Success Story: 3 વીઘામાં ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, ભીંડા અને મરચા વેચીને કરી લાખોની કમાણી

|

Jul 19, 2023 | 11:19 AM

પહેલા તેઓ પરંપરાગત રીતે ઘઉં, સરસવ અને અન્ય પાકની ખેતી કરતા હતા. જેના કારણે તેમને મહેનત કરતા ઓછો નફો મળતો હતો. તેથી શ્યામલાલે પરંપરાગત પાકને બદલે બાગાયત પાકની ખેતી કરવાનું વિચાર્યું. છેલ્લા બે વર્ષથી તેઓ લીલા શાકભાજીની ખેતી કરે છે.

Success Story: 3 વીઘામાં ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, ભીંડા અને મરચા વેચીને કરી લાખોની કમાણી

Follow us on

ખેડૂતો માત્ર ઘઉં, મકાઈ, બાજરી અને સરસવ જેવા પરંપરાગત પાકોની જ ખેતી કરતા નથી, પરંતુ તેઓ હવે બાગાયત અને શાકભાજીની ખેતીમાં (Vegetable Farming) પણ રસ દાખવી રહ્યા છે. જેના કારણે ખેડૂતોની આવકમાં (Farmers Income) પહેલાની સરખામણીમાં વધારો થયો છે. શાકભાજીની ખેતીમાંથી ખેડૂતો દરરોજ કમાણી કરી શકે છે. સાથે જ તેઓને તાજા લીલા શાકભાજી પણ ખાવા મળે છે. હાલમાં રાજસ્થાનમાં ઘણા ખેડૂતો મોટા પાયે લીલા શાકભાજીની ખેતી કરી રહ્યા છે.

ઓછી જમીનમાં ભીંડા અને લીલા મરચાની ખેતી

આજે આપણે એક એવા ખેડૂત વિશે જાણીશું જેમણે ખૂબ જ ઓછી જમીનમાં ભીંડા અને લીલા મરચાની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી છે. તેની આસપાસના ગામના અન્ય ખેડૂતો પણ પ્રેરણા લઈને લીલા શાકભાજીની ખેતી કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ ભીલવાડા જિલ્લાના બેગોદ શહેરમાં રહેતા ખેડૂત શ્યામલાલ માલીની.

એક સિઝનમાં 7 લાખ રૂપિયાની કમાણી કરી

તેમની સૂઝબૂજ અને મહેનત કારણે તેમની ખેતીની ચર્ચા કરવામાં આવે છે. શ્યામલાલે 1 વીઘા જમીનમાં ભીંડા અને 2 વીઘા જમીનમાં લીલા મરચાની ખેતી કરીને 7 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ખાસ વાત એ છે કે તેણે માત્ર એક સિઝનમાં આટલી કમાણી કરી છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

શાકભાજીની ખેતીથી 7 લાખ રૂપિયાની કમાણી

પહેલા તેઓ પરંપરાગત રીતે ઘઉં, સરસવ અને અન્ય પાકની ખેતી કરતા હતા. જેના કારણે તેમને મહેનત કરતા ઓછો નફો મળતો હતો. તેથી શ્યામલાલે પરંપરાગત પાકને બદલે બાગાયત પાકની ખેતી કરવાનું વિચાર્યું. છેલ્લા બે વર્ષથી તેઓ લીલા શાકભાજીની ખેતી કરે છે. શ્યામલાલે જણાવ્યું કે આ વખતે તેણે 1 વીઘા જમીનમાં ભીંડાની ખેતી કરી, જેમાંથી તેને 3 લાખ રૂપિયાની કમાણી થઈ.

આ પણ વાંચો : PM Kisan Scheme: ખેડૂતો માટે સારા સમાચાર, PM કિસાન યોજનાનો 14મો હપ્તો આ દિવસે ખાતામાં જમા થશે

આ ઉપરાંત 2 વીઘા જમીનમાં લીલા મરચાની ખેતી કરી હતી. શ્યામલાલે મરચાનું બજારમાં વેચાણ કરીને 4 લાખ રૂપિયાની કમાણી કરી છે. આવી રીતે તેમણે 3 વીઘા જમીનમાં લીલા શાકભાજીની ખેતી કરીને 7 લાખ રૂપિયાની કમાણી કરી છે. શ્યામલાલ કહે છે કે શાકભાજીની ખેતી શરૂ કરવામાં તેમણે સરકારી યોજનાનો પણ લાભ લીધો હતો.

તેમણે સબસિડીના પૈસાથી ખેતરમાં ટપક સિંચાઈ, સ્પ્રિંકલર ઈરીગેશન પ્લાન્ટ અને મિની સ્પ્રિંકલર પ્લાન્ટ લગાવ્યા છે. આ સાથે તેઓ પાકને સમયસર પિયત આપે છે. માત્ર શ્યામલાલ જ નહીં પરંતુ આસપાસના 22 ગામોના ખેડૂતોએ પણ તેનો લાભ લીધો છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:18 am, Wed, 19 July 23

Next Article