Sandalwood cultivation: ચંદનની ખેતી છે નફાકારક, પરંતુ ખેડૂતોએ આ વાતનું રાખવું પડશે ખાસ ધ્યાન

|

Dec 03, 2021 | 1:38 PM

ચંદનની દેશ-વિદેશમાં ખુબ માંગ છે. ચંદનના લાકડાની ગણના વિશ્વના સૌથી મોંઘા લાકડામાં થાય છે. ત્યારે 10-15 વર્ષ પછી ચંદનના છોડમાંથી બમ્પર કમાણી શરૂ થાય છે.

Sandalwood cultivation: ચંદનની ખેતી છે નફાકારક, પરંતુ ખેડૂતોએ આ વાતનું રાખવું પડશે ખાસ ધ્યાન
Sandalwood Farming

Follow us on

હાલ ખેતીમાં નવી નવી ટેક્નોલોજી આવી રહી છે જેનાથી ખેડૂતો(Farmers)ની ઘણી મહેનત બચી જાય છે તેવી જ રીતે પરંપરાગત ખેતીની સાથે ખેડૂતો નવા પાકો અજમાવી બમણી કમાણી કરી શકે છે. ત્યારે ચંદનની ખેતી વિશે તમે સાંભળ્યું હશે અને જોઈ પણ હશે જેમાં ઘણા ખેડૂતોને ચંદનની ખેતી કરવી હોય છે પરંતુ માહિતીના અભાવે તેઓ આ ખેતી કરી શકતા નથી.

ચંદન (sandalwood cultivation) એવું લાકડું છે, જેની દેશ-વિદેશમાં ખુબ માંગ છે. ચંદનની ખેતીમાં તમે જે ખર્ચ કરશો તેના કરતાં કમાણી કરવાની તકો અનેક ગણી સારી હશે. આજે અમે તમને ચંદનની ખેતી વિશે જણાવી રહ્યા છીએ. ચંદનના લાકડાની ગણના વિશ્વના સૌથી મોંઘા લાકડામાં થાય છે. ત્યારે 10-15 વર્ષ પછી ચંદનના છોડમાંથી બમ્પર કમાણી શરૂ થશે.

ચંદનની ખેતી કેવી રીતે કરવી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ચંદન(Sandalwood)નાં વૃક્ષો બે રીતે તૈયાર કરી શકાય છે. પ્રથમ ઓર્ગેનિક ખેતી(organic farming) છે અને બીજી પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવે છે. ચંદનનાં વૃક્ષોને ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં લગભગ 10 થી 15 વર્ષનો સમય લાગે છે, જ્યારે પરંપરાગત રીતે એક વૃક્ષને ઉગાડવામાં લગભગ 20 થી 25 વર્ષનો સમય લાગે છે.

તેને પ્રથમ 8 વર્ષ સુધી કોઈ બાહ્ય સુરક્ષાની જરૂર નથી. તે પછી તેમાંથી સુગંધ આવવા લાગે છે. આથી આવી સ્થિતિમાં છૂપી રીતે કપાઈ જવાનો ભય રહે છે. એટલા માટે તમારે વૃક્ષને પ્રાણીઓ અને અન્ય લોકોથી દૂર રાખવું પડશે જ્યાં સુધી તે સંપૂર્ણપણે તૈયાર ન થાય. તેના વૃક્ષો રેતાળ અને બરફીલા વિસ્તારો સિવાય દરેક જગ્યાએ ઉગાડી શકાય છે.

5 લાખની કમાણી કરનાર વૃક્ષ

ચંદન(Sandalwood)નો ઉપયોગ ઘણી બધી વસ્તુઓમાં થાય છે. તેનો મોટાભાગનો ઉપયોગ અત્તર બનાવવામાં થાય છે. આ સિવાય તેનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં પણ થાય છે. ચંદનનો ઉપયોગ આયુર્વેદિક દવા બનાવવા માટે પણ થાય છે.

ખેડૂત ચંદનની ખેતીમાંથી વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. બીજી તરફ, જો ખેડૂત 100 વૃક્ષો વાવવામાં સફળ થાય છે અને જ્યારે તેને વેચવામાં આવે છે ત્યારે તેમાથી ખેડૂતને 5 કરોડ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે.

છોડની કિંમત

ચંદનનો છોડ કોઈપણ સારી નર્સરીમાં 100 થી 150 રૂપિયામાં મળી જશે. ચંદનનો છોડ પરોપજીવી છે, એટલે કે તે જમીનમાં જ ટકી શકતો નથી. તેને ટકી રહેવા માટે કોઈના સમર્થનની જરૂર છે.એટલે કે તેની સાથે યજમાન છોડની જરૂર છે. એટલે કે સાથી છોડ વાવવો જરૂરી હોય છે. આ સાથી છોડ 50-60 રૂપિયામાં આવે છે.

જ્યારે ચંદનનું વૃક્ષ મોટું થાય છે, ત્યારે ખેડૂત દર વર્ષે તેમાંથી 15-20 કિલો લાકડું સરળતાથી મેળવી શકે છે. બજારમાં આ લાકડું 30 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી શકાય છે. આવી સ્થિતિમાં ખેડૂત એક વૃક્ષ વાવીને દર વર્ષે લગભગ 5 લાખ રૂપિયા કમાઈ શકે છે.

સરકારના આ કાયદાનું ધ્યાન રાખો

જો તમે પણ ચંદનની ખેતી કરવાનું મન બનાવી રહ્યા છો, તો એક બીજી વાત જાણી લો. વર્ષ 2017માં સરકારે કાયદો બનાવીને ચંદનના વેચાણ અને ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. એટલે કે, તમે ચંદનના વૃક્ષો વાવી શકો છો,

પરંતુ તમે તેનું લાકડું સરકારને જ વેચી શકો છો. આમ કર્યા પછી પણ દર વર્ષે લાખોથી લઈને કરોડો રૂપિયા સુધીનો નફો થાય છે. તે જ સમયે, અન્ય કોઈ પાસેથી ચંદન ખરીદવા અથવા વેચવા પર પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો: આ ખેડૂતે એક છોડ પર ઉગાડી છ ફ્લાવર કોબી, દુર દુરથી લોકો આવ્યા જોવા, સોશિયલ મીડિયામાં ફોટો થયો વાઈરલ

 

આ પણ વાંચો: DAPની અછત વચ્ચે વૈકલ્પિક ખાતરના વેચાણમાં મોટો ઉછાળો, વાવેતરમાં ખેડૂતો મોટાપાયે કરી રહ્યા છે ઉપયોગ

Next Article