Gujarat Election 2022 LIVE : ભાજપમાં નારાજગી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક પૂર્ણ, કમલમમાં કરાઈ મેરેથોન ચર્ચા, આવતીકાલ સુધીમાં જાહેર થઈ શકે છે બાકીના 16 ઉમેદવારોની યાદી

Mamta Gadhvi

Mamta Gadhvi | Edited By: Mina Pandya

Updated on: Nov 13, 2022 | 11:07 PM

Gujarat Assembly Election 2022 live News Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ સત્તા કાયમ રાખવા મથામણ કરી રહી છે, તો કોંગ્રેસ મહતમ બેઠકો જીતવા અને AAP પણ ગુજરાતમાં પગપેસારો કરવા એડી ચોટીનુ જોર લગાવી રહી છે.

Gujarat Election 2022 LIVE : ભાજપમાં નારાજગી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક પૂર્ણ, કમલમમાં કરાઈ મેરેથોન ચર્ચા, આવતીકાલ સુધીમાં જાહેર થઈ શકે છે બાકીના 16 ઉમેદવારોની યાદી
Gujarat Election 2022 LIVE

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જો કે ભાજપમાં 32 બેઠકો પર ટિકિટને લઈ વિવાદ છેડાયો છે. ગત ચૂંટણીમાં આ 32 માંથી 11 બેઠક પર ભાજપની હાર થઈ હતી. ડેમેજ કંટ્રોલ કરવા ખુદ અમિત શાહે કમલમમાં ઉચ્ચસ્તરીય મેરેથોન બેઠક બોલાવી હતી. જેમા હર્ષ સંઘવી, સી. આર. પાટીલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી સહિતના હાજર રહ્યા હતા. બેઠકમાં વઢવાણ સીટ પર ઉમેદવાર બદલી જગદિશ મકવાણાને ટિકિટ આપવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે બાકી રહેલા 16 ઉમેદવારોના નામ મુદ્દે હજુ સસ્પેન્સ યથાવત છે. કોંગ્રેસે આજના દિવસમાં તેના 39 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમા રાજકોટની હાઈ પ્રોફાઈલ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસે કડવા પાટીદાર ઉમેદવાર મનસુખ કાલરિયાને ટિકિટ આપી પાટીદાર કાર્ડ ખેલ્યુ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 13 Nov 2022 10:28 PM (IST)

  Gujarat Election 2022 : કોંગ્રેસે 33 ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર

  ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ  33 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આજના દિવસમાં કોંગ્રેસે ઉપરા ઉપરી બે યાદી જાહેર કરી હતી. જેમા પ્રથમ યાદીમાં 6 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. જ્યારે બીજી યાદીમાં 33 ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

  1. વાવ – ગેનીબેન ઠાકોર
  2. થરાદ – ગુલાબસિંહ રાજપૂત
  3. ધાનેરા – નાથાભાઈપટેલ
  4. દાંતા -(એસ.ટી) કાંતિભાઈ ખરાડી
  5. વડગામ- (એસ. સી) જીગ્નેશ મેવાણી
  6. રાધનપુર- રધુ દેસાઇ
  7. દાણિલીમડા- શૈલેષ પરમાર
  8. બાપુનગર- હિંમતસિંહ પટેલ
  9. જમાલપુર- ઇમરાન ખેડાવાલા
  10. સાબરમતી દિનેશ મહિડા
  11. આંકલાવ- અમિત ચાવડા
  12. વિજાપુરથી સી. જે. ચાવડા
  13. ડૉ. તુષાર ચૌધરી- ખેડબ્રહ્મા
  14. ડૉ. કિરિટ પટેલ- પાટણ
  15. દરિયાપુર- ગ્યાસુદ્દીન શેખ
  16. પાવી જેતપુર- સુખરામ રાઠવાને
  17. ચાણસ્મા – દિનેશ ઠાકોર
  18. સંગ્રામસિંહ રાઠવા- છોટા ઉદેપુરથી
  19. બોટાદ -મનહર પટેલ
  20. ગારીયાધાર- દિવ્યેશ ચાવડા
  21. જામનગર ગ્રામ્ય- જીવન કુંભારવાડિયા
  22. રાજકોટ પશ્ચિમ- મનસુખ કાલરિયાને
  23. મોરબી- જયંતિ પટેલ
  24. ધ્રાંગધ્રા- છત્રસિંહ ગુંજારિયા
  25. મોડાસા – રાજેન્દ્રસિંહ ઠાકોર
  26. વેજલપુર – રાજેન્દ્ર પટેલ
  27. વટવા – બળવંત ગઢવી
  28. નિકોલ – રણજીત બારડ
  29. ઠક્કરબાપાનગર – વિજય બ્રહ્મભટ્ટ
  30. બોરસદ – રાજેન્દ્ર પરમાર
  31. વાઘોડીયા – સત્યજીત ગાયકવાડ
  32. ડભોઇ – બાલ કિશન પટેલ
  33. 33 આણંદ- કાંતિ સોઢા પરમાર
 • 13 Nov 2022 10:16 PM (IST)

  Gujarat Election 2022 : વઢવાણમાં ભાજપે બદલ્યા ઉમેદવાર

  વઢવાણમાં ભાજપે ઉમેદવાર બદલ્યા છે. જિજ્ઞા પંડ્યાના બદલે ભાજપે જગદિશભાઈ મકવાણાને ટિકિટ આપી છે.  ગાંધીનગરમાં કમલમ ખાતે મળેલી મેરેથોન બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં જિજ્ઞા પંડ્યા પણ હાજર રહ્યા હતા.

 • 13 Nov 2022 09:22 PM (IST)

  Gujarat Election 2022 : ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ની જામનગરની બેઠકો માટે ઈન્ચાર્જ તરીકે કરાઈ નિમણુક

  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામનગર ગ્રામ્ય વિધાનસભા સીટમાં ઈન્ચાર્જ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ની નિમણુક કરી છે.

 • 13 Nov 2022 07:31 PM (IST)

  Gujarat Election 2022 : કોંગ્રેસે વધુ 6 ઉમેદવારોની યાદી જાહેર કરી

  1. ધ્રાંગધ્રા- છત્તરસિંહ ગુંજારિયા
  2. મોરબી- જયંતિ પટેલ
  3. રાજકોટ પશ્ચિમ- મનસુખભાઈ કાલરિયા
  4. જામનગર ગ્રામીણ- જીવનભાઈ કુંભારવાડિયા
  5. ગારિયાધાર- દિવ્યેશ ચાવડા
  6. બોટાદ- મનહર પટેલ
 • 13 Nov 2022 07:24 PM (IST)

  કમલમમાં અમિત શાહની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક, ડેમેજ કંટ્રોલ અને બાકી રહેલી બેઠકો પર યાદી જાહેર કરવા અંગે મંથન

  કમલમમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે. ભાજપમાં હાલ અમુક બેઠકો પર ઉમેદવારોમાં ટિકિટ ફાળવણીને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે અમિત શાહે તાબડતોબ બેઠક બોલાવી છે. જેમા અમિત શાહ, સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, રાજેન્દ્ર ત્રિવેદી, મનસુખ માંડવિયા સહિતના નેતાઓ હાજર છે. બાકી રહેલી 16 સીટોના ઉમેદવારો અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આ બેઠકો પર આજે મોડી રાત સુધીમાં અથવા આવતીકાલે નામો જાહેર થઈ શકે છે.

 • 13 Nov 2022 06:32 PM (IST)

  Gujarat Election 2022: સુરત કતારગામમાં આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આપ્યુ વિવાદી નિવેદન

  આપના પ્રમુખ અને કતારગામથી આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિવાદી નિવદેન આપ્યુ છે. ગોપાલ ઈટાલિયાએ ભાજપના ધારાસભ્યોને આંતકવાદીઓ સાથે સરખાવ્યા. ઈટાલિયાએ કહ્યુ "ચૂંટણી આવે એટલે આંતકવાદીઓ આવી જાય, દર ચૂંટણીએ બે-ચાર આતંકવાદીઓ આવી જાય છે. આ લોકોને ભાડે લાવતા હશે કે... ઘણીવાર મને એમ થાય કે આ ભાજપના ધારાસભ્યોની વાત કરતા હશે કે ખરેખર આંતકવાદીની વાત કરતા હશે" ગોપાલ ઈટાલિયાએ કતારગામ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર સમયે આ નિવેદન આપ્યુ છે.

 • 13 Nov 2022 06:29 PM (IST)

  Gujarat Election 2022: ભાજપ બાકી રહેલા 16 નામો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની બેઠક બાદ જાહેર કરે તેવી શક્યતા

  ભાજપ બાકી રહેલા 16 નામો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની બેઠક બાદ જાહેર કરે તેવી શક્યતા, આ સાથે ભાજપ 182 બેઠકોની યાદી જાહેર પૂર્ણ થઈ જશે.

 • 13 Nov 2022 06:20 PM (IST)

  Gujarat Election 2022: વઢવાણ ભાજપના ઉમેદવાર જીજ્ઞાબેન પંડ્યાએ ઉમેદવારી કરવાની ના પાડી

  વઢવાણ ભાજપના ઉમેદવાર જીજ્ઞાબેન પંડ્યાએ ઉમેદવારી કરવાની ના પાડી, ટીકીટ આપવા બદલ વડાપ્રધાનનો માન્યો આભાર. વઢવાણના ઉમેદવાર જીજ્ઞાબેન પંડ્યાએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી. જેપી નડ્ડાને તેમની જગ્યાએ અન્ય ઉમેદવારને ટિકિટ આપવી વિનંતિ કરી. વઢવાણ બેઠક પર હવે તેમના સ્થાને જગદિશ મકવાણાને ટિકિટ આપી શકે છે ભાજપ.

 • 13 Nov 2022 06:14 PM (IST)

  Gujarat Election 2022: વઢવાણ બેઠક પરથી જાહેર થયેલ ઉમેદવાર બદલાય તેવી શક્યતા

 • 13 Nov 2022 06:10 PM (IST)

  Gujarat Election 2022: વડોદરાના સિનિયર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કમલમ પહોંચ્યા

  વડોદરાના સિનિયર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કમલમ પહોંચ્યા છે. વડોદરા જિલ્લામાં ભાજપના 3 ધારાસભ્ય નારાજ થતાં ભાજપમાં ભાગદોડ મચી છે. અમિત શાહે રાજેન્દ્ર ત્રિવેદીને ચર્ચા કરવા બોલાવ્યા છે. તેમજ વાઘોડિયાના સિનિયર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી છે. તેમજ રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાતા તેઓ ખુદ નારાજ ચાલી રહ્યા છે. વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ અને દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી છે. વડોદરાના માંજલપુર અને સયાજીગંજના ઉમેદવારોની જાહેરાત હજી બાકી છે. તેમજ બંને સીટોના સીટિંગ ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચા છે.

 • 13 Nov 2022 06:07 PM (IST)

  Gujarat Election 2022: ભાજપ આ઼જ સાંજ સુધીમાં કરી શકે છે 16 ઉમેદવારોની યાદી જાહેર

 • 13 Nov 2022 06:02 PM (IST)

  Gujarat Election 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા ગુજરાત, કમલમમાં બોલાવી બેઠક

 • 13 Nov 2022 05:11 PM (IST)

  Gujarat Election 2022: અરવિંદ કેજરીવાલની જાહેરાત, ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી લડશે

 • 13 Nov 2022 05:08 PM (IST)

  Gujarat Election 2022: ઈસુદાન ગઢવી જામ ખંભાળિયાથી લડશે ચૂંટણી

 • 13 Nov 2022 05:06 PM (IST)

  Gujarat Election 2022: ગાંધીનગર: ઉમેદવારોની ગડમથલ વચ્ચે વઢવાણ ભાજપના ઉમેદવાર પહોંચ્યા કમલમ

 • 13 Nov 2022 05:01 PM (IST)

  Gujarat Election 2022: આપના ઈસુદાન ગઢવી દ્વારકાના જામ ખંભાળિયાથી લડશે ચૂંટણી

  આપના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. આ બેઠક પર કોંગ્રેસે વિક્રમ માડમ અને ભાજપે મૂળુ બેરાને મેદાનો ઉતાર્યા છે.

 • 13 Nov 2022 04:40 PM (IST)

  Gujarat Elecion 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત

 • 13 Nov 2022 04:38 PM (IST)

  Gujarat Elecion 2022: આપના નેતાને ટિકિટ ન મળતા કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા

 • 13 Nov 2022 04:30 PM (IST)

  Gujarat Elecion 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત

  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે  સાંજે  ગુજરાત આવશે. ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો સાથે કરી શકે છે બેઠક. ઉમેદવારોની જાહેરાત બાદ પ્રદેશમાં સર્જાયેલી સ્થિતિ અંગે થઈ શકે છે ચર્ચા.

 • 13 Nov 2022 04:06 PM (IST)

  કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા અને પરષોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે તાપી જિલ્લામાં કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા અને પરશોત્તમ રૂપાલાએ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. વ્યારા અને નિઝર બેઠક માટે "અગ્રેસર ગુજરાત" અભિયાન કાર્યક્રમમાં બંન્ને કેન્દ્રીય પ્રધાનો હાજર રહ્યા હતા..આ બંન્ને કેન્દ્રીય પ્રધાનોએ આદિવાસી પ્રતિનિધિ સાથે સીધો સંવાદ કર્યો હતો. સાથે આદિવાસી વિસ્તારોમાં કરવામાં આવેલા વિકાસના કામોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વ્યારા અને નિઝરના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 • 13 Nov 2022 03:31 PM (IST)

  જુનાગઢના જંગર ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

  ગુજરાતમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે. રાજ્કીય પક્ષોએ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે જૂનાગઢના માળિયા તાલુકાના જંગર ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. જંગર ગામમાં છેલ્લા 22 વર્ષથી સિંચાઇના પાણીની સમસ્યા છે. ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ નિરાકરણ ન આવતા ગ્રામજનો આકરા પાણીએ છે.

 • 13 Nov 2022 03:25 PM (IST)

  ધરમપુરમાં કિશન પટેલને ટિકિટ આપતા કોંગ્રેસમાં કકળાટ

  વલસાડના ધરમપુર બેઠક પર કોંગ્રેસે કિશન પટેલને ટિકિટ આપતા ધરમપુર કોંગ્રેસમાં ભડકો થયો છે. થોડા સમય પહેલા કોંગ્રેસમાં જોડાયેલા ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે ટિકિટ ના આપતા નારાજ કલ્પેશ પટેલ આવતીકાલે અપક્ષમાંથી ફોર્મ ભરશે જશે. કલ્પેશ પટેલે કહ્યું, કોંગ્રેસ ધરમપુર બેઠક 25 હજારથી વધુ મતોથી ગુમાવશે. કોંગ્રેસના આંતરિક ડખાને કારણે પાર્ટીને મોટું નુકસાન સહન કરવું પડશે. મહત્વનું છે કે, કલ્પેશ પટેલની અપક્ષ ઉમેદવારી કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

 • 13 Nov 2022 02:38 PM (IST)

  કુતિયાણામાં કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા રોષ

  કુતિયાણામાં કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા રોષ ફેલાયો છે.કાંધલ જાડેજાના સમર્થનમાં 6 પ્રદેશ હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે. સૌરાષ્ટ્રના અનેક હોદ્દેદારો સહિત 11 લોકોએ NCP છોડયું છે. NCP પ્રદેશના હોદ્દેદારો અને જિલ્લા તાલુકાના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે.કાંધલ જાડેજાને NCPમાંથી ટિકિટ ન આપતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

 • 13 Nov 2022 02:10 PM (IST)

  કોંગ્રેસના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ધીરસિંહ બારડ અને ધારાસભ્ય મોહન વાળાનું રાજીનામું

  ગીર સોમનાથના કોંગ્રેસના બે નેતાએ રાજીનામાં આપ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ધીરસિંહ બારડ અને ધારાસભ્ય મોહન વાળાએ રાજીનામું આપ્યુ છે. બંને નેતાઓએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામાં આપ્યા છે. ધીરસિહ બારડના નિવાસ સ્થાને મળેલી બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક નેતાઓના મતને ધ્યાને ન લેવાથી અને મહેશ મકવાણાને ટિકિટ આપવાથી નારાજ છે.

 • 13 Nov 2022 01:44 PM (IST)

  Gujarat Election Live Updates : ભાજપના નેતા હકુભા અપક્ષમાં જોડાશે તેવી અટકળોનો અંત

  જામનગરના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા અપક્ષમાં જોડાશે તેવી અટકળોનો અંત આવ્યો છે. સોશિયલ મીડિયામાં હકુભાએ ભાજપના ખેસ સાથેનો ફોટો મૂક્યો છે.ગઇકાલે આ ફોટો દૂર કર્યો હતો. આપને જણાવવું રહ્યું કે,  હકુભા અન્ય પાર્ટી તથા અપક્ષમાં ચૂંટણી લડે તેવી અટકળો ચાલતી હતી. ભાજપ ડેમેજ કન્ટ્રોલ કરવામાં સફળ રહ્યું હોય તેવુ લાગી રહ્યુ છે.

 • 13 Nov 2022 01:26 PM (IST)

  Gujarat Election Live Updates : 'મેં ભાજપને રામરામ કર્યા' - મધુ શ્રીવાસ્તવ

  મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ છે. જો તેની રાજકીય સફર પર એક નજર કરીએ તો....

  • 2017ની ચૂંટણીમાં ભાજપમાંથી જીત્યા હતા
  • 2012ની ચૂંટણીમાં ભાજપમાંથી જીત્યા હતા
  • 2007ની ચૂંટણીમાં ભાજપમાંથી જીત્યા હતા
  • 2002ની ચૂંટણીમાં ભાજપમાંથી જીત્યા હતા
  • 1998ની ચૂંટણીમાં ભાજપમાંથી જીત્યા હતા
  • 1995ની ચૂંટણીમાં અપક્ષમાંથી જીત્યા હતા
 • 13 Nov 2022 01:01 PM (IST)

  Gujarat Election 2022 : મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી આપ્યું રાજીનામુ

  છેલ્લી છ ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. માહિતી મુજબ તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડશે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મને ટિકિટ ન મળતા કાર્યકરો નારાજ થયા હતા,અને તેમણે જ મને રાજીનામુ આપવા કહ્યું હતુ. જેના કારણે મેં ભાજપને રામ-રામ કરી દીધા છે. આ સાથે તેમણે કહ્યું કે મેં મારી રાજકીય કારકિર્દીમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી. તેમજ મધુ શ્રીવાસ્તવે અત્યાર સુધી ત્તક આપવા માટે ભાજપનો આભાર પણ માન્યો છે.

 • 13 Nov 2022 12:51 PM (IST)

  ગુજરાત ચૂંટણી 2022 : ચોર્યાસી બેઠક પરના ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈનો વિરોધ

  સુરતની ચોર્યાસી બેઠક પરના ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈનો વિરોધ  થયો છે. ઝંખના પટેલની ટિકિટ કપાતાં નારાજ થયેલા તેમના સમર્થકોએ મોરા ગામ ખાતે સંદીપ દેસાઈ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. જેને લઈ સંદીપ દેસાઈને પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, તમામને ટિકિટ ન મળે તે સ્વાભાવિક છે અને ટિકિટ ન મળે તો દુઃખ થાય તે પણ સ્વાભાવિક છે.  તો વધુમાં તેમણે કહ્યું કે સમાજના આગેવાનો સાથે તેમની વાતચીત ચાલી રહી છે અને ઝંખના પટેલને પણ મળવા જવાના છે. આગામી દિવસોમાં તમામ સાથે મળીને કામ કરવાનો તેમણે દાવો કર્યો છે.

 • 13 Nov 2022 12:29 PM (IST)

  Gujarat Election 2022 Live : ઝઘડીયા બેઠક પર પિતા-પુત્ર વચ્ચે ટક્કર

  ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા-પુત્ર વચ્ચે ટક્કર જામશે. મહેશ વસાવા અને છોટુ વસાવા વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. માહિતી મુજબ આવતીકાલે છોટુ વસાવા ઉમેદવારી પત્ર નોંધાવશે. આપને જણાવી દઈએ કે, દિલીપ વસાવાએ BTPમાંથી રાજીનામું આપ્યુ છે. અને પુત્ર મહેશ વસાવાએ BTPમાંથી ઉમેદવારી કરી છે.

 • 13 Nov 2022 12:16 PM (IST)

  Gujarat Asssembly Election : મનહર પટેલની ટિકિટ કપાવાનો મામલો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચ્યો

  મનહર પટેલની ટિકિટ કપાવાનો મામલો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચ્યો છે.  ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓએ મધ્યસ્થી કરી છે.  જો કે પાર્ટીએ હાલ પુનઃ વિચારણા માટે હૈયા ધારણા આપી છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે બોટાદ બેઠક પર રમેશ મેરને ટિકિટ આપતા મનહર પટેલ નારાજ થયા છે. મનહર પટેલને ટિકિટ ન મળતા સમર્થકો સાથે તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. જયાં બંધ બારણે મનહર પટેલ અને અશોક ગેહલોતની જીવરાજપાર્ક વિસ્તારના ખાનગી પાર્ટી પ્લોટમાં મિટીંગ યોજાઈ હતી. નારાજ મનહર પટેલે કહ્યું, ટિકિટ વહેંચણીને લઈ ફેરવિચારણા કરવામાં આવે.

 • 13 Nov 2022 11:58 AM (IST)

  Gujarat Election Live : દ્વારકા બેઠક પરથી પાલ આંબલીયાને ટિકિટ ન મળતા કિસાન સેલમાં નારાજગી

  દ્વારકા બેઠક પરથી પાલ આંબલીયાને કોંગ્રેસે ટિકિટ ન આપતા કોંગ્રેસના કિસાન સેલમાં નારાજગી ફેલાઈ છે. કોંગ્રેસ કિસાન સેલના આગેવાનોએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢયો હતો. પાલ આંબલીયાને ટિકિટ મળવી જોઈએ તેવી કોંગ્રેસ કિસાન સેલના આગેવાનોએ માગ કરી છે..દ્વારકા બેઠક પરથી કોંગ્રેસમાંથી પાલ આંબલીયાએ દાવેદારી નોંધાવી હતી. પરંતુ કોંગ્રેસે આંબલીયાના બદલે મૂળુ કંડોરિયાને ટિકિટ આપતા વિરોધનો સૂર ઉભો થયો છે.

 • 13 Nov 2022 11:54 AM (IST)

  Gujarat Assembly Election : ભાજપ આજે જાહેર કરી શકે છે બાકીના 16 ઉમેદવાર

  ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. હવે બાકીના 16 ઉમેદવારોના નામ આજે જાહેર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેમાં મહેમદાબાદ બેઠક પર અર્જુનસિંહ ચૌહાણ અને હિમંતનગર બેઠક પર રાજેન્દ્રસિંહ પરમારને રિપીટ કરાઇ શકે છે. તો ગાંધીનગર ઉત્તર પર નીતિન પટેલ અથવા રીટા બેન પટેલને ટિકિટ મળી શકે છે. આ ઉપરાંત માણસા બેઠક પર અમિત ચૌધરી અથવા ડી ડી પટેલને ટિકિટ મળી શકે છે.  રાધનપુરમાં લવિંગજી ઠાકોર રેસમાં આગળ છે. તો પાટણમાં રણછોડ રબારી અને કે.સી.પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે.

 • 13 Nov 2022 11:26 AM (IST)

  કોંગ્રેસમાં કકળાટ ! મનહર પટેલને ટિકિટ ન મળતા સમર્થકો સાથે અમદાવાદ પહોંચ્યા

  Gujarat Election 2022 Live : વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીને લઈ કોંગ્રેસમાં વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.ઘણી જગ્યાએ ઉમેદવારોની પસંદગીને લઈ તો કયાંક ટિકિટ કપાતા વિરોધ થઈ રહ્યો છે. હવે કોંગ્રેસે બોટાદ બેઠક પર રમેશ મેરને ટિકિટ આપતા મનહર પટેલ નારાજ થયા છે. મનહર પટેલને ટિકિટ ન મળતા સમર્થકો સાથે અમદાવાદ પહોંચ્યા હતા.

 • 13 Nov 2022 11:01 AM (IST)

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : એલિસબ્રિજ બેઠક પર અમિત શાહે પ્રચાર શરૂ કર્યો

  અમદાવાદની એલિસબ્રિજ બેઠકના ઉમેદવાર અને ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.  મોટી સંખ્યામાં સમર્થકોની સાથે પ્રચાર કામગીરી શરૂ કરી છે. સલામતી, વિકાસના મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જઈ રહ્યા છે. ટીવી નાઈનની ટીમે જ્યારે અમિત શાહ સાથે વાત કરી ત્યારે અમિત શાહે દાવો કર્યો કે,, 2017માં ભાજપ 88 હજાર મતોથી જીત્યા હતા આ વખતે તેનાથી પણ વધારે લીડથી જીતીશું.

 • 13 Nov 2022 10:57 AM (IST)

  Gujarat Election 2022 : રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસનું કોકડું ગૂંચવાયુ

  રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસનું કોકડું ગૂંચવાયુ છે. ભાજપે ડૉ. દર્શીતા શાહને ટીકીટ આપતા કોંગ્રેસ સક્ષમ ઉમેદવાર ઉતારશે. આ રાજકોટ પશ્ચિમ બેઠક પર કડવા પાટીદાર મનસુખ કાલરીયા અને લોહાણા સમાજમાંથી ગોપાલ અનડકટ પ્રબળ દાવેદાર છે. મહત્વનું છે કે આ બેઠક પર કડવા પાટીદાર સમાજ, લોહાણા સમાજ અને બ્રહ્મ સમાજનું પ્રભુત્વ છે. ભાજપે લોહાણા, બ્રાહ્મણને બદલે જૈન ઉમેદવાર મેદાને ઉતર્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક ભાજપની પરંપરાગત બેઠક રહી છે. બે દિવસ થી લોહાણા સમાજ ટીકીટ આપવાની માંગ કરવામાં આવી છે,ત્યારે કોંગ્રેસ આ હાઈ પ્રોફાઈલ બેઠક પર કોને ટિકિટ આપે છે તેના પર સૌ કોઈની નજર છે.

 • 13 Nov 2022 10:16 AM (IST)

  Gujarat Election Live Updates : વિધાનસભાની ચૂંટણી લડતા તમામ ઉમેદવારોનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો

  ગુજરાત વિધાનસભા ચૂંટણીના કેટલાક ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર કાર્યમાં લાગ્યા છે. તો ઉમેદવારોના ચૂંટણી કાર્યાલય પણ કાર્યકરોથી ધમધમવા લાગ્યા છે. આ કાર્યાલયોમાં ચા-નાસ્તા અને જમણવારની જ્યાફત પણ શરૂ થઈ ગઈ છે. આ ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર નજર રાખવા વહીવટી તંત્રએ પણ કામગીરી હાથ ધરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતા તમામ ઉમેદવારોનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે.  ઉમેદવારોના અઢળક ખર્ચ પર નિયંત્રણ રાખવા રોજના ખર્ચનું એક રજીસ્ટર રાખવાનું રહેશે. તેમાં સભા, મંડપષ ફર્નિચર, વાહન ભાડા, પોસ્ટર, સાઉન્ડ અને ભોજનના ખર્ચનો હિસાબ રાખવાનો રહેશે. આ હિસાબમાં કોઈ ગોટાળા ન થાય તે માટે ખાવા-પીવાની તમામ ચીજોનો ભાવ પણ નક્કી કરવામાં આવ્યો છે.

 • 13 Nov 2022 10:10 AM (IST)

  Gujarat Election Live : ચૂંટણીમાં દારૂની હેરાફેરી રોકવા તંત્ર એકશનમાં

  વિધાનસભાની ચૂંટણીમાં રોકડ રકમ અને દારૂની હેરાફેરી રોકવા ચૂંટણી પંચની ટીમો તૈનાત કરવામાં આવી છે. વડોદરામાં કોઠવાડા ચેકપોસ્ટ પર સ્ટેટિક સર્વેલન્સની ટીમો દ્વારા વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેર અને જિલ્લામાં પ્રવેશતા માર્ગો પર 24 ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. બીજી તરફ SST દ્વારા જપ્ત કરવામાં આવેલા શંકાસ્પદ રોકડ અને અન્ય સામગ્રી છૂટી કરવા માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરાઈ છે.

 • 13 Nov 2022 10:07 AM (IST)

  Gujarat Election Live : સૌરાષ્ટ્રની પાંચ બેઠક પર કોંગ્રેસનું કોકડુ ગૂંચવાયુ

  પ્રથમ તબક્કાની પાંચ બેઠક પર કોંગ્રેસ હજુ પણ અસમંજસમાં છે. સૌરાષ્ટ્રની પાંચ બેઠક પર નામ જાહેર થવાના બાકી છે. પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી પાંચના નામ પર હજુ પણ મંથન ચાલી રહ્યું છે. ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ પશ્ચિમ, જામનગર ગ્રામ્ય અને ગારિયાધાર બેઠક પર કોકડું ગુંચવાયું છે.

 • 13 Nov 2022 10:04 AM (IST)

  Gujarat Assembly Election 2022 : ભાજપમાં 32 બેઠકો પર ટિકિટને લઈ વિવાદ

  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોની નામની જાહેરાત કરી છે. જો કે નામ જાહેર કર્યા બાદ ભાજપમાં 32 બેઠકો પર ટિકિટને લઈ વિવાદ થઇ રહ્યો છે. જે બેઠક પર વિવાદ સર્જાયો છે તે, ગત ચૂંટણીમાં 32માંથી 11 બેઠક પર ભાજપની હાર થઈ હતી. ત્યારે ઊભા થયેલા વિવાદ મામલે ડેમેજ કંટ્રોલ કરવા કેન્દ્રીય પ્રધાનો અને પૂર્વ પ્રધાનોને જવાબદારી સોંપાઈ છે. જાહેર કરેલા ઉમેદવારની સામે વિવાદ થતા ભાજપના દિગ્ગજ નેતાઓએ ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે.

 • 13 Nov 2022 09:58 AM (IST)

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : બોટાદમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતાં જ વિવાદ

  વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીને લઈ કોંગ્રેસમાં વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો . ઘણી જગ્યાએ ઉમેદવારોની પસંદગીને લઈ તો કયાંક ટિકિટ કપાતા વિરોધ થઈ રહ્યો છે. હવે બોટાદથી મનહર પટેલની ટિકિટ કપાતા તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બળાપો કાઢ્યો છે. કહ્યું કે, બોટાદ બેઠક પર કોંગ્રેસ પક્ષનો હું સાચો ઉમેદવાર છું. કોંગ્રેસ મારા નામ પર ફેર વિચારણા કરે.  ટ્વીટમાં રામ કિશન ઓઝા, રધુ શર્મા, અશોક ગહેલોત અને રાહુલ ગાંધીને ટેગ કર્યા છે. આમ મનહર પટેલે સોશિયલ મીડિયા પર મનોવ્યથા ઠાલવી હાઈકમાન્ડ સુધી પોતાની વાત પહોંચાડી હતી..કોંગ્રેસે બોટાદ બેઠક પર રમેશ મેરને ટિકિટ આપતા મનહર પટેલ નારાજ થયા છે.

Published On - Nov 13,2022 9:44 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati