ખેડૂતોએ ફેબ્રુઆરી માસમાં જુદા-જુદા શાકભાજીના પાકોમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

|

Feb 18, 2022 | 4:57 PM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ફેબ્રુઆરી માસમાં જુદા-જુદા શાકભાજીના પાકોમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Vegetable Crops Farming

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે શાકભાજીના પાકોમાં (Vegetable Crops) કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

શાકભાજીના પાકોમાં ખેતી કાર્યો

1. ઉનાળુ ભીંડાના ઉગવા બાદ ૨૦ દિવસે હારમાં ૨ છોડ વચ્ચે ૧૫ થી ૩૦ સે.મી. ના અંતરે પારવણી કરવી.

2. મરચી જાતોમાં જીવીસી-૧૦૧, ૧૧૧, ૧૧ર, ૧ર૧, ૧૩૧, પુસા જયોતી, પુસા સદાબહાર, અર્કા મેઘના, અર્કા સુફલ, અર્કા ખ્‍યાતી, કાશી અનમોન અને અર્કા શ્વેતાનું વાવેતર કરવું.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

3. ગુજરાત ટામેટા-૧, ર, તથા જૂનાગઢ ટમેટા-૩, ગુજરાત ટમેટા-૧ (જીટી-૧), જૂનાગઢ ટમેટા-3 (જીટી-3) હાઇબ્રીડ માટે પુસા હાઇબ્રીડ-૪, કાશી અમન, પુસા સેહલી, અર્કા અનન્‍યા, અર્કા રક્ષક, અર્કા સમ્રાટ, કાશી શકિતમાનનું વાવેતર કરવું.

4. ગલકા માટે પુસા ચીકની, ગુજરાત ગલકા-૧, પુસા સૂપીયાનું વાવેતર કરવું.

5. તુરિયા: ગુજરાત જૂનાગઢ સંકર તુરીયા -૧, પુસા નસદાર, ગુજરાત આણંદ તૂરીયા-૧ નું વાવેતર કરવું.

6. ભીંડા માટે ગુજરાત ભીંડા-ર, ગુજરાત આણંદ ભીંડા-૫, વર્ષા ઉ૫હાર, પુસા મખમલી, ગુજરાત જુનાગઢ ભીંડા-૩, ગુજરાત જુનાગઢ ભીંડા સંકર-૨, ગુજરાત જુનાગઢ ભીંડા સંકર-૩ નું વાવેતર કરવું.

7. દુધી: જૂનાગઢ લોંગ ટેન્ડર, પૂસા નવીન, પૂસા સમર પ્રોલીફીક લોંગ, અર્કા બહાર, પૂસા મેધદૂત, પંજાબ લોંગ, પંજાબ ગોળ, આણંદ દુધી- ૧, પૂસા સંકર- ૩ નું વાવેતર કરવું.

8. રીંગણની જાતો: ડોલી ૫, જીઓબી -૧, પીએલઆર-૧, જીજેબી-૨ તથા ૩, જીબીએલ-૧, જુનાગઢ લાંબા, જીબીએચ-૧ તથા જીબીએચ-ર નું વાવેતર કરવું.

9. રીંગણમાં સફેદ માખીના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર દવા ૪૦ મિ.લિ. અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ૪૦ઈસી૨૦ મિ.લિ અથવા ડાયફેન્થ્યુરોન ૫૦% વે.પા. ૧૦ ગ્રામ દવાને ૧૦લિટર પાણીમાં મિશ્રિત કરી છાંટવી.

10. લીલા તડતડીયા અને સફેદ માખીના નિયંત્રણ માટે થાયોમીથોક્ઝામ ૭ ગ્રામ અથવા એસીટામીપ્રાઈડ ૪ ગ્રામ આથવા ડાયફેંથ્યુરોન ૧૦ ગ્રામ ૧૦ લિ. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : Success Story : અળસિયાનું ખાતર તૈયાર કરી આ પ્રગતિશીલ ખેડૂત દર મહીને કરે છે દોઢ લાખની કમાણી

આ પણ વાંચો : Plantation Farming: વ્યવસાયિક માટે થાય છે વૃક્ષારોપણ ખેતી, જાણો તેની પદ્ધતિ અને ફાયદા

Published On - 4:56 pm, Fri, 18 February 22

Next Article