ઘઉંની આ વેરાઈટી ખેડૂતોને બનાવશે માલામાલ, એક ક્વિન્ટલના ભાવ 8000 રૂપિયા
સોના-મોતી ઘઉંની આ વેરાઈટીમાં ગ્લુટેન અને ગ્લાયસેમિક તત્ત્વોની અછતને કારણે, તેનું સેવન ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેમાં ફોલિક એસિડ અને અન્ય વિટામિન્સ વધારે હોવાને કારણે, તે બ્લડ પ્રેશર અને હૃદયના દર્દીઓ માટે ખૂબ જ સારૂ છે. આ ઘઉંના ભાવ સામાન્ય ઘઉં કરતાં ઘણા વધારે છે.
ઘણા ખેડૂતોએ ઘઉં, ડાંગર વગેરે જેવા પાકોમાં પરંપરાગત જાતની ખેતી ઓછી કરી છે. પરંતુ પરંપરાગત વેરાઈટી પર રોગ અને આબોહવા પરિવર્તનની અસર ઓછી જોવા મળી છે. પરિણામે, સરકાર પાકની તમામ પરંપરાગત જાતોને સંરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ અંતર્ગત ઘઉંની પરંપરાગત જાત ‘સોના-મોતી’ને બચાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં પૌષ્ટિક તત્વોનું પ્રમાણ વધારે હોવાથી આ ઘઉંની જાતના ભાવ વધારે હોય છે.
ઘઉંના ભાવ 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
‘સોના-મોતી’ ઘઉંને એક પ્રાચીન વેરાઈટી ગણવામાં આવે છે, જેમાં ગ્લુટેનની માત્રા ખૂબ ઓછી હોય છે. આ ઉપરાંત તેમાં ઉચ્ચ ગ્લાયકેમિક સામગ્રી અને ફોલિક એસિડ હોય છે, જે તેને તંદુરસ્ત વિકલ્પ બનાવે છે. ઘઉંની આ પ્રાચીન જાત તેના ઉચ્ચ પોષક ગુણો માટે જાણીતી છે અને તેના કારણે તેની માગ વધારે રહે છે. ગત સિઝનમાં પંજાબમાં તેના ભાવ 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી હતી.
સોના-મોતી ઘઉંની ખેતીને પ્રોત્સાહન આપવાનો નિર્ણય
બિહાર સરકારે બિહાર, બેગુસરાઈ અને અન્ય કૃષિ વિસ્તારોમાં સોના-મોતી ઘઉંની ખેતીને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. તેના માટે બીજ ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેહાડ અને બેગુસરાયના કૃષિ ક્ષેત્રોમાં તેની ખેતી કરવામાં આવશે અને તેને પ્રોત્સાહન આપવા માટે બિહાર સ્ટેટ કોર્પોરેશન લિમિટેડને બિયારણ આપવાનો આદેશ આપવામો આવ્યો છે. આ ઉપરાંત બીજ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના હેતુથી અન્ય વિસ્તારોમાં પણ તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ચલાવી રહી છે આ ત્રણ સ્કીમ, જાણો યોજનાની માહિતી
ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક
સોના-મોતી ઘઉંની આ વેરાઈટીમાં ગ્લુટેન અને ગ્લાયસેમિક તત્ત્વોની અછતને કારણે, તેનું સેવન ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેમાં ફોલિક એસિડ અને અન્ય વિટામિન્સ વધારે હોવાને કારણે, તે બ્લડ પ્રેશર અને હૃદયના દર્દીઓ માટે ખૂબ જ સારૂ છે. આ ઘઉંના ભાવ સામાન્ય વેરાઈટીના ઘઉં કરતાં ઘણા વધારે છે. હાલમાં MSP પર ઘઉંની પ્રતિ ક્વિન્ટલ ભાવ 2275 રૂપિયા છે.