આજના યુગમાં આધુનિક અને અદ્યતન ખેતી (Farming)નો મતલબ નવી ટેકનોલોજી (Technology) ના સમાવેશ સાથે પરંપરાગત કૃષિ (Agriculture) ઈનપુટ્સનો ઉપયોગ કરવો. કારણ કે ખેતીમાં રાસાયણિક ખાતર (Chemical fertilizer) અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાને બદલે ગાય (Cow)ના છાણ અને ગોમૂત્ર (Cow Urine Bank) જેવા જૈવિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતને હંમેશા ખેતીમાં ઉત્પાદન જળવાઈ રહે અને લોકોને કેમિકલ મુક્ત ખોરાક મળી રહે. આ અંગે વિવિધ પ્રયોગો પણ કરવામાં આવી રહ્યા છે. આવો જ એક પ્રયોગ છે ગૌમૂત્ર બેંક.
આ પહેલ બિરસા એગ્રીકલ્ચરના વૈજ્ઞાનિકો અને અન્ય લોકો દ્વારા કરવામાં આવી છે. જેના અંતર્ગત ગૌમૂત્ર બેંક ખોલવામાં આવી છે. દુબલિયા સ્થિત ફાર્મ નજીક આવેલા ગામના તે ખેડૂતોને ડ્રમ આપવામાં આવ્યા છે, જેમાં ખેડૂતો દરરોજ ગૌમૂત્ર એકત્ર કરે છે. આ સિવાય ખેતરમાં એક ડ્રમ પણ રાખવામાં આવ્યો છે, જ્યાં ખેડૂતો તેમના ઘરેથી ગૌમૂત્ર એકત્ર કરે છે.
આ રીતે ગૌમૂત્રનો સંગ્રહ થાય છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં એક ફાયદો એ છે કે જે ખેડૂતો આ બેંકમાં ગૌમૂત્ર જમા કરાવે છે, તેઓ જરૂર પડ્યે ખેતી માટે સરળતાથી ગૌમૂત્ર મેળવી શકે છે.
બિરસા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના બીપીડી વિભાગના સીઈઓ સિદ્ધાર્થ જયસ્વાલ કહે છે કે પાક અને શાકભાજીને પૌષ્ટિક બનાવવા માટે ગૌમૂત્ર અને છાણથી ખેતી કરવી જરૂરી છે. તેના દ્વારા જ પાક અને શાકભાજીમાં રસાયણોના ઉપયોગથી ગુમાવેલું પોષણ પાછું લાવી શકાય છે.
સિદ્ધાર્થ જયસ્વાલે જણાવ્યું હતું કે લાંબા સમયથી રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગને કારણે શાકભાજીમાં પોષણની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગૌમૂત્ર અને ગાયના છાણના ઉપયોગથી શાકભાજી અને પાકમાં ખોવાઈ ગયેલું પોષણ પાછું લાવી શકાય છે. આના પર કરવામાં આવેલ સંશોધન એઈમ્સમાં રજૂ કરવામાં આવ્યું હતું, તેમજ આ સંશોધનને એવોર્ડ પણ મળ્યો છે.
સિદ્ધાર્થ જયસ્વાલે જણાવ્યું કે ગૌમૂત્ર બેંકનો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે પણ તેની જરૂર પડે ત્યારે ખેડૂતોને સમયસર મળી જાય છે. કારણ કે જો ગૌમૂત્ર સમયસર ન મળે તો ખેડૂતોને તેનો લાભ મળી શકતો નથી. ગૌમૂત્રનો ઉપયોગ મુખ્યત્વે જંતુનાશક માટે થાય છે.
તેથી, જો પાકમાં જીવાતોનો પ્રકોપ જોવા મળે છે, તે પછી જો ખેડૂતો ગૌમૂત્ર એકત્રિત કરે છે તો જમા કરવામાં વિલંબ થઈ શકે છે, જેના કારણે ખેડૂતો રાસાયણિક જંતુનાશકો તરફ વળે છે. પરંતુ જો ગૌમૂત્ર બેંક હોય તો ખેડૂતોને તેનો લાભ મળે છે.
આ પણ વાંચો: યુદ્ધ તો જીત્યું પરંતુ દેશ ચલાવામાં છૂટી રહ્યો છે પરસેવો, તાલિબાને યુરોપિયન યૂનિયન પાસે ઝોળી ફેલાવી