NCERT Revised Books : હવે વિદ્યાર્થીઓને નહી વાંચવો પડે મુઘલ સામ્રાજ્યનો ઈતિહાસ, જાણો કેમ
NCERT Revised Books : NCERT ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલ સામ્રાજ્યના વિષયો હટાવી દેવામાં આવ્યા છે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે નવો અભ્યાસક્રમ પણ બહાર પાડવામાં આવ્યો છે.
NCERT Books : નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ 12ના ઈતિહાસના પુસ્તકોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર દ્વારા NCERT પુસ્તકોમાંથી મુઘલ સામ્રાજ્યની સ્ટોરીઓને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓએ મુઘલ સામ્રાજ્યનો ઇતિહાસ વાંચવો નહીં પડે. આના પછી NCERTને અપનાવા વાળા સીબીએસઈ બોર્ડ, યુપી બોર્ડ અને અન્ય રાજ્ય બોર્ડના અભ્યાસક્રમમાં ફેરફાર જોવા મળશે. NCERT એ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે નવો અભ્યાસક્રમ રજૂ કર્યો છે.
આ પણ વાંચો : NCERTનો મોટો નિર્ણય ગુજરાત કોમી હિંસા સાથે જોડાયેલા વિષયને 12માં ધોરણનાં કોર્સમાંથી હટાવવામાં આવ્યો
આટલા ચેપ્ટર કર્યા દૂર
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ અપડેટ કરેલ અભ્યાસક્રમમાં NCERTએ ‘થીમ્સ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી-પાર્ટ 2’માંથી Kings and Chronicles; the Mughal Courts (C. 16th and 17th centuries) સંબંધિત પ્રકરણો અને વિષયો દૂર કરવામાં આવ્યા છે. એ જ રીતે ધોરણ 11ના ‘થીમ્સ ઈન વર્લ્ડ હિસ્ટ્રી’ પુસ્તકમાંથી ‘સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ્સ’, ‘કન્ફ્રન્ટેશન ઑફ કલ્ચર્સ’ અને ‘ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન’ સંબંધિત પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે.
ક્યા વિષયો દૂર કરવામાં આવ્યા હતા ?
ઈતિહાસના પુસ્તકોમાં ‘અકબરનામા’ (અકબરના શાસનનો સત્તાવાર ઈતિહાસ) અને ‘બાદશાહ નામા’ (મુઘલ સમ્રાટ શાહજહાંનો ઈતિહાસ), મુઘલ સમ્રાટો અને તેમનું સામ્રાજ્ય, હસ્તપ્રતોની રચના, રંગીન ચિત્રો, આદર્શ રાજ્યો, રાજધાની અને દરબારો, શાહી પરિવારના વિષયોનો સમાવેશ થાય છે. શાહી અમલદારશાહીની જેમ, મુઘલ કુલીનશાહીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ વિષયો હવે ઈતિહાસના પુસ્તકોમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
ઔપચારિક ધર્મ પર સવાલ ઉઠાવવા જેવા મુદ્દાઓ પણ શીખવવામાં આવતા હતા, જે હવે દૂર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે વિશ્વની રાજનીતિમાં અમેરિકન સર્વોપરિતા અને શીત યુદ્ધ યુગ જેવા પ્રકરણો પણ 12મા નાગરિકશાસ્ત્રના પુસ્તકમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે.
આ પ્રકરણો પણ દૂર કરવામાં આવ્યા હતા
ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના પુસ્તક ‘પોલિટિક્સ ઈન ઈન્ડિયન સિન્સ ઈન્ડિપેન્ડન્સ’માંથી ‘રાઈઝ ઑફ પોપ્યુલર મૂવમેન્ટ્સ’ અને ‘એરા ઑફ વન પાર્ટી ડોમિનેન્સ’ વિષયો પણ દૂર કરવામાં આવ્યા છે. આ પ્રકરણોમાં કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, ભારતીય સામ્યવાદી પક્ષ, ભારતીય જનસંઘ અને સ્વતંત્ર પક્ષનું વર્ચસ્વ શીખવવામાં આવ્યું હતું. 10મા ધોરણના પુસ્તક ‘ડેમોક્રેટિક પોલિટિક્સ-2’માંથી ‘લોકશાહી અને વિવિધતા’, ‘લોકપ્રિય સંઘર્ષ અને આંદોલન’, ‘લોકશાહીના પડકારો’ જેવા પ્રકરણો પણ દૂર કરવામાં આવ્યા છે.
એજ્યુકેશન, કરિયર, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ
એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો.