જીરાનો ઉપયોગ પેટનો દુખાવો, મોટાપો, પાચન અને પાઈલ્સ, અસ્થમા, અનિદ્રા, ચામડીના રોગ, શ્વાસ સંબંધી વિકારો, બ્રોન્કાઇટિસ જેવા રોગો સામે થાય છે. ભારતમાં મુખ્ય જીરાના ઉત્પાદક રાજ્યો ગુજરાત અને રાજસ્થાન છે. મસાલા વિના ભારતીય રસોડાની કલ્પના કરી શકાતી નથી. મસાલાનો ઉપયોગ મોટાભાગે ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. જીરૂં પણ એક એવો મુખ્ય મસાલા પાક (Spice crop) છે. જીરાનો ઉપયોગ વિવિધ આયુર્વેદિક-હર્બલ દવાઓમાં પણ થાય છે. પરંતુ જીરાની ખેતી (Cumin Farming)એટલી સરળ નથી તેના માટે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે ત્યારે જીરાના પાકમાં કમાણી (Cumin Farming Profit)ની સામે નુકસાનની શક્યતાઓ પણ એટલી જ રહેલી છે.
જો કે, અન્ય રાજ્યોમાં પણ જીરૂંની ખેતી ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. ભારતમાં જીરાનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે જો જીરાની યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો ખેડૂત લાખોથી કરોડોનો નફો કમાઈ શકે છે. હાલમાં ભારતમાં આરઝેડ-19, જીસી-1, આરઝેડ 209 જેવી જીરાની જાતો મુખ્યત્વે ઉગાડવામાં આવે છે.
ભેજવાળા અને ભારે વરસાદમાં જીરાનો પાક સારો થતો નથી. તે સાધારણ શુષ્ક અને ઠંડી આબોહવામાં સારી રીતે ખીલે છે અને ઉષ્ણકટિબંધીય આબોહવા તેના માટે આદર્શ માનવામાં આવે છે.
જીરાની ખેતી માટે ચીકણી માટીની જરૂર પડે છે જેમાં જૈવિક પદાર્થો સાથે સારી ડ્રેનેજ સિસ્ટમ હોય છે. જો તમે વ્યવસાયિક ખેતી કરવાનું વિચારી રહ્યા હોવ તો એવા ખેતરો પસંદ કરો જેમાં ઓછામાં ઓછા છેલ્લા 3 થી 4 વર્ષથી જીરાનું વાવેતર ન થયું હોય.
જીરાની ખેતી માટે નવેમ્બરથી ડિસેમ્બરનો મહિનો સૌથી યોગ્ય માનવામાં આવે છે. તેની ખેતી માટે, પ્રથમ ખેતર તૈયાર કરો. આ પછી 5 થી 8 ફૂટનો ક્યારો બનાવો. તે પછી વાવણી શરૂ કરો. ધ્યાનમાં રાખો કે વાવણી હંમેશા 30 સે.મી.ના અંતરથી હરોળમાં કરવી જોઈએ.
અન્ય પાકની તુલનાએ જીરાના પાકમાં અનિશ્ચિતતાઓ વધારે છે કારણ કે જીરાના પાકમાં કાળો ગેરૂ પ્રકારનો રોગ જો એક વખત આવી જાય તો સમગ્ર પાક ફેલ થઈ જાય છે. ઉપરાંત કમોસમી વરસાદ પણ જીરાને માફક નથી આવતો. ત્યારે જીરાના પાકમાં સારી કમાણીની તકની સાથે ભારે નુકસાનની પણ શક્યતાઓ એટલી જ છે.
આ પણ વાંચો: કિસાન ક્રેડિટ કાર્ડ પર સમયસર લોન ચૂકવવી છે ફાયદાકારક, જાણો સરળ ભાષામાં વ્યાજનું ગણિત
આ પણ વાંચો: પોપટનો આવો અંદાજ તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય, Viral વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો