કેટલો સમય બચ્યો છે પૃથ્વી અને મનુષ્ય પાસે? શું અંત છે નજીક? જાણો શું કહ્યું Harvard ના પ્રોફેસરે
વિશ્વભરમાં ચાલી રહેલી મહામારી વચ્ચે સતત ઘણા લોકોના મનમાં પૃથ્વી અને મનુષ્યના વિનાશને લઈને સવાલ થાય છે. જાણો આ વિશે હાવર્ડ ના પ્રોફેસરના જવાબ.
એક સવાલ હંમેશા આ પૃથ્વી પર સામાન્ય લોકોથી માંડીને વૈજ્ઞાનિકોને થતો રહ્યો છે, કે આ પૃથ્વીનો અંત ક્યારે હશે. હિન્દુ ધર્મની માન્યતા કહે છે કે સૃષ્ટી, જીવન અને મરણ ભગવાનના હાથમાં છે. તો કલ્કિ અવતારની પણ કથાઓ આપણે સાંભળી છે.
કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ જ સમયે સમયે અવતારો લઈને પૃથ્વી અને માનવજાતને બચાવી છે. આનું દરેક ધર્મમાં અલગ રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે. આજના યુગમાં વિજ્ઞાનનું (Science) વર્ચસ્વ છે આ પરિપ્રેક્ષ્ય સાથે, વિશ્વના ઘણા વૈજ્ઞાનિકોએ મનુષ્ય અને વિશ્વના નાબૂદીને લગતા ઘણા દાવા કર્યા છે. ફિલ્મો અને પ્રાચીન સંસ્કૃતિઓના ઉલ્લેખને લઈને પણ પૃથ્વીના વિનાશના પર હંમેશા ચર્ચાઓ થતી રહે છે.
શું કહેવું છે હાર્વર્ડના પ્રોફેસરનું
તાજેતરમાં જ આ ચર્ચાઓ ફરી શરુ થઇ છે. જેનું કારણ છે હાર્વર્ડ યુનિવર્સીટીના (Harvard University) પ્રોફેસર અવિ લોએબ (Avi Loeb). આ પ્રોફેસરે વૈજ્ઞાનિકોને પ્રશ્ન પૂછ્યો હતો કે આ દુનિયા ક્યાં સુધી રહેશે? મનુષ્ય જાતીના નાશની તારીખ કઈ હશે? આ સાથે તેમણે અપીલ કરી છે કે આ બધાએ ગ્લોબલ વોર્મિંગને (Global Warming) રોકવા માટે સાથે મળીને કામ કરવું પડશે. વેક્સિન બનાવો અને સાથે, સતત ઉર્જા માટે સ્વચ્છ વિકલ્પ શોધો.
આ સમયે થશે સૃષ્ટીનો નાશ?
પ્રોફેસરે આ વિષયે કહ્યું કે હજી ઘણું કામ બાકી છે. દરેક વ્યક્તિએ પોસ્ટીક ખોરાક લેવો જોઈએ. સાથે જ તેમણે અંતરીક્ષમાં મોટું બેઝ સ્ટેશન બનાવવાની તૈયારી કરવાની વાત કહી હતી. તેમની કહ્યું કે એલિયન્સનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરો. કારણ કે જે દિવસે આપણે તકનીકી રૂપે સંપૂર્ણ પરિપક્વતા થઈશું, તે દિવસથી મનુષ્ય જાત અને પૃથ્વી આખી નાશ થવા તૈયાર થઈ જશે.
અંતરીક્ષમાં સ્પર્મ બેંક બનાવવાની તૈયારી!
નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વના મોટા વૈજ્ઞાનિકો અવકાશમાં સ્પર્મ બેંક બનાવવા માટે આગ્રહ કરી રહ્યા છે. આ દિશામાં કામ શરૂ થયું છે. આવા મિશન અંતર્ગત પ્રોફેસર લોએબ કહે છે કે પૃથ્વીનો વિનાશ થાય ત્યારે, આ બધી શોધો અને તકનીકી વિકાસ તે સમયના કેટલાક માણસોને બચાવી શકશે.
મનુષ્યનું જીવનકાળ વધારવું જરૂરી
હાર્વર્ડ યુનિવર્સિટીના (Harvard University) ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંબોધન કરતા પ્રોફેસર લોએબે ગણતરીના આધારે કહ્યું, “આ ક્ષણે સૌથી મહત્વની બાબત એ છે કે મનુષ્યનું જીવનકાળ વધારવું. કારણ કે મને ઘણી વાર પૂછવામાં આવ્યું છે, આપણી તકનીકી સંસ્કૃતિ કેટલા વર્ષો ટકી રહેશે. આવી સ્થિતિમાં મારો જવાબ એ છે કે આપણે આપણા જીવનની મધ્યમાં છીએ. આ પૃથ્વી લાખો વર્ષો સુધી ટકી શકે છે અથવા મનુષ્ય કેટલીક સદીઓ સુધી જીવી શકે છે, પરંતુ આનાથી વધુ નહીં. પણ શું આ ભવિષ્ય બદલી શકાય? ‘
મહામારી અને યુદ્ધ
અવિ લોએબે કહ્યું કે, મનુષ્યને કારણે પૃથ્વીની હાલત જે રીતે બગડી રહી છે તેના પરથી એવું લાગે છે કે મનુષ્ય લાંબા સમય સુધી પૃથ્વી પર જીવી શકશે નહીં. કેટલીક સદીઓમાં પૃથ્વીની હાલત એટલી ખરાબ થઈ જશે કે લોકોને અવકાશમાં જવું પડશે. સૌથી મોટો ખતરો ટેકનીકલ આપદા (Technological Catastrophe) છે. અને બે મોટા જોખમો છે, મનુષ્ય દ્વારા વિકસિત રોગચાળો અને દેશો વચ્ચેનું યુદ્ધ. જો આ બધી બાબતો પર ધ્યાન નહીં આપવામાં આવે તો પૃથ્વીનો અને મનુષ્યનો નાશ મનુષ્ય પોતે જ કરશે.
ચોતરફ વિનાશ થઇ રહ્યો છે
લોએબે કહ્યું કે દરેક દેશોનું વાતાવરણ લગાતાર બદલાઈ રહ્યું છે. ગ્લેસિયર ઓગળી રહ્યા છે. દરિયાના પાણીનું સથર વધી રહ્યું છે. સેંકડો વર્ષોથી શાંત જ્વાળામુખી ફાટી રહ્યા છે. એમેજોન જેવા જંગલો જે ધરતીનું હૃદય છે, ટે પણ નાશ થવા લાગ્યા છે. ઓસ્ટ્રેલીયાની આગ પણ ભૂલાય એમ નથી. કરોડો જીવ બળીને ખાખ થઇ ગયા.
પ્રકૃતિ સાથે ચેડા બંધ થવા જોઈએ
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને પ્રોફેસરે કહ્યું કે ભૌતિકશાસ્ત્રનું સરળ મોડેલ કહે છે કે આપણે બધા તત્ત્વના કણોથી બનેલા છીએ. તેમનામાં કંઇક અલગથી ઉમેરવામાં આવ્યું નથી. તેથી, પ્રકૃતિના નિયમોના આધારે આપણને મૂળભૂત સ્તરે તેમની સાથે ચેડાં કરવાનો કોઈ અધિકાર નથી. જો પ્રાકૃતિક વસ્તુઓ સાથે ચેડા થતા રહેશે તો આખરે તે બધા માટે સામૂહિક નુકસાનનું કારણ બનશે. તેથી, મનુષ્ય અને તેમની જટિલ રચના માટે વ્યક્તિગત રીતે કોઈ પણ આપત્તિની આગાહી કરી શકાતી નથી.
આ પણ વાંચો: કોવેક્સિનના બંને ડોઝ લેવા છતાં તમે હમણા નહીં કરી શકો વિદેશ યાત્રા, જાણો શું છે કારણ