મરઘાં ઉછેરમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગથી વધી રહ્યું છે જોખમ, સેવન કરનાર માટે છે જીવલેણ

|

Nov 28, 2021 | 6:36 PM

સંશોધન, જેમાં 20 પેટા-જિલ્લાઓમાં ફેલાયેલા 768 પોલ્ટ્રી ફાર્મનો સમાવેશ થાય છે, તેમાં જાણવા મળ્યું છે કે બ્રોઈલર ચિકન ઉછેરતા ફાર્મમાં લગભગ 98 ટકા એન્ટિબાયોટિકનો સૌથી વધુ ઉપયોગ થાય છે.

મરઘાં ઉછેરમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગથી વધી રહ્યું છે જોખમ, સેવન કરનાર માટે છે જીવલેણ
Poultry Farming (Symbolic Image)

Follow us on

એન્ટીબાયોટીક્સ (Antibiotics)ના વધુ પડતા ઉપયોગને કારણે મરઘાં ઉછેર (Poultry Farming)માં પણ સમસ્યાઓ સામે આવી રહી છે. બાંગ્લાદેશ (Bangladesh)માં મરઘાં ઉછેરમાં એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ “સુપરબગ્સ”ની સમસ્યા તરફ દોરી જાય છે, જેને પરંપરાગત સારવાર પદ્ધતિઓથી અટકાવવાનું અશક્ય છે. ઘણા અહેવાલોમાં એ વાત સામે આવી રહી છે કે સુપરબગ્સને નિયંત્રિત કરવા માટે આધુનિક દવાઓની સરતાજ ગણાતી દવાનો ઉપયોગ બંધ કરવો પડશે.

 

જાહેર આરોગ્ય માટે જોખમ

બાંગ્લાદેશ લાઈવસ્ટોક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (BLRI) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ઢાકાના 29 માંસ બજારોમાંથી એકત્રિત કરાયેલા ચિકનના નમૂનાઓમાં સાલ્મોનેલા બેક્ટેરિયાના ત્રણ સેરોટાઈપ મળી આવ્યા હતા જે વિવિધ ટકાવારીમાં 17 એન્ટિબાયોટિક્સ સામે પ્રતિરોધક હતા. જેમની રોગપ્રતિકારક શક્તિ 6.7થી 100 ટકા સુધીની હતી.

લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે

 

BLRI ખાતે AMR સર્વેલન્સ લેબોરેટરીના મુખ્ય સંશોધક અને વડા મોહમ્મદ અબ્દુસ સમદે જણાવ્યું હતું કે ‘આ અત્યંત જોખમી છે કારણ કે તે જાહેર આરોગ્ય માટે મોટો ખતરો છે. તાજેતરના અભ્યાસો સૂચવે છે કે મરઘાં અને પ્રાણીઓના આંતરડામાં વિકસિત બેક્ટેરિયા માણસોમાં ટ્રાન્સફર થઈ શકે છે.

 

એન્ટિબાયોટિક્સની અસરમાં ઘટાડો

અબ્દુસ સમદ ઈન્સ્ટિટ્યૂટ ફોર એપિડેમિયોલોજી, ડિસીઝ કંટ્રોલ એન્ડ રિસર્ચ દ્વારા તાજેતરના અભ્યાસને ટાંકીને જાણવા મળ્યું છે કે લગભગ તમામ તબીબી રીતે મહત્વપૂર્ણ અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક્સ તેમની અસરકારકતાને 50 ટકાથી વધુ ગુમાવી ચૂકી છે. અભ્યાસમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સૂચિબદ્ધ પાંચ સૌથી મહત્વપૂર્ણ દવાઓ પણ મળી છે. ડબ્લ્યુએચઓ અનુસાર સાલ્મોનેલા મનુષ્યોમાં ડાયરિયા સંબંધી રોગોના ચાર મુખ્ય વૈશ્વિક કારણોમાંનું એક છે.

 

બ્રોઈલર ચિકન દ્વારા ફેલાય છે સાલ્મોનેલા

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બ્રૉઈલર ચિકન (8.6 ટકા)માં સાલ્મોનેલાના વિવિધ પ્રકારોનો એકંદર વ્યાપ સૌથી વધુ હતો, ત્યારબાદ સોનાલી ચિકન (6.9 ટકા) અને દેશી ચિકન (3.1 ટકા), જેમના નમૂનાનો સંગ્રહ ફેબ્રુઆરી અને ડિસેમ્બર 2019 વચ્ચે થયો. તેમાંથી 29 બેક્ટેરિયા મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ MDR હતા.

 

15 બેક્ટેરિયા સાત એન્ટિબાયોટિક, ચારથી આઠ એન્ટિબાયોટિક્સ અને એકથી 10 એન્ટિબાયોટિક્સ સામે પ્રતિરોધક હતા. પરીક્ષણ કરાયેલ 17 એન્ટિબાયોટિક્સ દવાઓમાંમાં સિપ્રોફ્લોક્સાસીન સ્ટ્રેપ્ટોમાસીન, ટેટ્રાસાયક્લિન, જેન્ટામિસિન, નાલિડિક્સિક એસિડ અને એમ્પીસિલિન, મેરોપેનેમ, સેફ્ટાઝિડાઈમ, સેફ્ટ્રિયાક્સોન અને સેફોટેક્સાઈમ અને એઝટ્રીઓનમનો સમાવેશ થાય છે.

 

પોલ્ટ્રી ફાર્મમાં એન્ટીબાયોટીક્સનો સૌથી વધુ ઉપયોગ થાય છે

BLRI સંશોધકોએ તેમના અભ્યાસમાં તારણ કાઢ્યું હતું, જે એપ્રિલમાં જાહેર કરવામાં આવ્યું હતું. બ્રોઈલર ચિકન ઉત્પાદનમાં એન્ટિબાયોટિકનો સૌથી વધુ ઉપયોગ થાય છે, ત્યારબાદ સોનાલી ચિકનનું ઉત્પાદન થાય છે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ડાયરિયાલ ડિસીઝ રિસર્ચ, બાંગ્લાદેશ (ICDDR, B) દ્વારા કરવામાં આવેલ અભ્યાસ તેમના તારણોને સમર્થન આપે છે.

 

સંશોધન, જેમાં 20 પેટા-જિલ્લાઓમાં ફેલાયેલા 768 પોલ્ટ્રી ફાર્મનો સમાવેશ થાય છે, તેમાં જાણવા મળ્યું છે કે બ્રોઈલર ચિકન ઉછેરતા ફાર્મમાં લગભગ 98 ટકા એન્ટિબાયોટિકનો સૌથી વધુ ઉપયોગ થાય છે.

 

 

આ પણ વાંચો: ગુલાબ, શાહીન બાદ વધુ એક વાવાઝોડુ દેશે દસ્તક, જાણો ક્યા ક્યા વિસ્તારમાં કરી શકે છે નુકસાન

 

આ પણ વાંચો: OMG! જમીન નીચે કબરમાં દફનાવેલી 800 વર્ષ જૂની મમી જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા !

Next Article