Cricket: યશપાલ શર્મા એ વિશ્વકપ 1983 ની વિજેતા ટીમમાં આપ્યુ હતુ મહત્વનુ યોગદાન, જીતથી કરાવી હતી શરુઆત

યશપાલ શર્માનુ 66 વર્ષની ઉંંમરે હ્દય રોગના હુમલા થી અવસાન થયુ છે. તેમના અચાનક અવસાનને લઇને ક્રિકેટ જગતમાં શોક છવાયો છે. તેઓ 1983 ના વિશ્વકપના હિરો હતા.

Cricket: યશપાલ શર્મા એ વિશ્વકપ 1983 ની વિજેતા ટીમમાં આપ્યુ હતુ મહત્વનુ યોગદાન, જીતથી કરાવી હતી શરુઆત
Yashpal Sharma

યશપાલ શર્મા (Yashpal Sharma) ના નિધન સાથે ભારતીય ક્રિકેટ માં શોકનો માહોલ છવાયો છે. 66 વર્ષની ઉંમરે તેઓની અવસાન થયુ છે. 1983 ના વિશ્વકપ (World Cup) દરમ્યાન યશપાલ શર્મા કપિલ દેવની ટીમમાં હિરો રહ્યા હતા. ભારતીય ટીમ વતી તેઓ 1978 થી 1985 દરમ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા. તેઓ એ પાકિસ્તાન સામે પ્રથમ આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમવા સાથે કારકિર્દીની સફર શરુ કરી હતી.

યશપાલ શર્મા એ 1983 ના વિશ્વકપની શરુઆતની પ્રથમ મેચમાં જ શાનદાર રમત રમી હતી. વેસ્ટઇન્ડીઝ અને ભારત વચ્ચે રમાયેલી વિશ્વકપ મેચમાં યશપાલ શર્મા એ 89 રનની રમત રમી હતી. જે મેચમાં ભારતને જીત અપાવનાર હિરો યશપાલ શર્મા હતા. આમ યશપાલ શર્મા ભારતને પ્રથમવાર વિશ્વકપ જીતવાનુ પ્રથમ પગથીયુ પાર કરાવ્યુ હતુ. સાથે જ ભારતીય ટીમને શરુઆત થી જ જીત વડે જુસ્સો અપાવ્યો હતો. વિશ્વકપ 1983 સેમીફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી. જેમાં યશપાલ શર્મા એ 61 રનનુ યોગદાન આપ્યુ હતુ. આમ ભારત ફાઇનલમાં પહોંચ્યુ હતુ.

યશપાલ શર્મા 1972 શાળાકીય ક્રિકેટમાં જમ્મુ કાશ્મીર સામે રમતા 260 રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેમની આ રમતે તેમના પ્રત્યે ધ્યાન ખેચ્યુ હતુ. તેઓ પ્રથમ શ્રેણીની રમતમાં અણનમ બેવડી સદી નોંધાવી ચુક્યા છે. તેઓ એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાના પહેલા ઇરાની ટ્રોફીમાં 99 રનની ઇનીંગ રમ્યા હતા. પંજાબમાં 11 ઓગષ્ટ 1952 માં જન્મેલા યશપાલ શર્માના પરીવારમાં બે પુત્રીઓ અને એક પુત્ર છે.

યશપાલ શર્મા ભારતીય ટીમ વતી થી 42 આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમી હતી. જેમાં તેઓએ 883 રન રન બનાવ્યા હતા. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેઓે 37 મેચ રમી હતી. ભારત વતી થી ટેસ્ટ ક્રિકેટમાં રમતા 1606 રન બનાવ્યા હતા. જે દરમ્યાન તેઓે 34 ની સરેરાશ થી રમત રમી હતી.

આ પણ વાંચોઃ Tokyo Olympics 2021: આજે PM નરેન્દ્ર મોદી ભારતીય એથલેટોને સંબોધન વડે પ્રોત્સાહિત કરશે

  • Follow us on Facebook

Published On - 11:44 am, Tue, 13 July 21

Click on your DTH Provider to Add TV9 Gujarati