મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર, આ નિર્ણયથી હવે ખાદ્યતેલ સસ્તું થશે

|

May 19, 2022 | 7:36 PM

પામતેલની નિકાસ પર પ્રતિબંધના કારણે ખાદ્યતેલોના (Edible Oil) ભાવમાં વધારો જોવા મળ્યો હતો. હવે પ્રતિબંધો હટવાથી ફરી એકવાર સપ્લાયમાં વધારો થવાની શક્યતાને પગલે ભાવમાં નરમાઈ જોવા મળી શકે છે.

મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર, આ નિર્ણયથી હવે ખાદ્યતેલ સસ્તું થશે
Edible Oil Price

Follow us on

મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર. આગામી સમયમાં ખાદ્યતેલોના (Edible Oil) ભાવમાં નરમાઈ જોવા મળી શકે છે. રોઇટર્સ અનુસાર, ઇન્ડોનેશિયાએ 23 મેથી પામ ઓઇલ (Palm Oil) પરના નિકાસ પ્રતિબંધને હટાવવાની જાહેરાત કરી છે. 19 મેના રોજ જ ઈન્ડોનેશિયાના નેતાઓએ રાષ્ટ્રપતિને પ્રતિબંધ હટાવવાની માગ કરી હતી, જે બાદ આજે તેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્યોગને વિનંતી કરવામાં આવી હતી કે નિકાસ પરના પ્રતિબંધને કારણે, દેશમાં પામ તેલના સંગ્રહની સુવિધાઓ સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે અને જો પ્રતિબંધો થોડો સમય રહેશે તો ઉદ્યોગમાં કામકાજ બંધ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જે ઘણું નુકસાન કરી શકે છે. પામતેલની નિકાસ પર પ્રતિબંધના કારણે ખાદ્યતેલોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. હવે પ્રતિબંધો હટવાથી ફરી એકવાર સપ્લાયમાં વધારો થવાની શક્યતાને પગલે ભાવમાં નરમાઈ જોવા મળી શકે છે.

પામ ઉદ્યોગની સામે કામ બંધ થવાનું સંકટ

નિકાસ પરના પ્રતિબંધને કારણે ઈન્ડોનેશિયાના પામ ઓઈલ ઉદ્યોગ માટે પણ પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી. દેશના નાણામંત્રીએ સ્વીકાર્યું કે ભલે આ નિર્ણયથી દેશમાં પામ ઓઈલની કિંમતો નીચે આવી શકે, પરંતુ ઉદ્યોગને દર મહિને $400 મિલિયનથી વધુનું નુકસાન થવાની સંભાવના છે. રોઇટર્સ સાથેની વાતચીતમાં, ઇન્ડોનેશિયાના ઉદ્યોગોએ કહ્યું કે જો મેના અંત સુધીમાં પ્રતિબંધો હટાવવામાં નહીં આવે, તો ઉદ્યોગમાં કામ અટકી શકે છે. સાથે જ આ નિર્ણયની અસર ખેડૂતો પર પણ પડી છે.

રિપોર્ટ અનુસાર, જ્યારે પામનું ઉત્પાદન સૌથી વધુ હતું ત્યારે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કે, પ્રતિબંધને કારણે, કુલ પાકનો અડધો જ ઉપયોગ થયો હતો, જેના કારણે ખેડૂતોને કુલ $115 મિલિયનનું નુકસાન થયું હતું. વિશ્વના સૌથી મોટા પામ ઓઈલ ઉત્પાદક ઈન્ડોનેશિયાએ ગયા મહિને 28 એપ્રિલથી ક્રૂડ પામ ઓઈલ (CPO)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

ઇન્ડોનેશિયાએ દેશમાં ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જો કે, આ નિર્ણયથી વિશ્વના એવા ઘણા દેશો પર ખરાબ અસર પડી છે જેઓ ખાદ્યતેલની આયાત પર નિર્ભર છે. આમાં ભારત પણ સામેલ છે. ભારતમાં ખાદ્યતેલોના ભાવમાં પહેલેથી જ વધારો જોવા મળ્યો હતો. ઈન્ડોનેશિયાના નિર્ણય બાદ ભાવ પર વધુ દબાણ વધ્યું.

ભારત પર શું અસર થશે

ઈન્ડોનેશિયામાંથી નિકાસ પ્રતિબંધો હટવાથી ભારતમાં તેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. નિકાસ શરૂ થવાથી પામ ઓઈલના ભાવમાં નરમાઈ જોવા મળશે, જ્યારે હાલમાં ભારતમાં પામ ઓઈલના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતા તેલની માગ પણ પુરવઠો શરૂ થવાને કારણે નરમ પડશે. જેના કારણે અન્ય ખાદ્યતેલોના ભાવ પણ નીચે આવી શકે છે.

ભારત દર વર્ષે લગભગ 13 મિલિયન ટન ખાદ્ય તેલની આયાત કરે છે, જેમાંથી 63 ટકા પામ તેલ છે. તેનો મોટો હિસ્સો ઈન્ડોનેશિયામાંથી આવે છે, જ્યારે બાકીનો હિસ્સો મલેશિયા અને થાઈલેન્ડથી ખરીદવામાં આવે છે. નિકાસ અટકી જવાને કારણે ખાદ્યતેલના પુરવઠામાં આવેલી તંગીને પહોંચી વળવા વિકલ્પ તરીકે અન્ય ખાદ્યતેલોનો ઉપયોગ વધ્યો, જેના કારણે તેમની કિંમતો પર પણ દબાણ આવ્યું. જોકે, નિકાસ ફરી શરૂ થતાં આ પગલાની અસર તમામ તેલ પર જોવા મળી શકે છે.

Next Article