ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. 14 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. 29 માર્ચ સુધી આ પરીક્ષાઓ ચાલશે. દરેક પેપર બાદ વિદ્યાર્થીઓને એક રજા મળી રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સૌપ્રથમ ધોરણ 12 સાયન્સની 25 માર્ચ, ધોરણ 10 ની પરીક્ષા 28 માર્ચ અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29 માર્ચના રોજ પૂર્ણ થશે. જે રીતના બોર્ડ પરીક્ષા 29 માર્ચના રોજ પૂર્ણ થશે.
પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ભારણ ના બંને એ બાબતને ધ્યાનમાં લેતા છેલ્લા કેટલાક વર્ષોથી બોર્ડ બે પરીક્ષાઓ વચ્ચે વિદ્યાર્થીઓને રજા આપતું આવ્યું છે. એ જ મુજબ આ વખતે પણ બે પેપર વચ્ચે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. જેમ કે ધોરણ 10માં પ્રથમ ભાષાનું પેપર 14 માર્ચે છે ત્યારબાદ 15 માર્ચે રજા 16-17 માર્ચે સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતની પરીક્ષાઓ લેવાશે. તો 18-19 માર્ચે રજા અને ત્યારબાદ 20 માર્ચે વિજ્ઞાનનું પેપર છે.. આવી જ રીતે તમામ પેપર વચ્ચે ઓછામાં ઓછી એક દિવસની રજા આપવામાં આવી છે.
પરીક્ષાનો માર્ચ મહિનો શરૂ થતા જ શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી મેળવી શકશે. આ વખતે રાજ્યના ધોરણ 10 અને 12 બોર્ડના મળી કુલ 15 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપતા જોવા મળશે.