આ ખેડૂતે એક છોડ પર ઉગાડી છ ફ્લાવર કોબી, દુર દુરથી લોકો આવ્યા જોવા, સોશિયલ મીડિયામાં ફોટો થયો વાઈરલ

એક છોડમાં છ ફુલ કોબી જોઈને સૌ કોઈ હેરાન છે. ત્યારે તેની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે આ ફુલ કોબીની ચર્ચા સંપૂર્ણ જિલ્લા સહિત આસપાસના લોકોમાં થઈ રહી છે.

આ ખેડૂતે એક છોડ પર ઉગાડી છ ફ્લાવર કોબી, દુર દુરથી લોકો આવ્યા જોવા, સોશિયલ મીડિયામાં ફોટો થયો વાઈરલ
Cauliflower (Social Media)

યુપીના શાહજહાપુર (Shahjahanpur) માં એક ખેડૂતે અનોખી ફ્લાવર કોબી (Cauliflower) ઉગાડી છે. ખેડૂતે (Farmer) એક ફ્લાવર કોબીના છોડમાં 6 ફુલ કોબી મેળવી છે. એક છોડમાં છ ફુલ કોબી જોઈને સૌ કોઈ હેરાન છે. ત્યારે તસ્વીર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ ત્યારે આ ફુલ કોબીની ચર્ચા સંપૂર્ણ જિલ્લા સહિત આસપાસના લોકોમાં થઈ રહી છે.

જેને લઈ લોકો ફ્લાવર કોબીને જોવા આવી રહ્યા છે. ત્યારે વૈજ્ઞાનિકો પણ આ ફ્લાવર કોબીને જોઈ હેરાન છે. કૃષિ વૈજ્ઞાનિકોએ આ ફ્લાવર કોબી પર શોધ કરવા માટે વૈજ્ઞાનિકોની ટીમ બોલાવી છે. સામાન્ય રીતે શિયાળામાં ઉગતી શાકભાજી ફ્લાવર કોબીને તમે ખેતરમાં જોઈ હશે.

ફ્લાવર કોબીમાં સામાન્ય રીતે એક છોડમાં એક ફુલ રૂપે લાગે છે, પરંતુ આ પ્રગતિશીલ ખેડૂતના ખેતરમાં ફ્લાવર કોબી પર છ ફ્લાવર કોબી લાગી છે. આ કોબીને જ્યારે તેઓએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું તો લોકો ન માત્ર તેના પર ચર્ચા કરી રહ્યા છે પરંતુ તેને જોવા માટે પણ આસપાસ સિવાય બીજા જિલ્લામાંથી આવી રહ્યા છે.

સ્થળ પર ફ્લાવર કોબીને જોનાર લોકો આ જોઈને હેરાન છે એટલું જ નહીં કોબીની ચર્ચા આસપાસના જિલ્લામાં પણ થઈ રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, એક છોડમાં જ લાગેલી છ ફ્લાવર કોબી આજ સુધી તેઓએ પોતાના જીવનમાં નથી જોઈ.

આ પ્રકારની કોબીથી ખેડૂતોને ફાયદો થશે

ખેડૂત હરિ શરણ બાજપાઈ અનુસાર તેમણે પોતાના ફાર્મ પર એકસાથે ઘણી ફ્લાવર કોબી વાવી હતી, પરંતુ આ કોબીમાં એક જ છોડમાંથી ઘણી ડાળીઓ નીકળી હતી અને છ ફ્લાવર કોબી તૈયાર થઈ હતી. જ્યારે તેણે આ કોબીનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો તો લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ કહે છે કે જો ખેડૂતો આવી કોબીનું વાવેતર કરે તો તેમને 5 ગણી વધુ ઉપજ મળશે. કોબીજની ખેતી કરતા ખેડૂતોને આવા બિયારણોથી ઘણો ફાયદો થશે.

ખેતીવાડી અધિકારી પણ આશ્ચર્યચકિત

આ અનોખી ફ્લાવર કોબી જોઈને જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષચંદ્ર પાઠક પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેઓ માને છે કે આ કોબીના છોડમાં પરિવર્તન થયું છે અથવા આ નવી જાતની શોધ કરવામાં આવી છે.

આ સંશોધનનો વિષય છે. તેમણે આ કોબીનો વીડિયો અને ફોટો કૃષિ વૈજ્ઞાનિકોને મોકલ્યો છે, જેથી તેઓ આ કોબી પર સંશોધન કરી શકે. જો ખેડૂતો તેમના ખેતરોમાં કોબીની આ નવી જાતનું વાવેતર કરે તો તેમને અનેક ગણો ફાયદો થશે. આ સંશોધનનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: DAPની અછત વચ્ચે વૈકલ્પિક ખાતરના વેચાણમાં મોટો ઉછાળો, વાવેતરમાં ખેડૂતો મોટાપાયે કરી રહ્યા છે ઉપયોગ

આ પણ વાંચો: કૃષિ કાયદા તો રદ્દ થઈ ગયા પરંતુ ખેડૂતો અને સરકારનું સમાધાન તો હવે શરૂ થયું છે: પ્રશાંત સક્સેના

  • Follow us on Facebook

Published On - 12:36 pm, Fri, 3 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati