અંબાલા-દિલ્હી હાઈવે પર ગમખ્વાર અકસ્માત! 3 પ્રવાસી બસ અથડાઈ, 5 લોકોના મોત, 10 ગંભીર રીતે ઘાયલ

અંબાલા-દિલ્હી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના સમયે તમામ મુસાફરો સૂઈ રહ્યા હતા.

અંબાલા-દિલ્હી હાઈવે પર ગમખ્વાર અકસ્માત! 3 પ્રવાસી બસ અથડાઈ, 5 લોકોના મોત, 10 ગંભીર રીતે ઘાયલ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 10:07 AM

હરિયાણા (Haryana)ના અંબાલા-દિલ્હી (Ambala-Delhi) હાઈવે પર સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કટરાથી દિલ્હી જઈ રહેલી 3 ટૂરિસ્ટ ડીલક્સ બસ  (Tourist Buses Collided) સવારે 3 વાગ્યે અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 19 લોકો ગંભીર રીતે ઘાયલ છે. ત્યારે દસ ઘાયલોને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમજ અકસ્માતની માહિતી મળતા, પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માત હીલિંગ ટચ હોસ્પિટલ પાસે સર્જાયો હતો.

આ દુર્ઘટના સમયે તમામ મુસાફરો સૂતા હતા. ત્યારે સામેની બસ અચાનક થંભી જતાં પાછળની બંને બસ તેની સાથે અથડાઈ હતી. હાલમાં ત્રણેય બસો હાઇવેની સાઈડમાં ઉભી રહી હતી, જેથી મોટા અકસ્માત બાદ પણ હાઈવે પર વાહનવ્યવહાર ચાલુ રહ્યો હતો. પોલીસ ટ્રાફિક કલીયર કરવાની કામગીરી કરી રહી છે.

પોલીસે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જણાવી દઈએ કે, ત્રણેય બસો દિલ્હી-ચંદીગઢ નેશનલ હાઈવે પર સવારે લગભગ 3 વાગે એકસાથે દોડી રહી હતી. ત્યારે એક બસ અચાનક બંધ થઈ ગઈ, જેના કારણે તેની પાછળ આવતી બંને બસ એક પછી એક અથડાઈ. ત્યારે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી ચીસો પડી હતી. મુસાફરો બારીમાંથી કૂદીને બહાર નીકળી ગયા. આવી સ્થિતિમાં બસની અંદર ફસાઈ જવાથી 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યાં ચાર મૃતકો આગળની બસમાં અને એક પાછળની બસમાં હતા. હાલ અકસ્માતમાં એક બસને સંપૂર્ણ નુકસાન થયું છે.

અકસ્માત બાદ બસમાં ચીસો સંભળાઈ હતી

નોંધપાત્ર વાત એ છે કે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ બસમાંથી ચીસો સંભળાઈ હતી. આવી સ્થિતિમાં મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે હાઇવે પર બસમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ તેમને ક્રોસ કરતા ટ્રાફિક થંભાવી દીધો હતો. આ પછી સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા, પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ. હાલ અકસ્માતના સ્થળે રસ્તાઓ પર બેગ અને ચંપલ પડ્યા હતા.

આ પણ વાંચો: Mobile Overheating Problem: ફોન હીટિંગની સમસ્યાથી છો પરેશાન, તો જાણો તેનાથી બચવાના ઉપાય

આ પણ વાંચો: Viral: ચમત્કાર ! છત્રી લઈ ચાલતા શખ્સની માથે જ પડી વીજળી છતાં છે હેમખેમ, વીડિયો જોઈ સૌ કોઈ દંગ !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">