રાજ્યમાં કમોસમી વરસાદને (Unseasonal Rain) કારણે એક તરફ ખેડૂતો હેરાન થઇ ગયા છે. તો બીજી તરફ ઘણા માર્કેટ યાર્ડમાં (Market Yard) પાણી ભરવાથી પાક પણ પલળી ગયા છે. ઘણા ખેડૂતોના (Farmers) ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતિમાં ખેડૂતોના જુદા-જુદા પાકને નુકશાનીથી બચાવવા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ સલાહ જાહેર કરવામાં આવી છે.
ચણા
1. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું.
2. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી.
3. ચણાના ઉભા પાકમાાં પાનના સુકારાના નિયાંત્રણ માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાાં મિશ્ર કરી છંટકાવ કરવો.
કપાસ
1. કપાસની વીણી કરી લેવી.
2. વરસાદી સમય દરમિયાન પિયત આપવું નહી.
જીરા /ધાણા
1. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું.
2. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી.
3. ઉભા પાકમાં પાનના સુકારાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાાં મિશ્ર કરી છંટકાવ કરવો.
ઘઉં
1. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું.
2. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી.
દિવેલા
1. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું.
2. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી.
3. ગળ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ વધે તો સ્પીનોસાદ ૩ મી.લી./૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવો.
લસણ
1. લસણમાં પાનનો પીળિયો રોગ આવે નહી તે માટે ક્લોરોથેલીનીલ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાાં મિશ્ર કરી છંટકાવ કરવો.
2. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું.
3. વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી.
મરચી
1. પરીપક્વ મરચામાં કોહવારો (કાલવ્રણ) રોગનો ઉપદ્રવ વધે નહી તે માટે ક્લોરોથેલીનીલ ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાાં મિશ્ર કરી છંટકાવ કરવો.
2. વરસાદી સમય દરમ્યાન પિયત આપવાનું ટાળવું.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
આ પણ વાંચો : Sandalwood cultivation: ચંદનની ખેતી છે નફાકારક, પરંતુ ખેડૂતોએ આ વાતનું રાખવું પડશે ખાસ ધ્યાન
આ પણ વાંચો : આ ખેડૂતે એક છોડ પર ઉગાડી છ ફ્લાવર કોબી, દુર દુરથી લોકો આવ્યા જોવા, સોશિયલ મીડિયામાં ફોટો થયો વાઈરલ
Published On - 3:19 pm, Fri, 3 December 21