યુવાનોનું ધ્યેય હોય છે કે તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી કોઈ મોટી કંપનીમાં સેવા આપે. સાથે જ તેઓને તેમના શિક્ષણ અને કંપનીમાં સખત મહેનત અનુસાર સારું પગાર પેકેજ મળવાની અપેક્ષા પણ હોય છે. મોટાભાગના યુવાનો આ સ્વપ્ન સાથે મોટા થાય છે. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના રહેવાસી અજય ત્યાગીએ આવું સપનું જોયું હતું.
એમસીએ (MCA)કર્યા પછી, અજયે ગુરુગ્રામની એક બહુરાષ્ટ્રીય કંપનીમાં લગભગ 15 વર્ષ કામ કર્યું. આ દરમિયાન તે સખત મહેનત કરતો રહ્યો અને આગળ વધતો રહ્યો. પરંતુ તેઓને જોઈતો સંતોષ મળતો ન હતો. ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવતા અજયને મોટા શહેરમાં સારી નોકરી હોવા છતાં સ્વચ્છ વાતાવરણ અને શુદ્ધ ખોરાક મળી શક્યો ન હતો. જેના કારણે અજયે નોકરી છોડીને ગામમાં આવીને ખેતી કરવાનું નક્કી કર્યું.
ઉત્પાદન પર પ્રક્રિયા કરી બજારમાં વેચવું
અજયના આ નિર્ણયથી પરિવારને આંચકો લાગ્યો હતો. તેમ છતાં, અજયે 2015 માં નોકરી છોડી દીધી અને ખેતી કરવાનું શરૂ કર્યું. ઘણા વિચાર-વિમર્શ પછી અજયે ઓર્ગેનિક ખેતી (Organic farming)કરવાનું નક્કી કર્યું. ડીડી કિસાનના એક રિપોર્ટ અનુસાર, આજે અજય પોતાના ખેતરોમાં મોસમી શાકભાજી, અનાજ, અનેક પ્રકારના ફળો અને મસાલા ઉગાડે છે. તેમજ પ્રોસેસિંગ કર્યા બાદ માર્કેટમાં વેચે છે. આ કામમાં અજયને તેના ભાઈની મદદ પણ મળે છે.
હાલમાં, અજય તેના ખેતરમાં મલ્ટિલેયર ફાર્મિંગ (Multilayer Farming) હેઠળ ઉગાડવામાં આવતા પાકમાંથી 60 પ્રકારના ઉત્પાદનો વેચે છે. ખેતીમાં નુકસાનનું જોખમ ઘટાડવા માટે અજય પાકના રોટેશન પર ખાસ ધ્યાન આપે છે. મલ્ટીલેયર ખેતીમાં, જો એક પાક નિષ્ફળ જાય, તો બીજો પાક તે નુકસાનની ભરપાઈ કરે છે.
બફર ઝોન પદ્ધતિનો પણ કરે છે ઉપયોગ
અજય એ વાતનું પણ ધ્યાન રાખે છે કે બજારમાં કઇ પ્રોડક્ટની વધારે માગ છે. તેથી જ અજય કાળા ડાંગરની ખેતી (Paddy cultivation) કરે છે અને તેને 350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચે છે. અજય પાસેથી પ્રેરણા લઈને અન્ય યુવા ખેડૂતો પણ આવી જ ખેતી શરૂ કરી રહ્યા છે, જેને તેઓ પોતે તાલીમ આપે છે.
તેઓ તેમના ખેતરમાં બફર ઝોન પદ્ધતિનો ઉપયોગ કરે છે. આમાં એક જ ખેતરમાં બે પાકનું વાવેતર કરવામાં આવે છે. આનાથી માત્ર ઉપજ જ નહીં, પરંતુ જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા પણ વધે છે. બફર ઝોન હેઠળ, ખેતરની આસપાસ આવા છોડ રોપવામાં આવે છે, જે જંતુઓ અને પક્ષીઓને આકર્ષે છે અને પાકમાંથી વધુ સારું ઉત્પાદન આપે છે.
આ પણ વાંચો: Mobile Overheating Problem: ફોન હીટિંગની સમસ્યાથી છો પરેશાન, તો જાણો તેનાથી બચવાના ઉપાય
આ પણ વાંચો: અંબાલા-દિલ્હી હાઈવે પર ગમખ્વાર અકસ્માત! 3 પ્રવાસી બસ અથડાઈ, 5 લોકોના મોત, 10 ગંભીર રીતે ઘાયલ