AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Overheating Problem: ફોન હીટિંગની સમસ્યાથી છો પરેશાન, તો જાણો તેનાથી બચવાના ઉપાય

ફોનની ગંભીર સમસ્યાઓમાંની એક છે તેનું વારંવાર ગરમ થવું. હેવી ગેમ્સ રમતા અને બ્રાઉઝિંગ કરતી વખતે લગભગ બધા ફોન થોડા ગરમ થઈ જાય છે, પરંતુ જો ફોન ખૂબ જ ગરમ થઈ રહ્યો હોય તો સમજો કે કોઈ સમસ્યા છે.

Mobile Overheating Problem: ફોન હીટિંગની સમસ્યાથી છો પરેશાન, તો જાણો તેનાથી બચવાના ઉપાય
Mobile Overheating Problem (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 9:53 AM
Share

સ્માર્ટફોન (Smartphone)આજકાલ લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કોલ કરવાથી લઈને ઓનલાઈન પેમેન્ટ સુધી, આજકાલ આપણે નાના-મોટા તમામ કામો માટે આપણા સ્માર્ટફોન પર નિર્ભર છીએ. ફોનની ગંભીર સમસ્યાઓમાંની એક છે તેનું વારંવાર ગરમ થવું. હેવી ગેમ્સ રમતા અને બ્રાઉઝિંગ કરતી વખતે લગભગ બધા ફોન થોડા ગરમ (Mobile Overheating) થઈ જાય છે, પરંતુ જો ફોન ખૂબ જ ગરમ થઈ રહ્યો હોય તો સમજો કે કોઈ સમસ્યા છે.

ક્યારેક ચાર્જિંગ દરમિયાન પણ ફોન ગરમ થઈ જાય છે. સ્માર્ટફોનનું ઓવરહિટીંગ (Overheating Problem) ખતરનાક બની શકે છે, તેનાથી તમારા ફોનની બેટરી પણ ફાટી શકે છે. જો કે, આ ગંભીર સમસ્યા જાતે પણ ઉકેલી શકાય છે. તેનો ઉકેલ તમારા ફોનના સ્ટોરેજ (Phone storage)માં છુપાયેલો છે. આવો અમે તમને કેટલીક એવી સેટિંગ્સ (Settings) વિશે જણાવીએ, જેની મદદથી તમે તમારા ફોનનું પરફોર્મન્સ સુધારી શકો છો અને વારંવાર ગરમ થવાની સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો.

સ્માર્ટફોન કેમ ગરમ થાય છે ?

સ્માર્ટફોનમાં વધુ એપ્લીકેશન, ગેમ્સ કે અન્ય સોફ્ટવેર ડાઉનલોડ કરવાને કારણે આ સમસ્યા થાય છે. ફોનનું કોમ્યુનિકેશન યુનિટ અને કેમેરા પણ ગરમીનું કારણ બને છે. ઘણા ફોન ચાર્જિંગ દરમિયાન ગરમ થઈ જાય છે. કેટલાક ફોન બ્રાઉઝિંગ દરમિયાન ખૂબ જ ગરમ થાય છે અને કેટલાક ફોન કોલિંગ દરમિયાન પણ ગરમ થાય છે.

ફોન હીટિંગ સમસ્યાને કેવી રીતે ઠીક કરવી ?

ફાલતુ ફંક્શન બંધ કરી દો

આજકાલ અનલિમિટેડ ડેટાના કારણે મોબાઈલ ઈન્ટરનેટ હંમેશા ચાલુ રહે છે. એ જ રીતે, લોકેશન અથવા જીપીએસ, બ્લૂટૂથ, વાઇફાઇ જેવા અન્ય ઘણા ફંક્શન્સ ચાલુ હોય છે. આ કાર્યોને સતત ચાલુ રાખવાથી બેટરી પર દબાણ આવે છે અને ફોન ગરમ થાય છે.

એકસાથે અનેક એપ્લિકેશનોનો ઉપયોગ

ફોનના બેકગ્રાઉન્ડમાં એકસાથે ચાલતી અનેક એપ્સને કારણે પણ આવું થઈ શકે છે. ફોનની રેમ મેમરીને સમયાંતરે ક્લિન કરતા રહો.

ફોનને નિયમિત અપડેટ કરતા રહો સમયાંતરે ફોનની એપ્સ અપડેટ કરતા રહો. આ સિવાય તમારા ફોનના સોફ્ટવેરને નિયમિતપણે અપડેટ કરો. આમ કરવાથી ફોનના ઓવરહિટીંગની સમસ્યા દૂર થઈ જશે.

આ પણ વાંચો: Viral: ચમત્કાર ! છત્રી લઈ ચાલતા શખ્સની માથે જ પડી વીજળી છતાં છે હેમખેમ, વીડિયો જોઈ સૌ કોઈ દંગ !

આ પણ વાંચો: Viral: નદીમાં જામેલા બરફને તોડવા યુવકે લગાવ્યો ગજબ જુગાડ, લોકો બોલ્યા આ તો ‘નિન્જા ટેકનિક’

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">