Gujarat Election 2022 : ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ કચ્છથી શરૂ કર્યો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતમાં ચૂંટણી બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે.ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્ટાર પ્રચારક તરીકે પોતાના પ્રચારની શરૂઆત કચ્છથી કરી દીધી છે.મુન્દ્રામાં ભાજપ ઉમેદવાર અનિરુદ્ધ દવેના નામાંકન પહેલાની સભામાં મુખ્યપ્રધાને ઉપસ્થિત રહી જંગી જનસભાને સંબોધી હતી
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતમાં ચૂંટણી બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે.ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્ટાર પ્રચારક તરીકે પોતાના પ્રચારની શરૂઆત કચ્છથી કરી દીધી છે.મુન્દ્રામાં ભાજપ ઉમેદવાર અનિરુદ્ધ દવેના નામાંકન પહેલાની સભામાં મુખ્યપ્રધાને ઉપસ્થિત રહી જંગી જનસભાને સંબોધી હતી.મુખ્યપ્રધાને રાજ્યની તમામ બેઠકો જંગી બહુમતીથી જીતવાનો આશાવાદ વ્યક્ત કરી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.તો આ તરફ અબડાસા અને માંડવી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ફોર્મ ભર્યુ હતું. જે દરમિયાન CM ભુપેન્દ્ર પટેલ પણ ખાસ હાજર રહી પદ્યુમનસિંહ જાડેજા અને અનિરૂદ્ધ દવેને શુભેચ્છા પાઠવી સભા સંબોધી હતી..
ગુજરાત ઇલેકશન 2022 : આ ઉપરાંત આજે ગાંધીધામના ભાજપના ધારાસભ્ય માલતી મહેશ્ર્વરીએ આજે ઉમેદવારી પત્ર ભર્યુ હતુ કચ્છના સાંસદ અને ગુજરાત ભાજપના મહામંત્રી તથા યુ.પીના ટ્રાન્સપોર્ટ મીનીસ્ટર સ્વતંત્રદેવ સિંગ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. ભાજપે મહિલા ધારાસભ્યને બીજી વાર તક આપી છે. આ પહેલા ભાજપની ગઢ ગણાતી ગાંધીધામ બેઠક પરથી માલતીબેન 2017માં પણ વિજયી બન્યા હતા. આજે કાર્યક્રરો સમર્થકો સાથે સભા સંબોધ્યા બાદ તેઓએ દાવેદારી નોંધાવી હતી.
અંજાર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ત્રિક્રમ બીજલ છાંગાએ દાવેદારી કરી હતી. આ વિસ્તારના પુર્વ ધારાસભ્ય વાસણ આહિર સહિત પુર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ જનસભા સંબોધન સાથે જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ અને ભાજપ સંગઠનના જુના કાર્યક્રરે સમર્થકો સાથે દાવેદારી કરી હતી. જેમાં સભા સાથે વિશાળ રેલી યોજી કાર્યક્રરોનુ અભિવાદન જીલ્યુ હતુ. અને જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠક પર 4 વખત જીત મેળવનાર વાસણ આહિરે ભાજપનો ગઢ જાળવી રાખવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. વિશાળ સરધસ કાઢી ભાજપના ઉમેદવારે સમર્થકો સાથે દાવેદારી નોંધાવી હતી.