Success story : બેંકની નોકરી છોડીને યુવકે ડુક્કર પાલનનો વ્યવસાય પસંદ કર્યો, આ વ્યવસાયથી કરી રહ્યો છે લાખોની કમાણી !

|

Sep 01, 2021 | 12:54 PM

ઝારખંડના યુવક આનંદ સંજીત પૂર્તિએ પુણેથી MBAનો અભ્યાસ કર્યો છે. જે બાદ તેને બેંકમાં નોકરી મળી હતી, પરંતુ તેને નોકરી પસંદ ન આવતા તે વર્ષ 2010 માં તેના ગામ પરત ફર્યો અને અહીં સ્વરોજગાર શોધવાનું શરૂ કર્યું.બાદમાં તે પ્રોફેસર જે.એસ. સોરેનને મળ્યા, જેમણે આનંદને ડુક્કરની ખેતી કરવાની સલાહ આપી.

Success story : બેંકની નોકરી છોડીને યુવકે ડુક્કર પાલનનો વ્યવસાય પસંદ કર્યો, આ વ્યવસાયથી કરી રહ્યો છે લાખોની કમાણી !
jharkhand farmer left bank job and doing pig farming

Follow us on

Success story :  સફળ ખેડૂતો ઘણીવાર કહે છે કે ખેતીમાં આવકની કોઈ મર્યાદા નથી, માત્ર પાકનો ભાવ સારો હોવો જોઈએ. કૃષિ આજે પણ રોજગારનું સૌથી શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે. કારણ કે હવે માત્ર ખેડૂત પરિવારના (Farmer family) લોકો જ નહીં પણ વ્યાવસાયિક લોકો પણ આ ક્ષેત્ર સાથે જોડાય રહ્યા છે. એવા ઘણા લોકો છે જેઓ નોકરી છોડીને સફળ ખેતી કરી રહ્યા હોય.ત્યારે આવા જ એક ખેડૂત છે આનંદ સંજીત પૂર્તિ. ઝારખંડના પૂર્વ સિંહભૂમ ગામના રહેવાસી સંજીવ પોતાની બેંકની નોકરી છોડીને ડુક્કર પાલનનો વ્યવસાય કરી રહ્યા છે, આ સાથે તેઓ લોકો માટે એક રોલ મોડેલ(Role Model)  પણ સાબિત થયા છે.

ઝારખંડમાં ડુક્કર પાલનનો વ્યવસાય (Pig Farming) નવી વાત નથી, જો કે આ વિસ્તારના ખેડૂતો માત્ર પરંપરાગત રીતે ડુક્કર પાળતા હતા. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે, નવી ટેકનોલોજી સાથે ડુક્કર પાલનના વ્યવસાયની પદ્ધતિઓમાં પણ ફેરફાર થયો છે હવે ખેડૂતો વૈજ્ઞાનિક ઢબથી કાર્ય કરી રહ્યા છે,જેને કારણે તેની આવકમાં પણ વધારો થયો છે.

નોકરી પસંદ ન આવતા ખેતી તરફ વળ્યા

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

આનંદ સંજીત પૂર્તિએ પુણેથી એમબીએનો અભ્યાસ કર્યો છે. જે બાદ તેને બેંકમાં નોકરી (Bank Job) મળી, પરંતુ તેને નોકરી પસંદ ન આવતા વર્ષ 2010 માં તે તેના ગામ પરત ફર્યો અને અહીં સ્વરોજગાર શોધવાનું શરૂ કર્યું. ત્યારે તેઓ પ્રોફેસર જે.એસ. સોરેનને મળ્યા જેમણે આનંદને ડુક્કર પાલનનો વ્યવસાય કરવાની સલાહ આપી. બાદમાં આનંદે કૃષિ વૈજ્ઞાનિક ખેતી કેન્દ્રમાંથી ડુક્કર ઉછેરની (Pig Farming) તાલીમ લીધી, તાલીમ મેળવ્યા પછી તેણે  ડુક્કર પાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો.

બે વર્ષ આ રીતે વિતાવ્યા

આનંદે જણાવ્યુ હતુ કે, તે શરૂઆતના તબક્કામાં (Early Stage) સમજી શક્યા નહી કે નોકરીના ક્ષેત્રમાં આગળ વધવું કે સ્વરોજગાર કરવો. પુણેથી પરત ફર્યા બાદ તેણે બે વર્ષ આ રીતે વિતાવ્યા. આ દરમિયાન તેણે નોકરીના કેટલાક ઈન્ટરવ્યુ આપ્યા અને પણ સિલેક્ટ થયો પરંતુ તેણે નોકરી સ્વીકારી નહી. જે બાદ પ્રોફેસર જેએસ સોરેએ (Prof. J S Sore) તેમને કહ્યું કે નોકરીમાં સંતોષ નહીં મળે, પરંતુ તમે સ્વરોજગારમાંથી સંતોષ મેળવી શકશો.

જમા કરેલી મૂડીથી ડુક્કરની ખેતી શરૂ કરી

પ્રોફેસર સલાહ આપ્યા બાદ આનંદે પોતાની જમા કરેલી કેટલીક મૂડીથી ગામમાં જ ડુક્કર પાલનનો વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતમાં, તેની પાસે પાંચ માદા ડુક્કર, એક નર ડુક્કર હતા. પરંતુ ડુક્કરની યોગ્ય સંભાળ માટે વધુ રૂપિયાના અભાવે તેમણે તે વેચવાની ફરજ પડી, અને બાદમાં તેણે ફરી સરકારની મદદ લીધી. અને તેને સરકારી ગ્રાન્ટ (Grant)પર છ લાખ રૂપિયા મળ્યા, જેમાંથી તેણે ફરી શરૂઆત કરી.આજે આનંદ ડુક્કર પાલનના વ્યવસાયથી વાર્ષિક ચારથી સાડા ચાર લાખ રૂપિયાની કમાણી કરે છે.

 

 

આ પણ વાંચો: ડ્રેગન ફ્રૂટની ખેતીથી થશે લાખોની કમાણી, જાણો ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે કરવી અને કેટલો નફો મળશે ?

આ પણ વાંચો:  Kisan Rail : ગુજરાતમાંથી કેળા અને ચીકુ સાથે કિસાન રેલ દિલ્હી પહોંચી, ખેડૂતોને ભાડા પર મળે છે 50% સબસિડી

Published On - 12:18 pm, Wed, 1 September 21

Next Article