કોવેક્સિનના બંને ડોઝ લેવા છતાં તમે હમણા નહીં કરી શકો વિદેશ યાત્રા, જાણો શું છે કારણ

કોરોના અલગ અલગ રીતે અસર કરી રહ્યો છે. આવામાં વિદેશ યાત્રામાં પણ અસર પડી રહી છે. દરેક દેશ બહારથી આવતા લોકો માટે નિયમો બનાવી રહ્યા છે. ત્યારે અહેવાલ પ્રમાણે કોવેક્સિન લીધી હોય તેવા લોકો હમણા વિદેશ યાત્રા નહીં કરી શકે.

કોવેક્સિનના બંને ડોઝ લેવા છતાં તમે હમણા નહીં કરી શકો વિદેશ યાત્રા, જાણો શું છે કારણ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 22, 2021 | 1:34 PM

વિશ્વભરમાં કોરોના વાયરસ અલગ અલગ અસર પાડી રહ્યું છે. બીમારીથી મૃત્યુથી માંડીને લોકડાઉનથી ધંધા રોજગાર પર અસરનો અત્યારે ઘણા લોકો સામનો કરી રહ્યા છે. ભારત અત્યારે કોરોનાની બીજી લહેરથી ભયંકર રીતે પ્રભાવિત છે. જેની અસર વિદેશ યાત્રાઓ પર પણ પડી રહી છે. વૈશ્વિક હિલચાલ પર પણ કોરોનાના કારણે લાગેલા પ્રતિબંધથી અસર પડી રહી છે. રસીકરણ જ એક આશા દેખાઈ રહી છે.

કોરોનાના આ સમયમાં ઘણા દેશોએ મુસાફરી પ્રતિબંધમાં રાહત આપવાની જાહેરાત કરી છે. ઘણા દેશોમાં જેમને રસી આપવામાં આવી છે તે માટેની તેમની નીતિઓમાં રાહત આપવામાં આવી છે અને તેમના માટે તેમના દેશના દરવાજા ખોલવાની જાહેરાત કરી છે. પરંતુ વિદેશ જવાના દરવાજા હજી પણ તેમના માટે બંધ રહેશે જેમણે ભારત બાયોટેકની કોવેક્સિન રસી લીધી હોય. જી હા ભલે તમે ભારત બાયોટેક વેક્સીન કોવેક્સિનનાં (Covaxin) બંને ડોઝ લીધા હોય, પરંતુ શરૂઆતી મહિનાઓમાં તમને આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાની છૂટ નહીં મળે.

કોવેક્સિન લેનારાઓને વિદેશ યાત્રા માટે જોવી પડશે રાહ

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ખાનગી સમાચારના અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય મુસાફરીને છૂટ આપવ માટે દેશો કાં તો તેમની પોતાની નિયમનકારી સત્તા દ્વારા માન્ય રસી લીધી હોય તેને માન્યતા આપી રહ્યા છે અથવા વિશ્વ આરોગ્ય સંગઠનની (WHO) ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ (Emergency use listing, ELU) દ્વારા માન્યતા અપાયેલી રસી લેનારાઓને માન્ય ગણવામાં આવે છે. આ યાદીમાં કોવિશિલ્ડ, મોડર્ના, એસ્ટ્રાઝેનેકા, ફાઈઝર, જાનસેન (યુએસ અને નેધરલેન્ડ્સમાં) અને સિનોફર્મ / BBIP નો સમાવેશ થાય છે. આ લીસ્ટથી કોવેક્સિનનું (Covaxin) નામ બહાર છે.

ભારત બાયોટેકે EUL માં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની (WHO) નવી ગાઈડલાઈન પ્રમાણે ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા ઇમરજન્સી યુઝ લિસ્ટિંગમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ સંસ્થા પાસેથી વધુ માહિતી માંગવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે મે-જૂનમાં પ્રિ-સબમીશન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ કંપની વતી ડોઝિયર સબમિટ કરવામાં આવશે. જેની સમીક્ષા કરવામાં કરીને નિર્ણય લેવામાં આવશે. આ પ્રક્રિયામાં લાંબો સમય લાગી શકે છે.

ભારતમાં વેક્સિન અભિયાન

તમને જણાવી દઈએ કે ભારતમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. જેમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી અપાઈ રહી છે. તાજેતરમાં સ્પુતનિક વિનું નામ પણ ઉમેરાયું છે. ભારતમાં કોરોનાના કેસો નોંધપાત્ર રીતે ઘટી નથી રહ્યા. હજુ પણ લાખો કેસ રોજ સામે આવી રહ્યા છે. એવામાં વેક્સિનને લઈને લોકો જાગૃત થતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: CORONA : મહામારીના સંકટ છતા ભારત વિશ્વની સૌથી મોટી ઉભરતી અર્થવ્યવસ્થા છે : અહેવાલ

g clip-path="url(#clip0_868_265)">