ખેડૂતોનો પાક પેટર્નમાં ફેરફાર રહ્યો સફળ, મોસમી ફળોમાં મળી રહ્યો છે સારો નફો
Cucumber Farming: હવે કાકડીના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે. આ વર્ષે જે ખેડૂતો (Farmers)ને મુખ્ય પાકનો લાભ મળ્યો નથી તેઓને હવે મોસમી પાકોનો લાભ મળી રહ્યો છે. કાકડી (Cucumber)સ્વાસ્થ્ય માટે સારી છે.
વધતા તાપમાનના કારણે મોસમી ફળોના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જ્યાં એક તરફ તરબૂચ અને લીંબુ (Lemon Price) ના ભાવમાં વધારો થયો છે, ત્યારે હવે કાકડીના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે. આ વર્ષે જે ખેડૂતો (Farmers) ને મુખ્ય પાકનો લાભ મળ્યો નથી તેઓને હવે મોસમી પાકોનો લાભ મળી રહ્યો છે. કાકડી (Cucumber)સ્વાસ્થ્ય માટે સારી છે અને લોકો ખાસ કરીને ઉનાળામાં વધુ ખાવાનું પસંદ કરે છે. હાલમાં મહારાષ્ટ્રમાં ગરમી વધી રહી છે, જેના કારણે લોકો તરબૂચ, લીંબુ, કાકડી અને શકરટેટીની વધુ માગ કરી રહ્યા છે. કૃષિ નિષ્ણાતો કહે છે કે કાકડીની માગને કારણે ભાવમાં પણ વધારો થઈ શકે છે.
હાલમાં ગ્રાહકોને 1 કિલો કાકડી માટે 60 થી 70 રૂપિયા ચૂકવવા પડે છે. મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં, ખેડૂતો તેમની ઉપજને વેપારીને વેચવાને બદલે બજારમાં વેચી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને વધુ નફો મળી રહ્યો છે. ખેડૂતો પાકની પદ્ધતિ તેમજ વેચાણમાં ફેરફાર કરીને તેમની આવકમાં વધારો કરી રહ્યા છે. નાંદેડ જિલ્લામાં ખેડૂતો મોસમી પાકો પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને તેના કારણે મોસમી પાકો હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે.
ખેડૂતોનું શું કહેવું છે?
TV9 Digital સાથે વાત કરતા ધુલે જિલ્લાના રહેવાસી ખેડૂત સતીશ હુકુમચંદે કહ્યું કે હાલમાં મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં ખેડૂતો મોસમી પાકોના ઉત્પાદનમાંથી સારો નફો કમાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મેં 5 એકર જમીનમાં કાકડી ઉગાડી છે, તેમને આશા છે કે તેમને સારો ભાવ મળશે. હુકુમચંદનું કહેવું છે કે હાલમાં કાકડીનો બજાર ભાવ 15 રૂપિયા મળી રહ્યો છે અને આવતા મહિને એટલે કે મે મહિનામાં બજારભાવ 25થી 30 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે.
સતીશ હુકુમચંદે જણાવ્યું કે તેની ખેતીમાં ઓછામાં ઓછો 1 લાખનો ખર્ચ થયો છે અને જો દર સારો રહેશે તો 7 થી 8 લાખનો નફો થશે. સાથે જ વેપારીઓ જાતે ખેતરો પાસે આવીને માલ લઈ રહ્યા છે જેના કારણે ખેડૂતોનો ટ્રાન્સપોર્ટ ખર્ચ બચી રહ્યો છે.
ખેડૂતોએ પાકની પદ્ધતિ બદલી છે
ખેડૂતો મુખ્ય પાકમાંથી એટલો નફો મેળવી શકતા નથી. કમોસમી વરસાદ અને વાતાવરણમાં ફેરફારને કારણે પાકને અસર થઈ છે, તેથી હવે તેઓ પાકની પદ્ધતિ બદલી રહ્યા છે. કાકડી અને તરબૂચ એકથી બે મહિનાની ઉપજ આપનારા પાક છે, તેથી આ વર્ષે ખેડૂતોએ પાકની પદ્ધતિમાં કરેલા ફેરફારો સફળ સાબિત થઈ રહ્યા છે.
આ સાથે જ કેટલાક જિલ્લાઓમાં બે મહિનામાં તૈયાર કાકડીનો પાક હવે વેચવામાં આવી રહ્યો છે. બીજી તરફ, નાંદેડ જિલ્લાના ખેડૂતો પોતાની ઉપજ બજારમાં વેચી રહ્યા છે. તેઓ કહે છે કે વેપારીઓ વચેટિયાઓનો વધુ ફાયદો ઉઠાવે છે, જેના કારણે અમને યોગ્ય ભાવ નથી મળી રહ્યા. જો કે કેટલાક જિલ્લાઓમાં ખેડૂતો જાતે ખેતરમાં આવીને માલ લઈ રહ્યા છે.
ખેડૂતો પોતે અન્ય ખેત પેદાશોનું વેચાણ કરી શકતા નથી, પરંતુ મોસમી પાકો વેચી શકાય છે, તેથી કાકડી અને તરબૂચનું વેચાણ ખેડૂતો પોતે જ કરતા જોવા મળે છે. પરિણામે, કોઈ મધ્યસ્થી નથી અને તમામ નફો ખેડૂતોને જાય છે. ગ્રાહકો પણ ઓછા ભાવે સારો માલ મળવાથી સંતુષ્ટ છે, જેથી ખેડૂતોને પણ પાકની પદ્ધતિમાં ફેરફારનો ફાયદો મળી રહ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો