દિલ્લીની રોહીણી કોર્ટમાં ગોળીબાર, જુઓ એક નહી, બે નહી, ત્રણ નહી……દશ રાઉન્ડ ફાયરનો વીડિયો

કોર્ટમાં ગોળીબાર થતો હોય છે ત્યારે ફરજ પરના પોલીસ, શસ્ત્ર સાથે આડશ લઈને હત્યારોઓનો સામનો કરવાની પોઝીશન પણ લેતા હોવાનું વાયરલ વીડિયોમાં દેખાય છે. દરમિયાન એક મહિલા વકિલ, જ્યા ગોળીઓની રમઝટ થતી હોય છે ત્યાથી દોડતી આવીને દરવાજાની પાછળ સંતાઈ જતી જોવા મળે છે.

દિલ્લીની રોહીણી કોર્ટમાં ગોળીબાર, જુઓ એક નહી, બે નહી, ત્રણ નહી......દશ રાઉન્ડ ફાયરનો વીડિયો
Delhi Rohini Court Firing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 5:27 PM

Gangster Jitendra Gogi Murder: દિલ્લીમાં કેટલાક અજાણ્યા શખ્શોએ આજે રોહીણી કોર્ટમાં ( Rohini Court) અંધાધૂધ ગોળીબાર કરીને કુખ્યાત ગેગસ્ટર સહીત ત્રણ લોકોને મોતને ઘાટ ઉચાર્યા છે. કોર્ટમાં થયેલા ગોળીબારનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કોર્ટમાં કુલ 10 ગોળીઓ છોડવાનો અવાજ આવે છે. આ દરમિયાન, કોર્ટ પરિસરમાંથી બાળકો સાથે એક પરિવાર જીવ બચાવવા દોડી રહ્યો હોવાનુ વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે. જો કે દિલ્લી પોલીસનું કહેવુ છે કે, રોહીણી કોર્ટમાં કુલ 35થી 40 રાઉન્ડ ગોળીબાર થયો હતો.

જ્યારે કોર્ટમાં ગોળીબાર થતો હોય છે ત્યારે ફરજ પરના પોલીસ, શસ્ત્ર સાથે આડશ લઈને હત્યારોઓનો સામનો કરવાની પોઝીશન પણ લેતા હોવાનું વાયરલ વીડિયોમાં દેખાય છે. દરમિયાન એક મહિલા વકિલ, જ્યા ગોળીઓની રમઝટ થતી હોય છે ત્યાથી દોડતી આવીને દરવાજાની પાછળ સંતાઈ જતી જોવા મળે છે. એક પછી એક એમ કુલ દસ ગોળીઓનો અવાજ વાયરલ થયેલા વીડિયોમાં સંભળાય છે. જો કે દસ ગોળીબાર પછી વધુ કોઈ ગોળીઓનો અવાજ ના આવતા પોલીસ શસ્ત્રો સાથે જ્યાથી ગોળીઓનો અવાજ આવતો હોય છે તે રૂમ તરફ ઘસી જતા નજરે પડે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

દિલ્લીની રોહિણી કોર્ટના પરિસરમાં ગોળીબાર | TV9news

દિલ્લીની રોહિણી કોર્ટના પરિસરમાં ગોળીબાર | TV9news

#delhi #crime #firing #gangwar

Posted by TV9 Gujarati on Friday, September 24, 2021

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીની રોહિણી કોર્ટમાં ( Rohini Court) બે જૂથો વચ્ચે ફાયરિંગ થયુ હતુ. દિલ્લીના ગેંગસ્ટાર જીતેન્દ્ર ગોગીની ( Gangster Jitendra Gogi )એક જૂથ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આડેધડ કરાયેલા ફાયરિંગમાં કુલ ત્રણ લોકોના મોત થયા હોવાનુ પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે. પોલીસના (Delhi Police) જણાવ્યા અનુસાર ટિલ્લુ ગેંગે જીતેન્દ્ર ગોગીની હત્યા કરી છે. પોલીસે જણાવ્યું હતુ કે ગેંગસ્ટાર (Gangstar) રાહુલને પકડવા માટે 50 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યુ હતું.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર,રોહિણી કોર્ટમાં ફાયરિંગ (Firing) કરવા માટે શુટરો વકીલના પહેરવેશમાં ( Lawyer Dress ) કોર્ટમાં આવ્યા હતા. કોર્ટમાં થયેલા ગોળીબાર અંગે સ્પેશિયલ સેલ દ્વારા કરાયેલા જવાબી ફાયરિંગમાં રાહુલ અને મોરીશ નામના ગેંગસ્ટારના પણ મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, ફાયરિંગના જવાબમાં પોલીસ દ્વારા વળતો ગોળીબાર કરીને જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં બે ગેંગસ્ટારના મોત નિપજ્યા છે.

દિલ્લી પોલીસના જણાવ્યા અનુસાર રોહીણી કોર્ટ નંબર 206 ની બહાર રોહિણી કોર્ટમાં ફાયરિંગ થયું હતું. ગેંગસ્ટાર દ્વારા કરવામાં આવેલા 35-40 રાઉન્ડ ફાયરિંગમાં એક મહિલા વકીલ પણ ઈજાગ્રસ્ત થઈ છે. પોલીસના જણાવ્યા અનસુાર ગેંગસ્ટાર ગોગીને આ ફાયરિંગમાં નિશાન બનાવવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Delhi : રોહિણી કોર્ટના પરિસરમાં ફાયરિંગ, ગેંગસ્ટાર જીતેન્દ્ર ગોગી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ IPL 2021: શું હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ નહીં રમે ? જાણો મુંબઈના બોલિંગ કોચે શું કહ્યું

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">