Budget 2024 : કૃષિ ઉત્પાદકતા વધારવા સરકારનો ધ્યેય, બજેટ પર તિરૂપતિ ઓઇલના MD પ્રિયમ પટેલે આપી પ્રતિક્રિયા

|

Jul 23, 2024 | 7:40 PM

બજેટ 2024માં પાક ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે મદદ કરવામાં આવશે. ત્યારે આ અંગે એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડના (તિરૂપતિ ઓઇલ) એમડી પ્રિયમ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.

Budget 2024 : કૃષિ ઉત્પાદકતા વધારવા સરકારનો ધ્યેય, બજેટ પર તિરૂપતિ ઓઇલના MD પ્રિયમ પટેલે આપી પ્રતિક્રિયા

Follow us on

બજેટમાં કેન્દ્ર સરકારે કૃષિ ઉત્પાદકતા વધારવા ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે. જે અંગે એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડના (તિરૂપતિ ઓઇલ) એમડી પ્રિયમ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, કૃષિ અને સંલગ્નક્ષેત્રો માટે રૂ. 1.52 લાખ કરોડની નોંધપાત્ર ફાળવણી આ પ્રયાસોને દર્શાવે છે. મગફળી, તલ અને સૂર્યમુખી સહિત કઠોળ અને તેલીબિયામાં સ્વ-નિર્ભરતા માટેની પહેલ ખાદ્યતેલ ક્ષેત્રે આત્મ-નિર્ભરતા માટે મહત્વપૂર્ણ છે.

ડિજિટલ ક્રોપ સર્વે તેમજ સ્ટોરેજ અને માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની પહેલથી ખેડૂતોને ઘણો લાભ થશે, જે કૃષિક્ષેત્રની મજબૂતાઇ અને ટકાઉપણાને સુનિશ્ચિત કરશે. આ પગલાં અમારી ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિ અને સ્થિરતાને સપોર્ટ કરશે તથા ટકાઉ વિકાસ અને આર્થિક વૃદ્ધિને બળ આપશે.

આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેથી કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થઈ શકે. આ દરમિયાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. જે ગ્રામ પંચાયતો આ યોજના અમલમાં મૂકવા માંગે છે તેમને આનાથી પ્રોત્સાહન મળશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સરકાર શાકભાજીના ઉત્પાદનને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેના ઉત્પાદનની સાથે સ્ટોરેજ અને માર્કેટિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.

  • દેશના 5 રાજ્યમાં કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે
  • સરકારનું ધ્યાન સરસવ, મગફળી, સૂર્યમુખી અને સોયાબીન જેવા પાકો પર રહેશે
  • ઝીંગાનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે.
  • મત્સ્યોદ્યોગ માટે પાંચ એક્વા પાર્ક સ્થાપવાની પણ જાહેરાત કરી.

ખેડૂતોને પાક ઉગાડવામાં મદદ મળશે

કૃષિ રિસર્ચમાં સુધારો કરી સરકાર પાકોનું ઉત્પાદન વધારવામાં મદદ કરશે.આનો સીધો ટાર્ગેટ છે કે, હવામાનમાં બદલાવ થવા પર પાક પર થતી અસરને રોકવી,32 પ્રકારના પાકની 109 જાતો વિકસાવવામાં આવશે. આ રીતે ખેડૂતોને એવા પાક ઉગાડવામાં મદદ મળશે કે જેના ઉત્પાદનમાં વધારો કરી શકાય અને તેમની આવકમાં વધારો થાય.

Published On - 6:53 pm, Tue, 23 July 24

Next Article