AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEETમાં ઓછા માર્કસ મેળવનારને ભારતમાં પ્રવેશ નહીં મળે ! કેન્દ્રએ SCમાં આવું કેમ કહ્યું ?

સુપ્રીમ કોર્ટમાં (Supreme Court )કેન્દ્ર સરકારે કહ્યું કે વિદ્યાર્થીઓ તેમની યુક્રેનિયન કોલેજોમાંથી મંજૂરી મેળવ્યા બાદ અન્ય દેશોમાં ટ્રાન્સફર કરી શકે છે.

NEETમાં ઓછા માર્કસ મેળવનારને ભારતમાં પ્રવેશ નહીં મળે ! કેન્દ્રએ SCમાં આવું કેમ કહ્યું ?
યુક્રેનથી પરત આવેલા મેડિકલ વિદ્યાર્થીઓને લઈને કેન્દ્ર સરકારે SCમાં પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું (સાંકેતિક ફોટો)Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 7:14 PM
Share

યુક્રેનથી (Ukraine)પરત ફરી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓને (Medical student) લગતું એક મોટું અપડેટ સામે આવ્યું છે. રશિયન હુમલા બાદ દેશમાં પરત ફરેલા વિદ્યાર્થીઓએ મેડિકલ કોર્સ ચાલુ રાખવા માટે એફિડેવિટ દાખલ કરી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં (Supreme Court ) પેન્ડિંગ છે. આ મામલે કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે મેડિકલ વિદ્યાર્થીઓને ભારતીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપી શકાય નહીં. કેન્દ્ર સરકારે કહ્યું કે વિદ્યાર્થીઓ તેમની યુક્રેનિયન કોલેજોમાંથી મંજૂરી મેળવ્યા બાદ અન્ય દેશોમાં ટ્રાન્સફર કરી શકે છે.

કેન્દ્ર સરકારે માહિતી આપી હતી કે ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓએ ભારતમાં મેડિકલ કોર્સ ચાલુ રાખવાની પરવાનગી માંગી છે. આ મામલે પોતાનો પક્ષ રાખતા સરકારે કહ્યું કે NEET પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ સસ્તી ફીમાં યુક્રેનમાં મેડિકલ કોલેજ પસંદ કરે છે.

યુક્રેન પરત ફરેલા વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવાની મંજૂરી

યુક્રેનથી પરત ફરી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કમિશને કહ્યું હતું કે મેડિકલ વિદ્યાર્થીઓ હવે ભારતમાં તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકશે. મંજૂરી આપવાની સાથે NMCએ કેટલીક શરતો પણ મૂકી હતી. આ વિદ્યાર્થીઓએ સ્ક્રિનિંગ ટેસ્ટ રેગ્યુલેશન 2022ની શરતો પૂરી કરવી પડશે. NMC એ ભારતીય વિદ્યાર્થીઓ માટે એકેડેમિક મોબિલિટી પ્રોગ્રામ સામે નો ઓબ્જેક્શન આપવાનો નિર્ણય લીધો હતો.

સસ્તી કોલેજ માટે યુક્રેન જાઓ

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ કહ્યું છે કે વિદ્યાર્થીઓના એડમિશનના સંબંધમાં હવે કોઈ છૂટ આપવામાં આવે નહીં. પરત ફરેલા વિદ્યાર્થીઓને ભારતની મેડિકલ કોલેજોમાં ટ્રાન્સફર કરવાની માંગ પર કહ્યું કે આમ કરવું MCI એક્ટ, 1956 અને નેશનલ મેડિકલ કમિશન એક્ટ, 2019ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે. કેન્દ્રએ કહ્યું કે તે દેશમાં તબીબી શિક્ષણના ધોરણોને પણ ગંભીરપણે વિક્ષેપિત કરશે.

કેરિયરના સમાચાર અહીં વાંચો.

g clip-path="url(#clip0_868_265)">