Shrimp Farming: રશિયા યુક્રેન યુદ્ધના કારણે ઝીંગાની નિકાસને અસર, ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયા સુધીનો ઘટાડો
યુદ્ધ શરૂ થયા પછી નિકાસમાં મુશ્કેલી આવી અને ભાવમાં ઘટાડો થવા લાગ્યો. હાલમાં નિકાસ કરાતા ઝીંગા 240 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. કોરોનાના કારણે બે વર્ષ સુધી ભોગ બનેલા ખેડૂતો યુદ્ધના કારણે ફરી મુશ્કેલીમાં મુકાયા છે.
રશિયા-યુક્રેન યુદ્ધની (Russia-Ukraine War)અસર હવે ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે. આ યુદ્ધને કારણે ભારતના ઝીંગા (Shrimp)ઉછેરનારા ખેડૂતો પણ પરેશાન છે. યુદ્ધ શરૂ થયાને 13 દિવસ થઈ ગયા છે. દરમિયાન, ઝીંગાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ નિકાસ (Export) પર અસર હોવાનું માનવામાં આવે છે. યુદ્ધની શરૂઆત પહેલા ઝીંગાનો ભાવ પ્રતિ કિલો રૂ. 290 થી રૂ. 300ની રેન્જમાં હતો, પરંતુ યુદ્ધ શરૂ થયા પછી નિકાસમાં મુશ્કેલી આવી અને ભાવમાં ઘટાડો થવા લાગ્યો. હાલમાં નિકાસ કરતા ઝીંગા 240 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. કોરોનાના કારણે બે વર્ષ સુધી ભોગ બનેલા ખેડૂતો યુદ્ધના કારણે ફરી મુશ્કેલીમાં મુકાયા છે.
ઝીંગાના ખેડૂતોએ જણાવ્યું કે અમે માત્ર નિકાસ માટે જ સારી જાતોનો ઉછેર કરીએ છીએ. બે વર્ષથી કોરોનાના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે અમારા વ્યવસાયને અસર થઈ હતી. અમને આશા હતી કે આ વખતે પરિસ્થિતિ સુધરશે. પરંતુ યુદ્ધના કારણે સ્થિતિ ફરી વણસી ગઈ છે. ધ હિન્દુ સાથે વાત કરતા, ઝીંગા ખેડૂતોએ જણાવ્યું હતું કે આર્થિક અનિશ્ચિતતાને કારણે એક્વા ફીડના ભાવમાં ભારે વધારો થયો છે. જેના કારણે આ વખતે ખર્ચ પણ ઘણો વધી ગયો છે.
ઝીંગા પાલકોએ સરકાર પાસે હસ્તક્ષેપની કરી માગ
ભારતમાં ઝીંગા ઉછેર શરૂઆતથી જ એક સાહસ જેવું રહ્યું છે. ઝીંગા પાલક કમાણીના સંદર્ભમાં આમાં ઘણું રોકાણ કરે છે. પરંતુ બદલાયેલા સંજોગોમાં તેમના માટે મુશ્કેલી વધી છે. ઝીંગા ખેડૂતોએ જણાવ્યું કે રોગચાળાને કારણે અમે ઉત્પાદનમાં 25 થી 30 ટકાનો ઘટાડો કર્યો હતો. સમગ્ર વિશ્વમાં રસીકરણના કારણે કોરોનાના કેસોમાં થયેલા ઘટાડાની વચ્ચે સ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા હતી, જે થયું. પરંતુ યુદ્ધને કારણે અમે ચિંતિત છીએ.
ખેડૂતોએ જણાવ્યું કે ગત વર્ષ કોરોના રોગચાળા વચ્ચે ઝીંગા પર રોગચાળો ફાટી નીકળ્યો હતો. આ બેવડા મારથી અમારી કમાણી પર મોટી અસર પડી. કોરોનાની સ્થિતિ સામાન્ય થવા સાથે, યુએસ, ચીન અને જાપાન સહિતના મોટા ઝીંગા વપરાશ કરતા દેશોમાં માગમાં વધારો થવાની અપેક્ષાએ ખેડૂતોએ આ વર્ષે સારા વળતરની અપેક્ષાએ ઉત્પાદન વધારવાનું નક્કી કર્યું હતું.
ઝીંગા ઉત્પાદકોનું કહેવું છે કે આ સ્થિતિમાં ખેડૂતોની મદદ માટે સરકારે આગળ આવવું જોઈએ. ઝીંગા ખેડૂતોના એસોસિએશનના સેક્રેટરી શ્રી ડી ગોપીનાથે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે ઉત્પાદકો માટે વધુ સારા ભાવો સુનિશ્ચિત કરવા અને ફીડના ભાવને નિયંત્રિત કરવા હસ્તક્ષેપ કરવો જોઈએ. આ સાથે ખેડૂતોને સબસિડી આપવાનું પણ વિચારવું જોઈએ.
આ પણ વાંચો: Drone in Agriculture: પાણી અને પૈસાની સાથે ખેડૂતને પણ જોખમથી બચાવશે ડ્રોન, સર્જાશે રોજગારીના અવસર