VALSAD : કેમ નબીરો બન્યો રીઢો ગુનેગાર ? ચોરીની મોડસ ઓપરેન્ડી પણ કંઇક અનોખી

આરોપી કોઈ રીઢો ગુનેગાર કે પછી હિસ્ટ્રીશીટર નથી.પરંતુ તે એક ધનવાન પરિવારનો નબીરો છે. જે પોલીસ સ્ટેશનમાં આરોપી બનીને બેઠો છે. પોતાનું મો છુપાવી રહેલા આ શખ્સનું નામ ધવલ જાડેજા છે.

VALSAD : કેમ નબીરો બન્યો રીઢો ગુનેગાર ? ચોરીની મોડસ ઓપરેન્ડી પણ કંઇક અનોખી
VALSAD: Why did Nabiro become a habitual criminal? The modus operandi of theft is also something unique
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 6:20 PM

ચોરીના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે અને જોયા હશે. પરંતુ આજે અમે તમને એક એવા ચોરના દર્શન કરાવીશું કે જેની ચોરીની મોડસ ઓપરેન્ડી કઈક અનોખી છે. તેને ખુદ પેટ્રોલ પંપ કર્મચારી પોતે જ ડીઝલ ભરાવી આપતા પણ તેમને ખબર ન હતી કે તે ચોરીનો શિકાર બની રહ્યાં છે.

નબીરો ધરાવે છે રાજાશાહી શોખ, મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડયો

આરોપી કોઈ રીઢો ગુનેગાર કે પછી હિસ્ટ્રીશીટર નથી.પરંતુ તે એક ધનવાન પરિવારનો નબીરો છે. જે પોલીસ સ્ટેશનમાં આરોપી બનીને બેઠો છે. પોતાનું મો છુપાવી રહેલા આ શખ્સનું નામ ધવલ જાડેજા છે. અને, તે ઉમરગામના ફણસા ગામનો રહીશ છે. એક સુખી સંપન્ન પરિવારનો આ નબીરાને મોજ મસ્તીનો શોખ છે. મોંઘીદાટ ગાડીઓમાં રખડવું તેનો શોખ છે. પરંતુ મોંઘી ગાડીઓમાં રખડવા માટે મોંઘુ ડીઝલ પણ વાપરવું પડે છે. જેથી પોતાના શોખ પુરા કરવા તે ડીઝલની ખુલ્લેઆમ ચોરી કરતો હતો. હવે જુવો આ સીસીટીવી ફૂટેજ,જે જોઇને તમને અંદાજો આવી જશે કે કઈ રીતે આ ડીઝલની ચોરી કરતો હતો. ડીઝલ ભરાવવા માટે તે પંપ ઉપર જતો અને કર્મચારીને ઓનલાઈન પૈસા આપવાનું કહીને પહેલા તો ટાંકી ફૂલ કરાવી લેતો હતો. જેમ કર્મચારી ટાંકી ફૂલ કરીને ગાડીની ડીઝલ ટેન્કનું ઢાંકણ બંધ કરતા તેમજ એ ત્યાંથી ગાડી ભગાવીને ફરાર થઇ જતો હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પેટ્રોલ પંપો પર કરતો હતો ચોરી

ખાસ કરીને મહારાષ્ટ્ર અહિત વલસાડ જિલ્લાના પેટ્રોલ પંપો ઉપર ધવલ એ આતંક મચાવ્યો હતો. જોકે મહારાષ્ટ્રના તલાસરીના પંપમાં તેણે ડીઝલ ભરાવ્યું અને ત્યાંથી ભાગ્યો હતો. જેથી પંપના કર્મચારીઓએ તેનો પીછો કર્યો હતો. અને ભીલાડ પોલીસને પણ જાણ કરી હતી. જેથી નાકાબંધી કરીને ધવલને ઝડપી પડાયો હતો. તો ધવલનો ભોગ બનેલા 9 જેટલા પેટ્રોલ પંપ સંચાલકો અત્યારસુધી સામે આવ્યા છે તો પોલીસે તેમના સીસીટીવી મેળવીને વધુ તપાસ શરુ કરી છે.

પરિવારની આબરૂના ધજાગરા ઉડાડનાર ધવલની પોલીસે ધરપકડ કરી વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ શરુ કરી છે. તેણે આ પ્રકારે કોઈ અન્ય ગુનાઓ આચર્યા છે કે કેમ એ પણ પોલીસ ચકાસી રહી છે.તો આવનારા દિવસોમાં ધવલની વધુ કરતુત સામે આવી શકે છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">