IPL 2021: શું હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ નહીં રમે ? જાણો મુંબઈના બોલિંગ કોચે શું કહ્યું

ગયા વર્ષે પીઠના ઓપરેશન બાદ હાર્દિક પંડ્યાએ ભાગ્યે જ બોલિંગ કરી છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સતત બે મેચ રમી શક્યો નથી.

IPL 2021: શું  હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ નહીં રમે ? જાણો મુંબઈના બોલિંગ કોચે શું કહ્યું
hardik pandya close to playing but mumbai do not want any rush his return said shane bond
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 3:26 PM

IPL 2021: મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા યુએઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની શરૂઆતથી બેન્ચ પર જોવા મળી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians )અત્યાર સુધીમાં બે મેચ રમી છે, પરંતુ હાર્દિક (Hardik Pandya) બંને મેચમાં ઉતર્યો નથી. આવી સ્થિતિમાં, એવી અટકળો છે કે શું તે આવતા મહિને યોજાનારા ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup)માં ભાગ લેવા માટે તૈયાર છે. મુંબઈના બોલિંગ કોચ શેન બોન્ડે પત્રકાર પરિષદમાં ગુરુવારે મેચ બાદ હાર્દિક (Hardik Pandya) ની ફિટનેસ વિશે મહત્વની વાત કહી હતી.

મુંબઈ (Mumbai Indians )ને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)સામે હરાવ્યા બાદ બોન્ડે કહ્યું કે, હાર્દિક (Hardik Pandya) ની ટ્રેનિંગ સારી છે. અમે સ્પષ્ટપણે અમારી ટીમની જરૂરિયાતો અને ટીમ ઇન્ડિયાની જરૂરિયાતોને સંતુલિત કરી રહ્યા છીએ. શેન બોન્ડે કહ્યું કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) સંપૂર્ણ ફિટનેસ અને રમવાની સ્થિતિમાં પહોંચવાની નજીક છે, પરંતુ તેની ફ્રેન્ચાઇઝી ટીમ ભારતીય ટીમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને મેદાનમાં ઉતાળવાની જલ્દી કરશે નહીં.

તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સતત બે મેચ રમ્યો ન હતો, પરંતુ બોન્ડે કહ્યું કે, ઓલરાઉન્ડર સારી પ્રેક્ટિસ કરી રહ્યો છે અને ટૂર્નામેન્ટની છેલ્લી મેચોમાં તેને તક મળી શકે છે. બોન્ડે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચ બાદ પત્રકારોને કહ્યું, “હાર્દિક(Hardik Pandya) પણ રોહિતની જેમ સારી પ્રેક્ટિસ કરી રહ્યો છે. તે રમવાની સ્થિતિમાં પહોંચવાની નજીક છે. અમે અમારી ટીમની જરૂરિયાતોને ભારતીય ટીમની જરૂરિયાતો સાથે સંતુલિત કરી રહ્યા છીએ.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

ટી 20 વર્લ્ડ કપ

મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians ) ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) મેચમાં KKR (Kolkata Knight Riders)સામે સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ, તેઓ ટુર્નામેન્ટ ફરી શરૂ થયા બાદ તેમની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે 20 રનથી હારી ગયા હતા. બોન્ડે કહ્યું, “ફ્રેન્ચાઇઝી એક વસ્તુ ખૂબ સારી રીતે કરી રહી છે.

તેણીની નજર માત્ર આ ટુર્નામેન્ટ જીતવા પર નથી પરંતુ તે તેના પછી યોજાનારા ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup)ને ધ્યાનમાં રાખીને તેના ખેલાડીઓના કામના ભારને પણ સંતુલિત કરી રહી છે. મેં અગાઉ કહ્યું તેમ, તે આજે પણ સારી પ્રેક્ટિસ કરે છે.

આ પણ વાંચો : The Kapil Sharma Showની વધી મુશ્કેલી, એક એપિસોડને લઇને વિવાદ બાદ FIR નોંઘાઈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">