Wheat Farming: વૈજ્ઞાનિકોએ ઘઉંની નવી જાત તૈયાર કરી, તેની રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને થશે ફાયદો

|

Jul 13, 2023 | 11:10 AM

ગયા મહિને પણ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે ઘઉંની આવી ત્રણ જાતો તૈયાર કરી હતી, જે ઉનાળાની ઋતુના આગમન પહેલા પાકી જાય છે. એટલે કે ખેડૂતો માર્ચ મહિનાથી જ તેની લણણી શરૂ કરી શકે છે. આમ શિયાળાના અંત સુધીમાં પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.

Wheat Farming: વૈજ્ઞાનિકોએ ઘઉંની નવી જાત તૈયાર કરી, તેની રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને થશે ફાયદો
Wheat Farming

Follow us on

પંજાબ કૃષિ યુનિવર્સિટીએ (Punjab Agriculture University) ઘઉંની એવી જાત વિકસાવી છે, જેના લોટની રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ઘણો ફાયદો થશે. તેથી હવે ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવાની ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રકારનો ઘઉંનો (Wheat) લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનું કામ કરશે. આ સાથે હૃદય રોગથી પીડિત દર્દીઓને પણ ઘણો ફાયદો થશે. ભારતમાં 13 લાખથી વધારે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે.

રોટલી ઓછી ખાવાથી ખાંડની સાથે વજન પણ ઘટશે

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પંજાબ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસિત ઘઉંની આ જાતને PW RS-1 નામ આપવામાં આવ્યું છે. તેનું સેવન કરવાથી ધીમે ધીમે શરીરમાં ગ્લુકોઝ બનશે. આ સાથે પાચનક્રિયા પણ ધીરે ધીરે થશે. આ રીતે ખાંડને નિયંત્રિત કરી શકાય છે. આ ઘઉંની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછું ખાવાથી જ પેટ ભરાશે અને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં. જે વ્યક્તિ 6 રોટલી ખાય છે તેનું પેટ માત્ર 3 રોટલીથી જ ભરાય છે. આ રીતે રોટલી ઓછી ખાવાથી ખાંડની સાથે વ્યક્તિનું વજન પણ ઘટશે, જેના કારણે તે સ્વસ્થ રહેશે.

ઘઉં આ જાતની ખેતીથી ખેડૂતોની આવક વધશે

યુનિવર્સિટીના મુખ્ય ઘઉં બ્રીડર અચલા શર્માએ આ જાત વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આ ઘઉં નવી જાત છે. તેની ખેતીથી ખેડૂતોની આવક તો વધશે જ, તેની સાથે ડાયાબિટીસના દર્દીઓને પણ ઘણો ફાયદો થશે. તેમણે કહ્યું કે PW RS-1 માં કુલ સ્ટાર્ચનું પ્રમાણ ઘઉંની અન્ય જાતોની તુલનામાં 66-70 ટકા જેટલું છે, પરંતુ તેમાં 30.3 ટકા પ્રતિરોધક સ્ટાર્ચ સામગ્રી છે.

મલ્હાર અને પૂજા એક જ દિવસે બર્થ ડે સેલિબ્રેટ કરે છે, જાણો શું છે કારણ
ઠંડીની ઋતુમાં રોજ એક મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી જાણો શું થાય છે?
જાવંત્રી ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 10-11-2024
શિયાળો આવતા જ ફાટવા લાગ્યા છે હોઠ ? તો અપનાવો આ ઘરેલું ઉપાય
ઘરમાં ભૂલથી પણ આ વસ્તુઓને ન રાખતા ખાલી, નહીં તો લાગી શકે છે વાસ્તુ દોષ

ઘઉંની વાવણી 20 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે

ગયા મહિને પણ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે ઘઉંની આવી ત્રણ જાતો તૈયાર કરી હતી, જે ઉનાળાની ઋતુના આગમન પહેલા પાકી જાય છે. એટલે કે ખેડૂતો માર્ચ મહિનાથી જ તેની લણણી શરૂ કરી શકે છે. આમ શિયાળાના અંત સુધીમાં પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે અને હોળી પહેલા તેની લણણી કરી શકાશે.

આ પણ વાંચો : Farming: આ રાજ્યમાં ખજૂરની ખેતી કરતા ખેડૂતોનું નસીબ બદલાઇ ગયું, આવી રીતે કરી ખેતી

વૈજ્ઞાનિકોએ બીટ-ધ-હીટ સોલ્યુશન હેઠળ ઘઉં વાવવા માટે ઘઉંની આ જાતો વિકસાવી છે. ખેડૂતો સામાન્ય રીતે નવેમ્બર મહિનાથી ઘઉંની વાવણી કરે છે, પરંતુ આ જાતોની ખેતી 20 ઓક્ટોબરથી શરૂ કરી શકાય છે. આ ત્રણ જાતોમાંથી પ્રથમ જાતનું નામ HDCSW-18 છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article