Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે કોંગ્રેસ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્રસ્થાને હશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 11:36 PM

ગુજારાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તમામ પક્ષો ગુજરાતની ગાદી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે અને મતદારોને રિઝવવા તમામ તાકાત લગાવી રહી છે. ત્યારે આવતીકાલે કોંગ્રેસ તેનો મેનિફેસ્ટો જાહેર કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસ તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. કોંગ્રેસ આ ચૂંટણી ઢંઢેરાની ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી ઘોષણા કરવા જઈ રહી છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: કોંગ્રેસના મેનિફેસ્ટોમાં રાહુલ ગાંધીના 8 વચનો કેન્દ્રસ્થાને રહેશે

કોંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટોમાં રાહુલ ગાંધીના 8 વચનો કેન્દ્રસ્થાને હશે, જેમાં ખેડૂતોનું દેવુ માફ કરવુ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવો, 300 યુનિટ વીજળી ફ્રી આપવા સહિતના વાયદા હશે. તેમજ જૂની પેન્શન યોજના, કોન્ટ્રાક્ટ નાબૂદી પણ આ ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરાશે.

ગુજરાત ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે તેમની ત્રીજી યાદી પણ જાહેર કરી છે. આ સાથે કોંગ્રેસ અત્યાર સુધીમાં 95 ઉમેદવારોના નામ જાહેર કરી ચુકી છે. કોંગ્રેસ આજે વધુ સાત ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ઈન્દ્રનિલ રાજ્યગુરુને રાજકોટ પૂર્વથી ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ આમ આદમી પાર્ટી છોડી ફરી કોંગ્રેસમાં આવનાર ઈન્દ્રનિલ રાજ્યગુરુ પહેલા કોંગ્રેસમાં હતા અને ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી જ લડ્યા હતા. આમ આદમી પાર્ટીમાંથી તેમને સીએમને ચહેરો જાહેર ન કરાતા તેમની નારાજગી સામે આવી હતી અને તેઓ આપ છોડી ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.

Follow Us:
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
g clip-path="url(#clip0_868_265)">