ખેડૂતોએ મગફળી અને કપાસના પાકમાં પાનના ચાંચવાના નિયંત્રણ માટે આ ઉપાયો કરવા જોઈએ

|

Sep 26, 2023 | 1:53 PM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. વરસાદના કારણે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય.

ખેડૂતોએ મગફળી અને કપાસના પાકમાં પાનના ચાંચવાના નિયંત્રણ માટે આ ઉપાયો કરવા જોઈએ
Groundnut Crop

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. વરસાદના (Rain) કારણે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે.

તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે મગફળી અને કપાસના પાકમાં પાનના ચાંચવાના નિયંત્રણ માટે કયા ઉપાયો કરવા જોઈએ.

મગફળી અને કપાસના પાકમાં પાનના ચાંચવાના નિયંત્રણ માટેના ઉપાયો

1. પાન ખાનાર ઈયર (સ્પોડોપ્ટેરા) માટે ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બ્યુવેરીયા બાસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ગ્રામ ૧૦લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

2. પુખ્ત ચાંચવાને મારવા માટે ક્વીનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી પ્રતિ હેક્ટરે ૨૫ કિગ્રા પ્રમાણે મગફળીના પાક પર છાંટવી. આ દવા શેઢાપાળા પર પણ છાંટવી.

3. ભૂકી રૂપ દવા આ જીવાત સામે વધુ અસરકારક જણાયેલ છે. તેમ છતાં પ્રવાહી/દ્રાવ્યરૂપ ક્વીનાલફોસ ૨૦ મિલી,,પ્રોફેનોફોસ ૧૦ થી ૧૫ મિલી, થાયોડીકાર્બ ૭ ગ્રામદવા પૈકી કોઈ એક દવા ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

4. મગફળીના થડ પાસે ક્લોરોપાયરીફોસ ૧૦ લિટર પાણીમાં ૨૫ મિલિદવાનું દ્રાવણ રેડવું, જેથી ઈયળોનો નાશ થાય.

આ પણ વાંચો : જાપાનીઝ રેડ ડાયમંડ જામફળની ખેતી કરીને ખેડૂતો બનશે આર્થિક રીતે સમૃદ્ધ, બમ્પર ઉત્પાદનની સાથે મળશે વધારે નફો

બાજરીના પાકમાં રોગ-જીવાત નિયંત્રણ

1. બાજરીમાં પોટેશીમકલોરાઇટ છંટકાવ ૩૦-૩૫ અને ૫૦-૫૫ દિવસે વાવેતર બાદ કરવાથી ભલામણ છે.

2. બાજરીમાં ડુંડા અવસ્થાએ ફુલ બેસવાના સમયે થાયરમ ૨૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

રાજમાં: રાજમાંના વાવેતર માટે ગુજરાત રાજમાં-1 નું વાવેતર કરવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article