ખેડૂતોએ ડીસેમ્બર માસમાં જુદા-જુદા શાકભાજી પાક અને ફળ પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ડીસેમ્બર માસમાં જુદા-જુદા શાકભાજી પાક અને ફળ પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Vegetable Crops
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Dec 10, 2021 | 4:32 PM

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે જુદા-જુદા શાકભાજી પાક (Vegetable Crops) અને ફળ પાકમાં (Fruit Crops) કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

કોબીજ અને કોલી ફલાવર 1. હીરા ફૂદુંનાં નિયંત્રણ માટે ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા બેસિલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૧૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 2. નોવાલ્યુરોન ૨૦ મિ.લી. અથવા કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૩ મિ.લી. અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૩ મિ.લી. અથવા ઈન્ડોકઝાકાર્બ ૫ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ભીંડા 1. તડતડીયા તથા ફળ અને ડુંખ કોરીખાનાર ઈયળ માટે મેટારીઝીયમ એનીસોપ્લી ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

દુધી 1. ગુજરાત આણંદ સંકર દુધી – ૧ નું વાવેતર કરો.

ચોળી 1. કાતરાનાં નિયંત્રણ માટે થાયોડીકાર્બ ૨૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરો.

ટમેટા 1. પાનનાં સુકારાનાં રોગ માટે કોપર હાઈડ્રોકસાઈડ ૭૭ વે.પા. ૨૫ ગ્રામ/૧૦ લીટર પાણીમાં નાખી ૧૦ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા. 2. લીલી ઈયળના વધુ ઉપદ્રવ વખતે ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિ.લી. અથવા કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લી. ફ્લુબેન્ડીયા ૪૮૦ એસસી ૩ મિ.લી. છંટકાવ કરો.

દાડમ 1. ગંઠવા કૃમિના નિયંત્રણ માટે પેસીલોમાયસીસ લિલાસીનસ ૨૦ કિલો/હે. + દિવેલીનો ખોળ ૨ ટન/હે. ચોમાસાની શરૂઆતમાં અને ત્યારબાદ દર ૬ મહિનાના અંતરે થડથી ૧૨ થી ૧૮ ઇંચ દુર તથા આશરે ૯ ઇંચ રીંગ કરી જમીનમાં મૂળ નજીક આપવું.

કેળ 1. કેળની લૂમ વિકસિત થઈ જાય પછી ૧૬ માઈક્રોનનાં પ્લાસ્ટીક (પારદર્શક કે ભૂરા કલર) અથવા નોનવુવન રીલ્મ ઢાંક્વાથી જીવાણું અને ફુગ ઘટાડી શકાય. 2. કેળમાં આંતર પાક તરીકે કોલી ફલાવર વાવી શકાય.

તરબૂચ 1. ૨૦ માઈક્રોન જાડાઈનું સીલ્વર બ્લેક કલરની પ્લાસ્ટીક મલ્ચનો ઉપયોગ કરી ૦.૬ ઈટીસી લેવલે ટપક પધ્ધતિ દ્વારા પિયત આપો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : PM Kisan Samman Nidhi Scheme : હવે કૃષિ સાધનો ખરીદવા પર મળશે 80 ટકા સુધીની સબસિડી, જાણો કેવી રીતે મેળવી શકશો લાભ

આ પણ વાંચો : ડ્રોન દ્વારા જંતુનાશકોના છંટકાવ માટે કૃષિ મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવી, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati