કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ચલાવી રહી છે આ ત્રણ સ્કીમ, જાણો યોજનાની માહિતી
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને કુદરતી આફતોના કારણે પાકના નુકસાન સામે રક્ષણ મળે છે. આ યોજના વરસાદ, કરા, ભૂસ્ખલન, વીજળી, તોફાન અને વાવાઝોડા જેવી આફતોને કારણે થયેલા નુકસાન માટે વળતર પૂરું પાડે છે. આ યોજના 13 જાન્યુઆરી 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી.
ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને લગભગ દેશની મોટી વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેની સાથે સંકળાયેલી છે. તેથી જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક વિકાસ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંથી સૌથી જાણીતી કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વર્ષમાં ત્રણ વખત 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે કુલ 6,000 રૂપિયા ખેડૂતોને સહાય આપવામાં આવે છે.
આ ઉપરાંત સરકાર દ્વારા અન્ય યોજનાઓ પણ ખેડૂતો માટે ચલાવવામાં આવી રહી છે, જેના વિશે ઘણા ખેડૂતો જાણતા હોતા નથી. આજે આપણે 3 સરકારી યોજના વિશે જાણીશું.
પાકના નુકસાન સામે મળે છે રક્ષણ
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એટલે કે PMFBY. આ યોજના હેઠળ ખેડૂતોને કુદરતી આફતોના કારણે પાકના નુકસાન સામે રક્ષણ મળે છે. આ યોજના વરસાદ, કરા, ભૂસ્ખલન, વીજળી, તોફાન અને વાવાઝોડા જેવી આફતોને કારણે થયેલા નુકસાન માટે વળતર પૂરું પાડે છે. આ યોજના 13 જાન્યુઆરી 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી.
ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન
ખેડૂતોની આવક વધારવા માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન માનધાન યોજના ચલાવે છે. યોજના હેઠળ, 60 વર્ષ પૂર્ણ થયા બાદ ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. આ એક સ્વૈચ્છિક યોગદાન આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતોએ દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા જમા કરાવી શકે છે. 18 કે તેથી વધારે ઉંમરના અને 40 વર્ષથી ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. 60 વર્ષ બાદ તેઓને 3,000 રૂપિયા માસિક અથવા 36,000 રૂપિયા વાર્ષિક પેન્શન મળે છે.
આ પણ વાંચો : હવે મહિલાઓ ખેતરમાં ઉડાવશે ડ્રોન, સરકાર આપી રહી છે ફ્રી ટ્રેનિંગ, જાણો તમામ વિગત
ખેડૂતોના પાક ઉત્પાદનમાં વધારો થશે
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સિંચાઈ માટે નવી ટેકનોલોજી પર સબસિડી આપવામાં આવે છે. ખેડૂતો ટપક અને સ્પ્રિંકલ સિંચાઈનો ઉપયોગ કરીને પાણીનો બગાડ ઘટાડી શકે છે. આ યોજનાથી ખેડૂતોના પાક ઉત્પાદનમાં વધારો થાય છે. યોજના અંગેની વધારે માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટ pmksy.gov.in ની મુલાકાત લઈ શકો છો.