OMG: સ્પર્મ વ્હેલની ‘ઉલટી’ની કિંમત 26 કરોડ? તસ્કરી કરતા 5 ઝડપાયા, જાણો વિગત

મુંબઈથી સ્પર્મ વ્હેલની 'ઉલટી'ની તસ્કરી કરતા 5 આરોપો ઝડપાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે 27 કિલો ઉલટીની કિંમત 26 કરોડ રૂપિયા હતી.

OMG: સ્પર્મ વ્હેલની 'ઉલટી'ની કિંમત 26 કરોડ? તસ્કરી કરતા 5 ઝડપાયા, જાણો વિગત
'Whale vomit' worth Rs 26 crore was being smuggled
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 12:24 PM

થાણે વન વિભાગને બે અલગ અલગ દરોડામાં મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. આ દરોડામાં વન વિભાગે મુંબઈથી પાંચ લોકોની ધરપકડ કરી. જેમાં 27 કિલો એમ્બરગ્રીસનો વેપાર કરવાના આરોપમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ એમ્બરગ્રીસની કિંમત લગભગ 26 કરોડ રૂપિયાની હોવાનું જણાવવામાં આવ્યું છે.

થાણેના નાયબ વન સંરક્ષક ગજેન્દ્ર હિરેએ જણાવ્યું હતું કે થાણે વન વિભાગના મુંબઇ રેન્જના કર્મચારીઓને તાજેતરમાં એમ્બરબ્રીસના બે સોદા વિશે માહિતી મળી હતી. જે 8 અને 10 જુલાઈ ના રોજ થયા હતા. તમને જણાવી દઈએ કે એમ્બરબ્રીસ એક સ્પર્મ વ્હેલ માછલી દ્વારા મુક્ત કરાયેલ એક મીઠું પીણું હોય છે. જે સ્પર્મ વ્હેલ ઉલટી સ્વરૂપે મુક્ત કરે છે. જેની કિંમત કરોડોમાં હોય છે.

એમ્બરગ્રીસ ઊંડા સમુદ્રમાં તરતી સપાટી પર જોવા મળે છે અને તેનો ઉપયોગ પ્રીમિયમ પરફ્યુમ અને કેટલાક એફ્રોડિસિએક્સ બનાવવા માટે થાય છે. વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ, સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે અને એમ્બરગ્રીસ અથવા આવી સંરક્ષિત પ્રજાતિ સાથે જોડાયેલી કોઈપણ વસ્તુને ગેરકાયદેસર માનવામાં આવે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વન વિભાગે જણાવ્યું કે આરોપી આ ઉલટી એટલે કે એમ્બરગ્રીસ વેચવા માટે ગ્રાહકો શોધી રહ્યા હતા. આ સમયે અમે તેમને ફસાવવા માટે પ્લાન કર્યો. ટીમના માણસોને નકલી ખરીદદાર બનાવીને ખરીદી કરવા મોકલ્યા. અને આરોપીને ફસાવ્યા. પહેલા સોદામાં 4 લોકો 8 કિલો એમ્બરગ્રીસ સાથે ઝડપાયા. જ્યારે બીજા સોદામાં એક વ્યક્તિ 19 કિલો એમ્બરગ્રીસ સાથે પકડાયો છે.

સ્પર્મ વ્હેલની આ ઉલ્ટી ખૂબ સરસ સુગંધ આપે છે. તેનો ઉપયોગ લાખો રૂપિયામાં વેચતા પરફ્યુમમાં થતો હોય છે. તેમજ તેનો ઉપયોગ અન્ય ઘણા સ્થળો પર થાય છે જેમ કે મોંઘા દારૂ બનાવવા, દવાઓ બનાવવામાં અને મોંઘી સિગારેટ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. ઔસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોમાં તેની માંગ ખુબ વધુ છે.

આ પણ વાંચો: ભારતીય રાજદૂતની એટલાન્ટા મુલાકાત, ભારત અને અમેરિકા વચ્ચે આ મુદ્દે થઇ વાતચીત

આ પણ વાંચો: Cricket: યશપાલ શર્મા એ વિશ્વકપ 1983 ની વિજેતા ટીમમાં આપ્યુ હતુ મહત્વનુ યોગદાન, જીતથી કરાવી હતી શરુઆત

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">