લસણ શાકભાજી કહેવાય કે મસાલો ? મધ્ય પ્રદેશ હાઈકોર્ટે 9 વર્ષ પછી આપ્યો ચુકાદો, જાણો તેને કઈ કેટેગરીમાં ગણાયું

|

Aug 13, 2024 | 8:44 PM

લસણ... તે શાક છે કે મસાલો. આ એવો પ્રશ્ન છે કે અચ્છા અચ્છા માણસનું મન પણ તેના વિશે વિચારમાં અટવાઈ જાય. પરંતુ, કોર્ટે હવે આ સવાલનો જવાબ આપ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે નવ વર્ષ જૂની લસણ શાકભાજી ગણાય કે મસાલો તેની અરજી પર સુનાવણી હાથ ધરી પોતાનો ચુકાદો આપ્યો છે.

લસણ શાકભાજી કહેવાય કે મસાલો ? મધ્ય પ્રદેશ હાઈકોર્ટે 9 વર્ષ પછી આપ્યો ચુકાદો, જાણો તેને કઈ કેટેગરીમાં ગણાયું

Follow us on

ભારતીય રસોડું અજાયબીથી ઓછું નથી. અહીં એવી વસ્તુઓ મળી આવે છે, જે ખાવાથી આપણા શરીરમાંથી બીમારીઓ દૂર રહી શકે છે. હવે ઔષધીય ગુણો ધરાવતી આ વસ્તુઓ શાકભાજી અને મસાલા પણ હોઈ શકે છે. પરંતુ કોઈ વસ્તુ શાક છે કે મસાલો છે તે કેવી રીતે શોધવું ? આ પ્રશ્ન જેટલો વાહિયાત લાગે એટલો નથી. આવી જ એક વસ્તુને લઈને વિવાદ કોર્ટમાં પહોંચ્યો કે તે શાકભાજી છે કે મસાલા. આપણે ડુંગળી અને લસણ વિશે વાત કરી રહ્યા છીએ.

લસણ… તે શાક છે કે મસાલો. આ એવો પ્રશ્ન છે કે અચ્છા અચ્છા માણસનું મન પણ તેના વિશે વિચારમાં અટવાઈ જાય. પરંતુ, કોર્ટે હવે આ સવાલનો જવાબ આપ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે નવ વર્ષ જૂની લસણ શાકભાજી ગણાય કે મસાલો તેની અરજી પર સુનાવણી હાથ ધરી પોતાનો ચુકાદો આપ્યો છે.

મસાલાથી શાક અને શાકભાજીથી મસાલો બન્યુ લસણ

વર્ષ 2015માં કેટલાક ખેડૂત સંગઠનોની વિનંતીને ધ્યાનમાં રાખીને લસણને શાકભાજીની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. એ અલગ વાત હતી કે થોડા જ સમયમાં કૃષિ વિભાગે આ ઓર્ડર રદ કરીને લસણને ફરીથી મસાલાનો દરજ્જો આપ્યો હતો. આની પાછળ એવી દલીલ આપવામાં આવી હતી કે લસણને એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એક્ટ, 1972માં મસાલો કહેવામાં આવ્યો છે. આ પછી ફરી એકવાર વર્ષ 2017માં કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ વખતે મામલો સીધો હાઈકોર્ટના બે જજોની બેંચ સમક્ષ આવ્યો હતો. જાન્યુઆરી 2024 માં, આ બેન્ચે અગાઉના નિર્ણયને પલટી નાખ્યો, એટલે કે હવે કહ્યું કે લસણ એક મસાલો છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

છેવટે, લસણ શું છે?

પરંતુ હવે આ બાબતે વેપારીઓ નારાજ થયા છે. જ્યારે તેમને હાઈકોર્ટનો નિર્ણય પસંદ ન આવ્યો ત્યારે તેમણે ફરીથી હાઈકોર્ટનો સંપર્ક કર્યો. માર્ચમાં બે જજની બેંચના નિર્ણયની સમીક્ષા કરવા માટે અપીલ દાખલ કરવામાં આવી હતી. અનેક દલીલો બાદ આખરે આ મામલે ચુકાદો આવ્યો. ઈન્દોર બેન્ચે ફેબ્રુઆરી 2017ના નિર્ણયને યથાવત રાખ્યો હતો. એટલે કે 2015માં માર્કેટ બોર્ડે લીધેલો એ જ નિર્ણય, લસણ પર પણ લાગુ પડશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, તાજેતરના નિર્ણયમાં હાઈકોર્ટે લસણને શાકભાજી જાહેર કરી અને નવ વર્ષ જૂના કેસમાં ચુકાદો આપ્યો.

Next Article