સમગ્ર વિશ્વમાં ભારતીય મસાલાની (Indian Spices) બોલબાલા છે. કોરોનાના (Corona Virus) કારણે હળદર જેવી કેટલીક કૃષિ પેદાશોની માગમાં જોરદાર ઉછાળો આવ્યો છે, કારણ કે ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે તેનો ઉપયોગ વધ્યો છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની માગ વધી છે. તેમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોવાનું કહેવાય છે. કૃષિ નિષ્ણાતો કહે છે કે કોરોના હજી ગયો નથી. આ સ્થિતિમાં હળદરની ખેતી (Turmeric Farming) ખેડૂતોના આર્થિક સ્વાસ્થ્ય માટે બૂસ્ટર ડોઝ તરીકે કામ કરી શકે છે.
સ્પાઈસીસ બોર્ડના રિપોર્ટ દ્વારા આ વાતની પુષ્ટિ થઈ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે માત્ર છેલ્લા પાંચ વર્ષમાં જ હળદરની નિકાસ (Turmeric Export) બમણીથી વધુ થઈ છે. વિશ્વની 80 ટકા હળદરનું ઉત્પાદન કરીને ભારત આ મામલે વિશ્વમાં અગ્રેસર છે. તેની નિકાસમાં ભારતનો હિસ્સો 60 ટકાથી વધુ છે. કોરોના સંકટ દરમિયાન આ વર્ચસ્વ વધુ વધ્યું છે.
પ્રથમ વખત અન્ય દેશોએ ભારતમાંથી 1.83 લાખ ટન હળદરની ખરીદી કરી છે. તેના બદલામાં દેશને 1676.6 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ મળ્યું છે. બાંગ્લાદેશ, યુએસએ, ઈરાન, મલેશિયા, મોરોક્કો, સંયુક્ત આરબ અમીરાત, ઈંગ્લેન્ડ, જર્મની, શ્રીલંકા, નેધરલેન્ડ, જાપાન, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ટ્યુનિશિયામાં હળદરની નિકાસ કરવામાં આવી છે.
ભારતમાં હળદરનું સૌથી વધુ ઉત્પાદક કોણ છે ?
APEDA અનુસાર, ભારતમાં હળદરનું સૌથી વધુ ઉત્પાદન તેલંગાણા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મેઘાલય અને મહારાષ્ટ્રમાં થાય છે. જ્યારે હળદરનું સૌથી વધુ ઉત્પાદન તેલંગાણાનો નિઝામાબાદ જિલ્લો છે. રાજ્યમાં લગભગ 90 ટકા હળદરનું ઉત્પાદન નિઝામાબાદ, કરીમનગર, વારંગલ અને આદિલાબાદ નામના ચાર જિલ્લાઓમાં થાય છે. હળદરનું સૌથી વધુ ઉત્પાદન (6,973 કિગ્રા) પ્રતિ હેક્ટર તેલંગાણામાં થાય છે.
હળદરની ખેતી કરતા ખેડૂતો સરકાર પાસેથી શું ઈચ્છે છે ?
ખેડૂતોનું કહેવું છે કે જ્યારે સરકાર કેટલાક નીતિ વિષયક ફેરફારો કરશે ત્યારે જ તેમને હળદરની નિકાસનો લાભ મળશે. હળદરની ખેતી કરતા ખેડૂતો સરકાર પાસે બે માંગણીઓ કરી રહ્યા છે. પ્રથમ માગ તેને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ લાવવાની છે, જ્યારે બીજી માગ હળદર બોર્ડ બનાવવાની છે. ખેડૂતોનું કહેવું છે કે આ કર્યા પછી, જેઓ તેની ખેતી કરે છે તેઓ સારી કમાણી કરી શકશે.
આ પણ વાંચો : Expert Advice: ફળના છોડનો નવો બગીચો ઉગાડવાનો યોગ્ય સમય ? શું છે બાગાયતશાસ્ત્રીઓની સલાહ
આ પણ વાંચો : Success Story: MNCની નોકરી છોડી શરૂ કરી ખેતી, મલ્ટીલેયર ફાર્મિંગ અને પ્રોસેસિંગથી કરે છે ડબલ કમાણી