સપ્ટેમ્બર માસમાં ખેડૂતોએ આ શાકભાજીની ખેતી કરવી જોઈએ, સારા ઉત્પાદનની સાથે મળશે વધારે નફો

|

Aug 31, 2021 | 2:12 PM

જો ખેડૂતો સપ્ટેમ્બર મહિનામાં આ શાકભાજીનું વાવેતર કરે છે, તો પછી તેમને આગામી થોડા અઠવાડિયામાં જ ઉત્પાદન મળવાનું શરૂ થશે અને સારો નફો પણ મેળવી શકાય છે. તો ચાલો જાણીએ સપ્ટેમ્બર મહિનામાં કયા શાકભાજી છે જેમાંથી સારો નફો મેળવી શકાય છે.

સપ્ટેમ્બર માસમાં ખેડૂતોએ આ શાકભાજીની ખેતી કરવી જોઈએ, સારા ઉત્પાદનની સાથે મળશે વધારે નફો
શાકભાજીની ખેતી

Follow us on

રવિ પાકની વાવણી સપ્ટેમ્બર મહિનાથી શરૂ થાય છે, તેમજ આ મહિનો શાકભાજીની (Vegetables) ખેતી માટે પણ સારો છે. જો તમે શાકભાજીની ખેતીનું વિચારી રહ્યા છો, તો બમ્પર ઉત્પાદન માટે સપ્ટેમ્બર મહિનામાં તમે આ શાકભાજીની ખેતી કરી શકો છો. આ શાકભાજી મોસમી હોવાને કારણે સ્વાસ્થ્ય માટે પણ સારી માનવામાં આવે છે.

જો ખેડૂતો (Farmers) સપ્ટેમ્બર મહિનામાં આ શાકભાજીનું વાવેતર કરે છે, તો પછી તેમને આગામી થોડા અઠવાડિયામાં જ ઉત્પાદન મળવાનું શરૂ થશે અને સારો નફો પણ મેળવી શકાય છે. તો ચાલો જાણીએ સપ્ટેમ્બર મહિનામાં કયા શાકભાજી છે, જેમાંથી સારો નફો મેળવી શકાય છે.

બ્રોકોલી (Broccoli)

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

કોબી જેવો દેખાતા બ્રોકોલીની માગ ધીમે ધીમે બજારમાં વધી રહી છે અને તેની કિંમત પણ વધારે હોય છે. તે બજારમાં લગભગ 50 થી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. તેની ખેતી સપ્ટેમ્બરમાં શરૂ થાય છે. તેને રોપવા માટે પહેલા તેના રોપા નર્સરીમાં તૈયાર કરો અને પછી રોપણી કરો. વાવેતર માટે રોપા તૈયાર થવામાં 4 થી 5 અઠવાડિયા લાગે છે. બ્રોકોલીનો પાક 60 થી 90 દિવસમાં તૈયાર થઈ જાય છે.

લીલા મરચા (Green Chilli)

દરેક શાક બનાવવામાં મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. તે એક એવી શાકભાજી છે જેની માગ હંમેશા બજારમાં રહે છે. તેની વાવણી સપ્ટેમ્બરમાં શરૂ થાય છે. વાવેતર કરતી વખતે એ વાતની ખાતરી કરો કે સિચાઈની કોઈ સમસ્યા ન રહે. રોગ પ્રતિરોધક હોય તેવા બીજ પસંદ કરો.

પપૈયું (Papaya)

પપૈયાની ખેતીમાં નુકસાનનું જોખમ સૌથી ઓછું છે. ખેડૂતો કાચા પપૈયાને શાકભાજી તરીકે અને પાકા પપૈયાને ફળ તરીકે વેચી શકે છે. જો જીવાતોનો ઉપદ્રવ જોવા મળે તો તો તેને લીમડાના તેલથી નિયંત્રિત કરી શકાય છે. બેડ પદ્ધતિથી વાવેતરમાં ઉપજ વધારે રહેશે અને નફો પણ સારો મળશે.

રીંગણ (Brinjal)

સપ્ટેમ્બરમાં જે શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે તેમાં રીંગણ પણ છે. સરળતાથી ઉગાડવામાં આવતી આ શાકભાજી સિઝનમાં સારો નફો આપે છે. જો તેની ખેતી ઓર્ગેનિક રીતે કરવામાં આવે તો તેને સરળતાથી રોગોથી બચાવી શકાય છે.

 

આ પણ વાંચો : મોટા સમાચાર : ખેડૂતોને હવે સસ્તા ખાતરો ખરીદવા માટે મળશે ઈ-વાઉચર, જાણો કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાશે

આ પણ વાંચો : પાકને જીવાતોથી સુરક્ષિત રાખવા તમે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરો છો ? તો દવાનો છંટકાવ કરતી વખતે આ કાળજી રાખો

Next Article