આજે ડેટાનો યુગ છે અને ડેટાનું વિશ્લેષણ કર્યા પછી ભવિષ્યની યોજનાઓ બનાવવામાં આવી રહી છે. કૃષિ ક્ષેત્રે (Agriculture) બિગ ડેટાની મોટી ભૂમિકા છે અને તે સ્માર્ટ ખેતીને પ્રોત્સાહિત કરે છે. નાની નાની માહિતીના સંગ્રહને બિગ ડેટા કહેવામાં આવે છે. તે ઘણા માધ્યમો દ્વારા એકત્રિત કરવામાં આવે છે. આ એવી માહિતી છે, જેના દ્વારા કોઈ વ્યક્તિ અથવા વસ્તુ વિશે 90 ટકા ચોકસાઈ સાથે અનુમાનિત કરી શકાય છે. આજના ડિજિટલ (Digital) યુગમાં માહિતી એકઠી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે.
આપણે મોટાભાગના કામ માટે ઈન્ટરનેટ (Internet) પર નિર્ભર છીએ. સોશિયલ મીડિયા પર સર્ફિંગ કરતી વખતે આપણે જે પણ કામ કરીએ છીએ, તેનાથી સંબંધિત ડેટા પાછળ રહી જાય છે. તેના પરથી આપણું વર્તન, આર્થિક અને સામાજિક સ્થિતિ અને પસંદ-નાપસંદનો અંદાજ લગાવી શકાય છે. એટલે કે આપણને સંબંધિત માહિતી ઇન્ટરનેટ પર ક્યાંક ને ક્યાંક હાજર હોય છે. જો આપણે એમ કહીએ કે ઈન્ટરનેટ આપણને આપણા કરતાં વધુ સારી રીતે જાણે છે, તો તેમાં કંઈ ખોટું નહીં હોય.
બિગ ડેટા ખેતીમાં કેવી રીતે મદદરૂપ છે?
બિગ ડેટાને કૃષિ ક્ષેત્રે ટેકનોલોજી અને એનાલિટીક્સનો મેળો કહી શકાય. તેમાં મશીનો દ્વારા જમીન અને પાકને લગતી માહિતી એકત્ર કરવામાં આવે છે. તે માહિતીનું વિશ્લેષણ કર્યા પછી, ભવિષ્યનું આયોજન કરવામાં આવે છે. કૃષિમાં બિગ ડેટાનું બહુ મોટું યોગદાન છે. તે ખેડૂતોને વરસાદની પેટર્ન વિશે પણ જણાવે છે. તેમજ કયા પાકમાં કયું ખાતર નાખવાનું છે, કયા સમયે તેની પણ માહિતી આપે છે. આ ડેટાનું વિશ્લેષણ કરીને ખેડૂતો જાણી શકે છે કે તેમના માટે કયો પાક ફાયદાકારક રહેશે. આ ઉપરાંત પાકમાં થતા રોગો પણ શોધી શકાય છે.
આ ડેટા, લોન અને વીમા લેનારા ખેડૂતો, બેન્ક, બીજ કંપનીઓ, વીમા એજન્સીઓ અને મશીન ઉદ્યોગ વિશે પણ માહિતી પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્ર માટે મોટો ડેટા AI દ્વારા મેળવી શકાય છે. આ માટે ખેતરોમાં ઈલેક્ટ્રોનિક સાધનો લગાવવાની જરૂર છે. તેના દ્વારા ખેડૂતોને સિંચાઈ, ખાતર અને નિંદામણ વિશે માહિતી મળે છે.
સ્માર્ટ ફોનના યુગમાં બિગ ડેટા ખૂબ અસરકારક
આજનો જમાનો સ્માર્ટ ફોનનો છે. તેના દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કે માહિતી તેમને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આજના સમયમાં ખેડૂતોની મદદ માટે ખેતી સંબંધિત ઘણી એપ્સ પણ હાજર છે. જો બિગ ડેટાનો ઉપયોગ કરીને આ માધ્યમો દ્વારા ખેડૂતોને માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે તો ઘણો ફાયદો મળી શકે છે.
આ પણ વાંચો : Animal Husbandry: લ્યો બોલો ! IVF ટેક્નિકથી ભારતમાં પહેલી વાર ભેંસે આપ્યો વાછરડાને જન્મ
આ પણ વાંચો : પારિવારિક વ્યવસાય છોડી શરૂ કર્યું હર્બલ ફાર્મિંગ, અત્યારે આયુર્વેદિક પ્રોડક્ટ વેચીને કરે છે કરોડોની કમાણી આ વ્યક્તિ
Published On - 1:32 pm, Sun, 24 October 21