પારિવારિક વ્યવસાય છોડી શરૂ કર્યું હર્બલ ફાર્મિંગ, અત્યારે આયુર્વેદિક પ્રોડક્ટ વેચીને કરે છે કરોડોની કમાણી આ વ્યક્તિ
Success Story: કહાની છે જોધપુરના શ્રવણ ડાગાની, તેઓએ પોતાના વ્યવસાય તરીકે ખેતી પસંદ કરવાનું નક્કી કર્યું. શ્રવણે પારંપરીક ખેતીના બદલે હર્બલ ફાર્મિંગને અપનાવી અને આજે તેઓ પોતાના ખેત ઉત્પાદનથી બનેલા પ્રોડક્ટનું વેચાણ કરી દર વર્ષ કરોડોની કમાણી કરી રહ્યા છે.
કૃષિ ક્ષેત્ર અપાર સંભાવનાઓથી ભરેલું છે. જો તમે મહેનત અને લગનથી કામ કરો તો સફળતા નક્કી છે. આ જ કારણ છે કે દરેક ક્ષેત્રના લોકો ખેતીમાં નસીબ અજમાવી રહ્યા છે અને સફળ પણ થઈ રહ્યા છે. એવી જ કહાની છે જોધપુરના શ્રવણ ડાગાની, તેઓએ પોતાના વ્યવસાય તરીકે ખેતી પસંદ કરવાનું નક્કી કર્યું.
શ્રવણે પારંપરીક ખેતીના બદલે હર્બલ ફાર્મિંગ (Herbal farming)ને અપનાવી અને આજે તેઓ પોતાના ખેત ઉત્પાદનથી બનેલા પ્રોડક્ટનું વેચાણ કરી દર વર્ષે કરોડોની કમાણી કરી રહ્યા છે. જોધપુરના રહેવાસી શ્રવણ ડાગાનો પરિવાર ધાતુના વ્યાપાર સાથે જોડાયેલ હતો. પરિજનો ઈચ્છતા હતા કે શ્રવણ આ જ વ્યવસાયને આગળ વધારે, પરંતુ તેઓ કંઈક અલગ કરવા માગતા હતા. એટલા માટે તેઓએ હર્બલ ફાર્મિંગને પોતાનો વ્યવસાય તરીકે પસંદ કર્યો. શ્રવણ ડાગા આજે પોતાના ખેતરમાં આમળા, એલોવેરા અને અન્ય આ પ્રકારના છોડની મોટાપાયે ખેતી કરે છે. શ્રવણ ડાગા જણાવે છે કે હર્બલ ફાર્મિંગ કરનાર ખેડૂતો પાસેથી પણ તેમનું ઉત્પાદન ખરીદે છે.
કોરોના બાદ ટર્નઓવર થયું બમણું
શ્રવણ ડાગા કૃષ્ણા આયુર્વેદ હર્બલ નામથી પોતાની પ્રોડક્ટ બજારમાં વેચે છે. તેમની કંપની આયુર્વેદિક જ્યુસ, દવાઓ, ચૂરણ અને હર્બલ બ્યૂટી પ્રોડક્ટ બનાવે છે. તેઓ કહે છે કે આખા દેશમાં તેમની કંપનીની પ્રોડક્ટની માંગ છે અને કોરોના બાદ તેમાં ઘણી તેજી જોવા મળી છે. 2007માં 23 વર્ષની ઉંમરમાં આ હર્બલ ફાર્મિંગની શરૂઆત કરનાર શ્રવણ ડાગા કહે છે કે કોરોનાકાળ પહેલા કંપનીનું ટર્નઓવર દર મહિને લગભગ 1 કરોડ રૂપિયા હતું.
કોરોના બાદ આયુર્વેદિક પ્રોડક્ટ (Ayurvedic Products)ની માંગમાં ઘણી તેજી જોવા મળી છે. ત્યારબાદ તેમનું ટર્નઓવર 2 કરોડથી વધી ગયું છે. નાણાકીય વર્ષ 2020-21માં 12 કરોડનું ટર્નઓવર મેળવનાર શ્રવણ ડાગાની કંપની આ નાણકીય વર્ષમાં 30 કરોડ સુધી પહોંચવાના લક્ષ્ય સાથે ચાલી રહી છે.
અન્ય ખેડૂતો માટે બની રહ્યા છે પ્રેરણાસ્ત્રોત
ટીવી9 સાથે વાત કરતા કૃષ્ણા ડાગાએ જણાવ્યું કે તેઓએ પોતાની બચતમાંથી આ કામની શરૂઆત કરી હતી. પહેલા ઘણા નાના સ્તરે આ કામને કરતા હતા. ધીરે-ધીરે લોકોમાં જાગરૂકતા વધી અને હર્બલ પ્રોડક્ટનો ઉપયોગ વધવા લાગ્યો. સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક લોકો હર્બલ પ્રોડક્ટને બેસ્ટ માને છે.
માંગને પૂરી કરવા અને વધુ પ્રોડક્ટની ગુણવતા બનાવી રાખવા કૃષ્ણા ડાગા ખુદ જ આમળા, એલોવેરા અને લીમડા જેવી ઔષધીય ગુણો ધરાવતા છોડની ખેતી કરે છે. તેમના સફળ પ્રયત્નને જોઈ અન્ય ખેડૂતો પણ હર્બલ ફાર્મિંગ કરી રહ્યા છે અને તેમની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.