Expert Advice: ફળના છોડનો નવો બગીચો ઉગાડવાનો યોગ્ય સમય ? શું છે બાગાયતશાસ્ત્રીઓની સલાહ
જો ખેડૂતો નવા બગીચા ઉગાડવા માગતા હોય, તો યોગ્ય કદના ખાડાઓ બનાવો. છોડથી છોડનું અંતર 25 થી 30 ફૂટ રાખો. દરેક ખાડાના તળિયે માટી એક બાજુ અને બાકીની માટી બીજી બાજુ રાખો.
ખેડૂતો માટે ફળના ઝાડના નવા બગીચા ઉગાડવાનો આ યોગ્ય સમય છે. ખેડૂતો (Farmers)માર્ચ સુધીમાં ફળના ઝાડના બગીચા વિકસાવી શકશે અને આ કામ કરતી વખતે બાગાયતશાસ્ત્રીઓનો અભિપ્રાય લેવો પડશે. જેથી બગીચાઓને વિકસાવવામાં કોઈ મુશ્કેલી ન પડે. બાગાયતશાસ્ત્રીઓની સલાહ (The advice of horticulturists) લઈને જ નવા બગીચા તૈયાર કરો, તો જ ફળોની સારી ઉપજ મેળવી શકાય છે.
બાગ તૈયાર કરતી વખતે, સફરજન અને અન્ય ફળોના છોડને યોગ્ય રીતે પસંદ કરીને વાવો. ફળના છોડ રોપતા પહેલા, યોગ્ય અંતરે યોગ્ય કદના ખાડાઓ તૈયાર કરીને છોડને યોગ્ય રીતે માવજત કરીને બગીચાનો વિકાસ કરો. બગીચો તૈયાર કરતા પહેલા, બાગાયતશાસ્ત્રીઓની સલાહ લીધા પછી, ખાડો ખોદીને યોગ્ય રીતે નવા છોડ વાવો. નહિંતર, રોગો અને જીવાતો ફળના છોડને નષ્ટ કરી શકે છે.
યોગ્ય કદના ખાડાઓ બનાવો
જો ખેડૂતો નવા બગીચા ઉગાડવા માગતા હોય, તો યોગ્ય કદના ખાડાઓ બનાવો. છોડથી છોડનું અંતર 25 થી 30 ફૂટ રાખો. દરેક ખાડાના તળિયે માટી એક બાજુ અને બાકીની માટી બીજી બાજુ રાખો. આ જમીનમાં યોગ્ય માત્રામાં સડેલું ગાયનું છાણ મિક્સ કરો. ખાડાની ઉપરની માટી અને તેની નીચેની માટી ભરો અને નવા ટ્રીટેડ છોડ વાવો.
બાગાયત નિષ્ણાત (Horticulture specialist) ડો.એસ.પી. ભારદ્વાજ કહે છે કે ફળોના વૃક્ષો વાવીને નવા બગીચા વિકસાવવા માટે માર્ચ મહિનો યોગ્ય સમય છે. કયા વિસ્તારમાં, કયા પ્રકારના ફળોના છોડ વાવી શકાય, નિષ્ણાતોની સલાહ લઈને જ બગીચો વિકસાવવો.
બાગાયતી (Horticulture)ખેતી માટે ખેડૂતોએ છોડને પહેલાથી જ વધુ માવજત આપવાની જરૂર રહે છે જો તેમ ન કરવામાં આવે તો છોડ નષ્ટ થતાં વાર નથી લાગતી ત્યારે અત્યારે તાપમાન ઓછુ હોવાના કારણે બગીચા માટે યોગ્ય સમય ગણાય છે ત્યારે આપણા વિસ્તાર અને ક્ષેત્રની આબોહવા પહેલા ધ્યાન પર રાખવી તેમજ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ વાવેતર કરવું જોઈએ.
નોંધ: અહીં આપવામાં આવેલ બાબતો નિષ્ણાંતોના જણાવ્યાં અનુસાર છે જેમાં કોઈ દાવો કરવામાં આવતો નથી. કોઈ પણ બાબતના અમલ પહેલા યોગ્ય માર્ગદર્શન મેળવવું. તેમજ યોગ્ય સલાહ લેવી હિતાવહ છે.