AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટા સમાચાર : ખેડૂતોને હવે સસ્તા ખાતરો ખરીદવા માટે મળશે ઈ-વાઉચર, જાણો કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાશે

વર્ષોથી ખાતર વિતરણમાં થતી ગેરરીતિઓ રોકવા માટે સરકાર દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ જાણવા મળ્યું હતું કે યુરિયાના વિતરણમાં મોટા પાયે ગેરરીતિ જોવા મળી હતી.

મોટા સમાચાર : ખેડૂતોને હવે સસ્તા ખાતરો ખરીદવા માટે મળશે ઈ-વાઉચર, જાણો કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાશે
ખાતરો ખરીદવા માટે મળશે ઈ-વાઉચર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 11:18 AM
Share

કેન્દ્ર સરકાર દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતો (Farmers) માટે સૌથી પહેલા ઈ-વાઉચરનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં આ ઈ-વાઉચર્સ ખેડૂતોને ખાતરની (Fertilizers) ખરીદી માટે આપવામાં આવશે. જો યોજના સફળ થાય, તો તેનો ઉપયોગ અન્ય વસ્તુઓની ખરીદી માટે પણ થઈ શકે છે.

આ માટે મધ્યપ્રદેશ સરકારે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ યોજનાના અમલીકરણ માટે સહકારી અને કૃષિ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. ટૂંક સમયમાં સરકાર ખેડૂતોને સબસિડીની રકમના ડિજિટલ વાઉચર આપશે. ખાસ વાત એ છે કે આ વાઉચર લણણીની સિઝન શરૂ થાય તે પહેલા ખેડૂતો માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

ખેડૂતોને લાભ મળશે

વાઉચરનો ઉપયોગ કરીને, સરકાર એ પણ જાણશે કે જે ખેડૂત ખાતર ખરીદી રહ્યો છે તે વાસ્તવિક ખેડૂત છે કે નહીં. આ સાથે સમિતિઓના ખાતા પણ સરકારની દેખરેખ હેઠળ રહેશે. ખાતરની કાળાબજારી અટકાવવા અને વાસ્તવિક ખેડૂતને સબસિડીનો લાભ આપવાના હેતુથી આ યોજના આગામી દિવસોમાં અસરકારક સાબિત થઈ શકે છે.

મળતી માહિતી મુજબ ખેડૂતને તેના મોબાઈલ પર ઈ-વાઉચર ઉપલબ્ધ કરાવાશે. જ્યારે તે ખાતર ખરીદવા જાય છે, ત્યારે આ વાઉચર સ્કેન કર્યા બાદ જ તે ખાતર મેળવી શકશે. વાઉચર સ્કેન થતાં જ માહિતી આવશે કે ખેડૂતને કેટલું ખાતર આપી શકાય છે. કોઈ પણ લાભાર્થી આ વાઉચર અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકશે નહીં.

વર્ષોથી ખાતર વિતરણમાં થતી ગેરરીતિઓ રોકવા માટે સરકાર દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ જાણવા મળ્યું હતું કે યુરિયાના વિતરણમાં મોટા પાયે ગેરરીતિ જોવા મળી હતી. જે બાદ તેને રોકવા માટે અનેક પ્રકારના ઉપાયોની ચર્ચા કરવામાં આવી રહી હતી. આ સંબંધમાં, સહકારી અને કૃષિ વિભાગો અલગ અલગ દરખાસ્તો પર કામ કરી રહ્યા હતા. હવે ઈ-વાઉચર યોજના દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવાનો પ્રયાસ રહેશે.

થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મળ્યા હતા. માંડવિયાએ મુખ્યમંત્રી શિવરાજ સિંહને વિનંતી કરી હતી કે રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઈ-વાઉચર યોજનાને જલ્દીથી લાગુ કરવામાં આવે. જે બાદ મુખ્યમંત્રી દ્વારા સહકાર વિભાગ અને કૃષિ વિભાગને એક એક્શન પ્લાન તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. શરૂઆતમાં, રાજ્યના કોઈ પણ એક જિલ્લામાં ઈ-વાઉચર યોજના લાગુ કરી શકાય છે.

આ પણ વાંચો : પાકને જીવાતોથી સુરક્ષિત રાખવા તમે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરો છો ? તો દવાનો છંટકાવ કરતી વખતે આ કાળજી રાખો

આ પણ વાંચો : ભારતીય કૃષિ સંશોધન સંસ્થાએ ખેડૂતો માટે જાહેર કરી એડવાઈઝરી, ખેડૂતો તેના પર આપે ધ્યાન નહીંતર થશે નુકસાન

g clip-path="url(#clip0_868_265)">