ડ્રેગન ફ્રૂટની ખેતીથી થશે લાખોની કમાણી, જાણો ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે કરવી અને કેટલો નફો મળશે ?

ડ્રેગન ફ્રૂટની ખેતીથી થશે લાખોની કમાણી, જાણો ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે કરવી અને કેટલો નફો મળશે ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 11:33 AM

જો કોઇ ખેડૂત મિત્રને ડ્રેગનફ્રુટની ખેતી કરવી હોય તો કેટલું પ્રાથમિક રોકાણ કરવુ પડશે, કેટલો જાળવણીનો ખર્ચ થશે, કેટલી આવક થશે અને તેમાંથી કેટલો નફો થશે તે દરેક માહિતી જાણીએ.

બાગાયતી ખેતીમાં થોડા સમયથી ડ્રેગન ફ્રૂટનું (Dragon Fruit) ઉત્પાદન ઘર આંગણે વધ્યું છે. વા, હૃદય સંબંધિત રોગ સામે રક્ષણ, બોડીનો મેટા બોલિઝમ રેટ વધારવો, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગસ સામે ડ્રેગન ફ્રુટ ખુબ જ અસરકારક છે. ડાયાબિટીસ, અસ્થામાં સહિતના રોગમાં ફાયદાકારક એવા આ ફળમાં રહેલું વિટામિન-સી અને લાયકોપિન નામક રંજક દ્રવ્ય પ્રોસ્ટેટ કેન્સરને અટકાવે છે.

આટલા બધા ફાયદા ધરાવતા ડ્રેગન ફ્રુટનો ખેડૂતોની (Farmers) દ્રષ્ટિએ સૌથી મોટો ગુણ એ છે કે તેનું વાવેતર કોઇ પણ સમયે થઇ શકે છે. પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પણ તેની ખેતી થઇ શકે છે. તો ચાલો જાણીએ કેવી રીતે થઇ શકે છે ડ્રેગન ફ્રુટની દમદાર ખેતી.

ભારતમાં વર્ષે ડ્રેગન ફ્રૂટની માંગ 25 હજાર મેટ્રિક ટનની સામે દેશમાં ઉત્પાદન 1500 ટન છે. હાલમાં આ ડ્રેગનફ્રુટનાં પ્રતિ કિલો 200 રૂપિયા ભાવ મળી રહે છે. તેની સામે તેની ખેતી ખુબ જ સસ્તી અને સરળ છે. જ્યાં વધારે ટીડીએસ ધરાવતું ક્ષારયુક્ત ભારે પાણી છે, તે જમીન પણ ડ્રેગનફ્રુટની ખેતી માટે માફક આવે છે.

સરેરાશ ત્રીસ વર્ષનું આયુષ્ય ધરાવતા ડ્રેગન ફ્રૂટની ખાસિયત એ છે કે જેમ-જેમ તેની ઉંમર વધે તેમ તેના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. વાવેતર કર્યાનાં દોઠ વર્ષ પછી લગભગ 18માં મહિને તેનાં પર ફળો આવવાની શરૂઆત થાય છે. સમય જતા પ્રતિ છોડ ફળોનું ઉત્પાદન વધે છે.

ખેડૂત મિત્રો ડ્રેગન ફ્રુટની દમદાર ખેતી વિશે માહિતી તો મેળવી પરંતુ હવે આપણે માંડીએ ડ્રેગન ફ્રુટની ખેતીનો હિસાબ. જો કોઇ ખેડૂત મિત્રને ડ્રેગનફ્રુટની ખેતી કરવી હોય તો કેટલું પ્રાથમિક રોકાણ કરવુ પડશે, કેટલો જાળવણીનો ખર્ચ થશે, કેટલી આવક થશે અને તેમાંથી કેટલો નફો થશે તે દરેક માહિતી જાણીએ.

ડ્રેગનફ્રુટની ખેતી કરવામાં પણ વધુ રોકાણની જરૂર નથી. તેનાં વાવેતર માટે રોપા, કોંક્રીટનાં થાંભલા અને મોટરસાઇકલનાં જુના ટાયરની જરૂર પડે છે. જો 1 એકરમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરવી હોય તો આ મુજબ ખર્ચ થાય છે. પ્રતિ રોપા રૂ.50 લેખે 1800 રોપાનો ખર્ચ 90,000 રૂપિયા. કોંક્રિટનાં થાંભલા 450 પ્રતિ થાંભલા લેખે 175રૂ. લેખે ખર્ચ 65,250 રૂપિયા. થાંભલા પર લગાવવાના 450 જૂના ટાયર કે રીંગનો ખર્ચ પ્રતિ ટાયર 100 રૂપિયા લેખે 45,000 રૂપિયા.

થાંભલા લગાવવાની મજૂરી 1,000 રૂપિયા અને રોપાને થાંભલા સાથે બાંધવાની દોરીનો ખર્ચ 1,000 રૂપિયા. વર્ષ દરમિયાન છાણીયા ખાતરનો ખર્ચ 10,000 રૂપિયા થાય છે. જો ડ્રિપ ઇરીગેશન સિસ્ટમ નાખવી હોય તો તેનો ખર્ચ 35,000 જેટલો આવે છે તેમાં સરકારી સબસીડીનો પણ લાભ મળી શકે છે.

પ્રતિ રોપા પહેલો ઉતારો 2 કિલો, બીજો ઉતારો 10 કિલો, ત્રીજો ઉતારો 30થી 40 કિલો અને ચોથા વર્ષે 40થી 50 કિલો ઉત્પાદન મળે છે. 1 એકરમાં પહેલો ઉતારો 2 કિલો પ્રતિ 1800 રોપા એટલે 3600 કિલોગ્રામ ઉત્પાદન મળે જેને પ્રતિ કિલો 200નાં ભાવે વેચતા ખેડૂતને 7.20 લાખની આવક મળે. બીજો ઉતારો 10 કિલો પ્રતિ 1800 રોપા એટલે 18,000 કિલો ઉત્પાદન મળે જેને પ્રતિ કિલો 200નાં ભાવે વેચતા ખેડૂતને 3.60 લાખની આવક મળે છે.

 

આ પણ વાંચો : Kisan Rail : ગુજરાતમાંથી કેળા અને ચીકુ સાથે કિસાન રેલ દિલ્હી પહોંચી, ખેડૂતોને ભાડા પર મળે છે 50% સબસિડી

આ પણ વાંચો : સપ્ટેમ્બર માસમાં ખેડૂતોએ આ શાકભાજીની ખેતી કરવી જોઈએ, સારા ઉત્પાદનની સાથે મળશે વધારે નફો

g clip-path="url(#clip0_868_265)">