Drone SOP: કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગ માટે કેન્દ્ર સરકારે જાહેર કરી SOP, ખેડૂતોને થશે ફાયદો

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે દેશના કૃષિ ક્ષેત્રનું આધુનિકીકરણ કેન્દ્ર સરકારના મુખ્ય એજન્ડામાંનું એક છે. રોજગારની નવી તકો ઉભી થશે. કૃષિ ક્ષેત્રની પ્રગતિમાં ખેડૂતો અને વૈજ્ઞાનિકોનું યોગદાન વધુ રહ્યું છે.

Drone SOP: કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગ માટે કેન્દ્ર સરકારે જાહેર કરી SOP, ખેડૂતોને થશે ફાયદો
Agriculture Minister Narendra Singh Tomar released the SOP of the drone.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 10:50 AM

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ડ્રોન નીતિ (National Drone Policy)ને સૂચિત કરવા સાથે, ડ્રોન નિયમો-2021 ડ્રોનની માલિકી અને સંચાલન માટે વધુ સરળ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, કૃષિમાં જંતુનાશકો અને માટી અને પાકના પોષક તત્વો સાથે ડ્રોનનો ઉપયોગ કરવા માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા બનાવવામાં આવી છે. જેનું એક કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તોમરે કહ્યું કે ડ્રોનના ઉપયોગથી ખેડૂતોને ઘણો ફાયદો થશે, ખેતી કરવી સરળ બનશે અને રોજગારીની નવી તકો વધશે.

તોમરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વમાં દેશના કૃષિ (Agriculture)ક્ષેત્રનું આધુનિકીકરણ કેન્દ્ર સરકારના મુખ્ય એજન્ડામાંનું એક છે. સરકાર કૃષિમાં નવી ટેકનોલોજીનો સમાવેશ કરવા સતત પ્રયાસો કરી રહી છે. જેથી કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા તેમજ કાર્યક્ષમતા વધે. તોમરે કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં તમામ નિયમો અને સાવચેતીઓ સાથે આજે ડ્રોન (Drone Use) નીતિમાં એક નવો પરિમાણ (Dimensions)ઉમેરાયો છે.

તીડના હુમલાને ડ્રોન દ્વારા જ નિયંત્રિત કરાયા હતા

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

તોમરે ઉલ્લેખ કર્યો હતો કે ગયા વર્ષે દેશમાં તીડના પ્રકોપને ડ્રોન સહિત નવી ટેકનોલોજી દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો. કૃષિલક્ષી આપણા દેશમાં કેન્દ્ર અને રાજ્યોની નીતિઓ હંમેશા કૃષિ અને ખેડૂતોને પ્રાથમિકતાને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રની પ્રગતિમાં ખેડૂતો અને વૈજ્ઞાનિકોનું યોગદાન વધુ રહ્યું છે. ત્યારે સરકારની જવાબદારીઓ અને ખેડૂત-મૈત્રીપૂર્ણ નીતિઓને કારણે ભારત સૌથી વધુ કૃષિ ઉત્પાદનોના સંદર્ભમાં વિશ્વમાં નોંધપાત્ર સ્થાને છે.

કિસાન ક્રેડિટ કાર્ડ અભિયાન ચલાવ્યું

કૃષિ મંત્રીએ કહ્યું કે આજે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવાની સાથે સાથે વૈશ્વિક માપદંડોને પૂર્ણ કરતા સારી ગુણવત્તા અને ઉત્પાદનોની પણ જરૂર છે. વર્ષ 2014થી લઈને અત્યાર સુધી વડાપ્રધાને એ વાત પર ભાર મુક્યો છે કે ખેડૂતોની આવક બમણી કરવી જોઈએ, આને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવામાં આવી છે. ખેડૂતોના ખાતામાં રોકડ પહોંચાડવાની અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. ખેડૂતોની શાહુકાર પરની નિર્ભરતા ઘટાડવા અને તેમને ખેતી માટે સરળ લોન મળે તે માટે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડનું અભિયાન ચલાવ્યું છે.

FPO થી આવશે બદલાવ

સૂક્ષ્મ સિંચાઈ યોજનાનો લાભ પણ ખેડૂતોને મળી રહ્યો છે. એક લાખ કરોડ રૂપિયાના એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ દ્વારા ખાનગી રોકાણ દ્વારા સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) ની રચના પણ ખેડૂતોને મોંઘા પાકો તરફ આકર્ષવા અને તેમને વાટાઘાટો કરવા માટે સુવિધા આપવાનું શરૂ કર્યું છે.

આ યોજનાઓ ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. આ કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કૃષિ સચિવ સંજય અગ્રવાલ અને જોઈન્ટ સેક્રેટરી શોમિતા બિસ્વાસે ડ્રોન એસઓપી અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

આ પણ વાંચો: Viral: દુલ્હા-દુલ્હનનો ‘શાવા શાવા’ ગીત પર અદ્ભુત ડાન્સ, જબરદસ્ત ડાન્સ મૂવ્સથી જીત્યા લોકોના દિલ

આ પણ વાંચો: Crime: ઈન્સ્ટાગ્રામ પર બ્લેકમેલ કરનારને યુવતીઓએ આપી હૃદય હચમચાવી નાખે તેવી સજા, પોલીસે કર્યો ઘટનાનો પર્દાફાશ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">