  • 15 Nov 2022 10:47 AM (IST)

    ગુજરાત ચૂંટણી 2022 : BJP ઉમેદવાર હર્ષ સંઘવીએ કોંગ્રેસના ઉમેદવારને ગળે મળી શુભેચ્છા પાઠવી

    રાજકારણમાં  પક્ષો એકબીજા પર અનેક પ્રહારો કરતા હોય છે. પરંતુ બીજી તરફ રાજકારણ ભૂલીને રાજકીય ખેલદિલી પણ દેખાડતા હોય છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના મજુરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બલવંત જૈન ફોર્મ ભરવા એકસાથે પહોંચ્યા હતા. જ્યાં બંને ઉમેદવારો એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી. અને રાજકીય ખેલદિલીની ભાવનાનું ઉત્તમ ઉદ્દાહરણ પુરૂ પાડ્યુ છે.

  • 15 Nov 2022 10:42 AM (IST)

    Gujarat Election 2022 : પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1,362 ઉમેદવારી ફોર્મ ભરાયા

    રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 હજાર 362 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ગઈકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. જેથી પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે દોડાદોડી કરી હતી. સૌથી વધુ ઉમેદવારી ફોર્મ સુરત જિલ્લામાં ભરાયા છે.  સુરતજિલ્લાની 16 બેઠકો માટે 256 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે રાજકોટ, જામનગર અને ભાવનગરમાં 110થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે ડાંગની 1 બેઠક પર સૌથી ઓછા 11 ફોર્મ ભરાયા છે. પ્રથમ તબક્કામાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા સહિત અનેક નેતાઓએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

Published On - Nov 15,2022 10:36 AM

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">