મધ્યપ્રદેશના કુંડમ અને કટની જિલ્લાના આદિવાસી બાળકો આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. કારણ કે આ બાળકો તે કરી રહ્યા છે જે અનુભવી ખેડૂતો (Farmers) પણ સરળતાથી કરી શકતા નથી. આ બાળકોએ તાલીમ મેળવી રીંગણના છોડમાં ટામેટા ઉગાડી રહ્યા છે. આ ડ્રાફ્ટિંગ પદ્ધતિ (Grafting Method) દ્વારા કરવામાં આવે છે, પરંતુ તે એટલું સરળ નથી.
બાગાયત યોજના હેઠળ તાલીમ આપવામાં આવી
ઉપરોક્ત બંને જિલ્લાના 498 બાળકો આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તાર ઢીમખેડામાં બાગાયતી પાકોની ખેત પદ્ધતિ શીખી રહ્યા છે. બાળકો અહીં રીંગણના છોડમાં ટામેટા ઉગાડી રહ્યા છે, જે ડ્રાફ્ટિંગ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. આ પદ્ધતિમાં, છોડ બે મહિનામાં ફળો આપવાનું શરૂ કરે છે, સાથે સાથે તેમની ઉપજ પણ સામાન્ય ટામેટાના છોડ કરતા વધારે હોય છે. ડ્રાફ્ટિંગ કરતા તમામ બાળકો 10 થી 15 વર્ષની વય જૂથના છે. તે બધા એટલા નિષ્ણાત બની ગયા છે કે તે બાળકો હવે એક જ છોડમાંથી ટામેટા, કેપ્સિકમ અને કાકડી ઉગાવવાની તૈયારીમાં વ્યસ્ત છે.
ડ્રાફ્ટિંગના ફાયદા
1. ડ્રાફ્ટિંગ તકનીકનો સૌથી મોટો ફાયદો એ છે કે આ પદ્ધતિમાં ઉગાડવામાં આવતા છોડ ખૂબ જ મજબૂત હોય છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ લાંબા સમય સુધી ટકી રહે છે. આ છોડ 72-96 કલાક સુધી પાણીથી ભરેલા રહે તો પણ તેના છોડ બગડતા નથી.
2. ટામેટાની પ્રજાતિઓ 20 થી 24 કલાકથી વધુ સમય સુધી પાણી ભરાઈ રહેવા માટે સક્ષમ નથી. ડ્રાફ્ટિંગ તકનીકથી, ઘરની છત અને કુંડામાં પણ છોડ સરળતાથી વાવી શકાય છે.
3. ખેડૂતો પણ આ પદ્ધતિ અપનાવીને સારી આવક મેળવી શકે છે. આ પદ્ધતિ દ્વારા એક જ છોડમાંથી બે અલગ અલગ પ્રકારના શાકભાજી અથવા ફળો લઈ શકીએ છીએ.
4. સાધારણ બીયારણથી શાકભાજી અને ફળોનું ઉત્પાદન ઘટી રહ્યું છે, જ્યારે ડ્રાફ્ટિંગ દ્વારા આવા સાધારણ બીયારણમાંથી પણ વધારે ઉત્પાદન લઈ શકાય છે.
ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવું
1. પહેલા ટામેટાની નર્સરી તૈયાર કરો, પછી ટામેટાની દાંડીને રીંગણાની દાંડીના આકારમાં કાપો અને રીંગણ સાથે ડ્રાફ્ટિંગ કરો.
2. ત્યારબાદ તેના પર ટેપ લગાવીને પ્લાસ્ટિકની ક્લિપ લગાવી દો, જેથી તે હલનચલન ન કરે. ત્યારબાદ ડ્રાફ્ટિંગ કરેલા છોડને 24 કલાક માટે અંધારામાં રાખો. 24 કલાક બાદ આ છોડનું વાવેતર કરી શકાય છે. ટામેટાં સિવાય, આ તકનીક કેપ્સિકમ, રીંગણ અને કાકડી પર પણ અસરકારક માનવામાં આવે છે.
ડ્રાફ્ટિંગ પહેલા કટીંગ કરવામાં આવે છે
ડ્રાફ્ટિંગ પહેલા, રીંગણ અને ટામેટાના છોડને ત્રાંસી લાઈનમાં ચારથી છ ઇંચ કાપી નાખવામાં આવે છે. ત્યારબાદ ટામેટાના પાતળા ભાગને રીંગણના જાડા ભાગ સાથે ચોંટાડવામાં આવે છે. બાદમાં તેને પ્લાસ્ટિકથી બાંધવામાં આવે છે. આ છોડ બે મહિનામાં ફળ આપવાનું શરૂ કરે છે.
આ પણ વાંચો : YouTube પર વીડિયો જોઈ આ યુવકે શરૂ કર્યું ગૌપાલન ! આજે કરે છે લાખોની કમાણી
આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં જુવાર, મકાઈ અને શેરડીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Published On - 4:59 pm, Tue, 14 September 21