Crime: ટ્રાફિક પોલીસે બાઇક ચાલકને રોકતા PSI તરીકે આપી ઓળખ, આઈ કાર્ડ માંગતા જોવા જેવી થઈ

TV9 GUJARATI

|

Updated on: Aug 23, 2021 | 8:22 AM

આઈડી કાર્ડ પર પોલીસનો લોગો હતો અને તેની નીચે રાજ્યના નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિકારીની બનાવટી સહી પણ હતી.

Crime: ટ્રાફિક પોલીસે બાઇક ચાલકને રોકતા PSI તરીકે આપી ઓળખ, આઈ કાર્ડ માંગતા જોવા જેવી થઈ
પ્રતિકાત્મક ફાઇલ ફોટો

Crime: પશ્ચિમ બંગાળમાં નકલી અધિકારીઓ (Fake Officers) ની ધરપકડની પ્રક્રિયા ચાલી રહી છે. નકલી આઈએએસ અધિકારી દેબંજન દેબ (Fake IAS Debanjan Deb), નકલી આઈપીએસ અધિકારી (Fake IPS) સનાતન રોય ચૌધરી અને નકલી સીબીઆઈ અધિકારી (Fake CBI Officer) બાદ હવે એક નકલી પોલીસ અધિકારી (Fake Police officer) પકડાયો છે. તેનું નામ રાજીવ ચક્રવર્તી છે. કોલકાતા પોલીસે તેની ધરપકડ કરી છે.

કોલકાતા પોલીસ હેડક્વાર્ટર દ્વારા બુધવારે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરોપી હેલ્મેટ વગર બાઇક પર જઇ રહ્યો હતો. જ્યારે ટ્રાફિક પોલીસ દંડ ફટકારવા માંગતી હતી, ત્યારે આરોપીએ કોલકાતા પોલીસના અધિકારી તરીકે પોતાનો પરિચય આપ્યો. જ્યારે ચલણ કપાતા અધિકારી પાસે તેનું ઓળખકાર્ડ માંગ્યું ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો.

આરોપીએ ખુદને ગણાવ્યો PSI

કોલકાતા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે મંગળવારે મોડી સાંજે બે લોકો એક બાઇક પર જઈ રહ્યા હતા. બંનેએ હેલ્મેટ પહેર્યું ન હતું, ત્યારબાદ રીજન્ટ પાર્કના ટ્રાફિક ગાર્ડે તેમને અટકાવ્યા. તેમને હેલ્મેટ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના પર રાજીવે કહ્યું કે તે કોલકાતા પોલીસના ગુપ્તચર વિભાગમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર તરીકે પોસ્ટ છે. જ્યારે ફરિયાદીને શંકા ગઈ, તેણે ઓળખ કાર્ડ માંગ્યું, જેના પર તેણે કોલકાતા પોલીસ નોંધણી સમિતિનું ઓળખપત્ર બતાવ્યું હતું.

પોલીસની પૂછપરછમાં થયો ખુલાસો

પોલીસે કહ્યું કે તેની ઉપર કોલકાતા પોલીસનો લોગો હતો અને તેની નીચે રાજ્યના નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિકારીની બનાવટી સહી પણ હતી. ફરિયાદી સમજી ગયો કે તે નકલી આઈડી કાર્ડ છે, ત્યારબાદ રાજીવની ધરપકડ કરવામાં આવી અને તેની સાથેના યુવકને છોડવામાં આવ્યો. તેની પૂછપરછ ચાલી રહી છે.

બુધવારે કોલકાતા પોલીસે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજીવના રૂમની પણ તલાશી લેવામાં આવશે અને જોવામાં આવશે કે તેણે કોલકાતા પોલીસના નામે કેટલાક ફર્ઝિવાડા કર્યા છે. જણાવી દઈએ કે નકલી અધિકારીઓની સતત ધરપકડ બાદ કોલકાતા પોલીસે તકેદારી અને તપાસ તેજ કરી છે. સતત પૂછપરછ કરવામાં આવી રહી છે અને નકીલી પોલીસ બનીને ભટકતા લોકોને પકડવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Gir somnatah : 135 કરોડ ઓમ નમ: શિવાય મંત્રનો સંકલ્પ, શિવભક્ત રાત-દિવસ લખી રહ્યા છે મંત્ર

આ પણ વાંચો:  Skin Care Tips: જો તમે ચહેરા પર ગ્લો લાવવા માંગો છો તો એલોવેરા જેલનો ઉપયોગ કરો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati